વર્ષ 2030 સુધીમાં ધૂમ મચાવશે 35 લાખ EVs… પેટ્રોલ ગાડીઓ થશે ‘Out’, દેશના બચશે ‘₹1 લાખ કરોડ’

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) નો ક્રેઝ ખૂબ ઝડપથી વધી રહ્યો છે, જે દેશના અર્થતંત્ર માટે પણ મોટા ફાયદાના સંકેત છે. તાજેતરના એક અહેવાલ મુજબ, જો વર્ષ 2030 સુધીમાં દેશમાં EVનો વપરાશ 20 ટકા સુધી પહોંચી જશે, તો ભારત કાચા તેલની આયાતમાં વાર્ષિક આશરે 1 લાખ કરોડ રૂપિયાની જંગી બચત કરી શકે છે.

વર્ષ 2030 સુધીમાં ધૂમ મચાવશે 35 લાખ EVs... પેટ્રોલ ગાડીઓ થશે Out, દેશના બચશે ₹1 લાખ કરોડ
| Updated on: Jul 03, 2026 | 8:27 PM

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ની રફતાર ઝડપથી વધી રહી છે અને તેનો સીધો ફાયદો દેશના અર્થતંત્રને મળી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના તાજા અહેવાલ અનુસાર, જો વર્ષ 2030 સુધીમાં દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનો બજાર હિસ્સો 20 ટકા સુધી પહોંચી જશે, તો ભારતના કાચા તેલના આયાત બિલ (ઈમ્પોર્ટ બિલ) માં વાર્ષિક આશરે 1 લાખ કરોડ રૂપિયાની બચત થઈ શકે છે.

અહેવાલમાં પશ્ચિમ એશિયાના તણાવ પછી EV અપનાવવામાં આવેલી તેજી, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પડકારો અને આગામી 10-15 વર્ષ માટે વ્યાપક રોડમેપની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

બચી શકે છે ‘1 લાખ કરોડ’

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના એક અહેવાલ અનુસાર, વર્ષ 2027-2030 દરમિયાન પેટ્રોલ ગાડીઓની જગ્યાએ અંદાજે 35 લાખ વધુ ઇલેક્ટ્રિક ગાડીઓ (EVs) આવવાની અપેક્ષા છે. જો વર્ષ 2030 સુધીમાં EV નો હિસ્સો ઓટોમોબાઈલ બજારમાં 20 ટકા થઈ જશે, તો તેનાથી ભારતને કાચા તેલના આયાત બિલમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયા બચાવવામાં મદદ મળશે. અહેવાલમાં જણાવાયું છે કે, ફેબ્રુઆરી 2026 માં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા પછી EV અપનાવવાની ગતિ ઘણી ઝડપી થઈ છે અને તેના રજિસ્ટ્રેશનમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.

35 લાખ ઇલેક્ટ્રિક ગાડીઓ

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમારા અંદાજ મુજબ, વર્ષ 2027-2030 ના ચાર વર્ષ દરમિયાન પેટ્રોલ ગાડીઓની જગ્યાએ 35 લાખ વધુ EV (ઇલેક્ટ્રિક ગાડીઓ) આવવાની અપેક્ષા છે. વર્ષ 2026 સુધીમાં EV ગાડીઓનો હિસ્સો 8 ટકાથી વધુ થઈ ગયો છે. વર્ષ 2030 સુધીમાં 20 ટકા હિસ્સો થવાથી આયાત બિલમાં 1 લાખ કરોડ રૂપિયાની બચત થઈ શકે છે.’

અહેવાલ અનુસાર, માર્ચ-જૂન 2026 દરમિયાન દર મહિને EV રજિસ્ટ્રેશનની સરેરાશ 1.3 લાખથી (વર્ષ 2025 માં) વધીને 2.3 લાખ થઈ ગઈ છે, એટલે કે દર મહિને આશરે 1 લાખ ગાડીઓનો વધારો થયો છે.

