4 days work: શું હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવું પડશે? જાણો શું કહ્યું સરકારે

|

Mar 25, 2021 | 7:00 AM

4 days work : મંત્રી સંતોષ ગંગવારે સપ્તાહમાં ચાર વર્કિંગ ડે મામલે લોકસભામાં સરકારની સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સપ્તાહમાં ચાર કાર્યકારી દિવસ અને અઠવાડિયામાં 40 કલાક માટે કોઈ યોજના નથી વધુમાં ઉમેરવામાં આવ્યું કે અત્યારે આવી કોઈ દરખાસ્ત લાવવાનો વિચાર નથી.

4 days work:  શું હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવું પડશે? જાણો શું કહ્યું સરકારે
File Photo

Follow us on

4 days work : મંત્રી સંતોષ ગંગવારે સપ્તાહમાં ચાર વર્કિંગ ડે મામલે લોકસભામાં સરકારની સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સપ્તાહમાં ચાર કાર્યકારી દિવસ અને અઠવાડિયામાં 40 કલાક માટે કોઈ યોજના નથી વધુમાં ઉમેરવામાં આવ્યું કે અત્યારે આવી કોઈ દરખાસ્ત લાવવાનો વિચાર નથી.

સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે કામના કલાકો, કામકાજના દિવસો, રજાઓ અંગેનો નિર્ણય સેન્ટ્રલ પે કમિશન લે છે. ચોથા પગારપંચની ભલામણ મુજબ નાગરિક પ્રશાસનિક કચેરીના કેન્દ્રીય કર્મચારીઓએ અઠવાડિયામાં પાંચ દિવસ અને દૈનિક ધોરણે સાડા આઠ કલાક કામ કરવું જરૂરી છે. સાતમા સેન્ટ્રલ પગારપંચે પણ પોતાના સૂચનમાં કહ્યું છે કે આ નિયમ હાલમાં ચાલુ રાખી શકાય. શ્રમ કાયદામાં સુધારો લાવવા માટે કુલ 44 પ્રકારના જૂના શ્રમ કાયદાને ચાર કોડમાં એકીકૃત કરવામાં આવ્યા છે અને તે અમલના છેલ્લા તબક્કામાં છે. નવો લેબર કોડ 1 એપ્રિલ 2021 થી લાગુ કરી થઇ શકે છે.

આ ચાર લેબર કોડ 1 એપ્રિલ 2021 થી લાગુ થશે
મોદી સરકારે ચાર લેબર કોડ રજૂ કર્યા છે. આ કોડ્સના અમલ દ્વારા દેશના શ્રમ બજારમાં સુધારેલા નિયમો અને કાયદાઓનો નવો દોર શરૂ થશે. ડ્રાફ્ટની અંતિમ પ્રક્રિયા થતાં કર્મચારીઓને અઠવાડિયામાં ચાર કામકાજ અને તેની સાથે ત્રણ દિવસની રજા આપવાનો વિકલ્પ રહેશે. આ સિવાય મંત્રાલય અસંગઠિત ક્ષેત્રમાં કામદારોના નોંધણી અને કલ્યાણ માટે ઇન્ટરનેટ-પોર્ટલ તૈયાર કરી રહ્યું છે. અધિકારીઓના મતે આ પોર્ટલ જૂન સુધીમાં તૈયાર થઈ શકે છે. આ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે નોંધણી અને અન્ય સુવિધાઓ પ્રદાન કરી શકાય છે.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

નવા લેબર કોડની હાઈલાઈટ્સ
>> જો કોઈ કર્મચારી દિવસમાં 8 કલાકથી વધુ અથવા અઠવાડિયામાં 48 કલાકથી વધુ સમય માટે કામ કરે છે તો તેને સામાન્ય પગાર કરતાં ઓવરટાઇમનો બે ગણો પગાર મળશે.
>> નવા લેબર કોડના ડ્રાફ્ટમાં કર્મચારીઓના કામના કલાકો દિવસના 12 કલાક સુધી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. અગાઉ આ સમયગાળો 9 કલાકનો હતો અને તેમાં એક કલાકનો આરામ પણ સામેલ હતો.
>> ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશનની પરિસ્થિતિઓના નામના કોડમાં સરકારે કહ્યું છે કે કંપનીઓને દિવસમાં 12 કલાક કામના કલાકો રાખવા દેવા જોઈએ.
>> ઓવરટાઇમની ગણતરી અંગે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જો કોઈ કર્મચારી 15 થી 30 મિનિટ કામ કરે છે, તો તે સંપૂર્ણ 30 મિનિટ તરીકે ગણાશે.

Next Article