વર્ષ 2026 માં EV રજિસ્ટ્રેશનનો આંકડો

વર્તમાન ટ્રેન્ડના આધારે SBI નો અંદાજ છે કે, વર્ષ 2026 માં કુલ EV રજિસ્ટ્રેશન 25 લાખનો આંકડો પાર કરી જશે. SBI એ જણાવ્યું કે, ફેબ્રુઆરી 2026 પછી પેસેન્જર કાર, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનોમાં EV નો વધતો માર્કેટ શેર દર્શાવે છે કે, પશ્ચિમ એશિયાના સંઘર્ષની અસરે ઇલેક્ટ્રિક મોબિલિટીમાં ગ્રાહકોનો રસ વધાર્યો છે.

ઝડપથી અપનાવવામાં મદદ કરવા માટે અહેવાલમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને ફાસ્ટ ચાર્જર્સ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. અત્યારે, દેશના ચાર્જિંગ નેટવર્કમાં ફાસ્ટ ચાર્જર્સનો હિસ્સો માત્ર 30% ની આસપાસ છે. અહેવાલમાં 10-15 વર્ષના વ્યાપક EV રોડમેપની માંગ કરવામાં આવી છે, જેમાં વાહનના અલગ-અલગ સેગમેન્ટ, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેગ્યુલેટરી પોલિસી અને બેટરી ઉત્પાદન જેવા બાબતો માટે સ્પષ્ટ લક્ષ્યાંકો નક્કી હોય.

EV રોડમેપની માંગ

અહેવાલમાં 10-15 વર્ષના એક વ્યાપક EV રોડમેપની માંગ કરવામાં આવી છે, જેમાં વાહનના પ્રકાર, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેગ્યુલેટરી પોલિસી અને બેટરી મેન્યુફેક્ચરિંગ જેવી બાબતો માટે સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરવામાં આવે. તેમાં EV ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે કેટલાક ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે, જેમ કે EV ક્રેડિટ ગેરંટી ફંડ બનાવવું, પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો માટે રાહત દરે જમીન આપવી, ઇલેક્ટ્રિક વાહનોની સરકારી ખરીદી વધારવી અને ગ્રીન મોબિલિટી માટે એક અલગ કેટેગરી બનાવવી.

SBI એ નોંધ્યું છે કે, અલગ-અલગ રાજ્યોમાં ચાર્જિંગ સ્ટેશનો પર ભાર (લોડ) ઘણો અલગ-અલગ છે. કેટલાક રાજ્યોમાં દરેક ચાર્જિંગ સ્ટેશન 200 થી વધુ EV ને સર્વિસ આપે છે, જ્યારે બીજા રાજ્યોમાં આ સંખ્યા પ્રતિ ચાર્જિંગ સ્ટેશન આશરે 50 ગાડીઓ છે. અહેવાલ અનુસાર, ભારતમાં અત્યારે 29,151 ચાર્જિંગ સ્ટેશન છે, જેમાંથી કર્ણાટક અને મહારાષ્ટ્ર બંને મળીને કુલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ૩૫ ટકા હિસ્સો ધરાવે છે.

ફાસ્ટ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ગોવા જેવા રાજ્યોએ ફાસ્ટ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ રાજ્યોમાં કુલ ચાર્જિંગ સ્ટેશનોમાંથી 50 ટકાથી વધુ ફાસ્ટ ચાર્જર છે. તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી સરકાર પોતાની નવી EV પોલિસી હેઠળ આગામી ચાર વર્ષમાં 32,000 ચાર્જિંગ પોઈન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની લાંબાગાળાની સફળતા ઘણી હદ સુધી દેશભરમાં પૂરતા પ્રમાણમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે.

Breaking News: હવે રસ્તા વચ્ચે અચાનક બંધ નહીં થાય ‘E-Rickshaw’, સરકારે પ્લે સ્ટોર પરથી હટાવી દીધી આ ‘2 ચાઈનીઝ એપ્સ’

Follow Us