26th January Republic Day 2023 Live : 74 માં ગણતંત્ર દિવસ નિમિતે દેશ ભક્તિના રંગમાં રંગાયો સમગ્ર દેશ, PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભેચ્છા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 1:44 PM

26th January Republic Day 2023 Live Updates : દિલ્હીના રાજપથ અને હાલના કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ નિમિતે ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. પરેડમાં કુલ 23 ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યુ.

26th January Republic Day 2023 Live : 74 માં ગણતંત્ર દિવસ નિમિતે દેશ ભક્તિના રંગમાં રંગાયો સમગ્ર દેશ, PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભેચ્છા
Republic Day 2023 Live

આજે 74માં પ્રજાસત્તાક દિવસની સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કર્તવ્ય પથ પર ધ્વજ ફરકાવી તેને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ આજે પહેલી વખત ભારતીય તોપોથી સલામી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બ્રિટનમાં બનેલી તોપોથી ધ્વજને સલામી અપાતી હતી. પરંતુ, આજે ભારતના ઇતિહાસમાં નવી યશકલગી ઉમેરાઈ છે. કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં કુલ 23 ઝાંખીઓ જોવા મળી. તમામ ટેબ્લોક્સની થીમ પણ અલગ-અલગ હતી. 17 ઝાંખી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હતી, જ્યારે છ વિવિધ સરકારી મંત્રાલયો અને વિભાગોની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જે બાદ ગણતંત્ર દિવસની ઉજવણી થઈ.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Jan 2023 01:14 PM (IST)

    પહેલીવાર મિસ્રના સશસ્ત્ર દળના સંયુક્ત બેંડ અને માર્ચિંગ દળે પરેડમાં ભાગ લીધો

    પ્રજાસત્તાક દિવસના અવસર પર આજે કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું. મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીએ મુખ્ય અતિથિના રૂપે હાજરી આપી હતી અને પરેડને નિહાળી હતી. પહેલીવાર મિસ્રના સશસ્ત્ર દળના સંયુક્ત બેંડ અને માર્ચિંગ દળે પણ આ પરેડમાં ભાગ લીધો હતો. આ દળનું નેતૃત્વ કર્નલ મહૂમદ મોહમ્મદ અબ્દેલ ફત્તાહ એલ ખારાસાવીએ કર્યું હતું. આ અદભુત પ્રદર્શની અત્યંત રોમાંચક હતી

  • 26 Jan 2023 01:13 PM (IST)

    Delhi Parade Live : ડેર ડેવિલ્સે કર્તવ્ય પથ પર ‘હ્યુમન પિરામિડ’ બનાવ્યો

    33 ડેર ડેવિલ્સે કર્તવ્ય પથ પર નવ મોટરસાઈકલ પર ‘હ્યુમન પિરામિડ’ બનાવ્યો.

  • 26 Jan 2023 01:10 PM (IST)

    West Bengal : ભારત-બાંગ્લાદેશ સરહદ પર BSF જવાનોએ મીઠાઈની આપ-લે કરી

    પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફુલબારી ખાતે BSF જવાનોએ BGB સાથે મીઠાઈની આપ-લે કરી

  • 26 Jan 2023 12:59 PM (IST)

    VIDEO : પરેડમાં ભારતીય વાયુસેનાએ જમાવ્યુ આકર્ષણ

    74 માં ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાના 45 વિમાન, ભારતીય નૌકાદળના એક અને ભારતીય સેનાના ચાર હેલિકોપ્ટરે આકાશમાં અદ્ભુત સ્ટંટ કર્યા હતા. આ દરમિયાન દુનિયાએ રાફેલ જેટની શક્તિ પણ જોવા મળી

  • 26 Jan 2023 12:48 PM (IST)

    પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો

    પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રજાસત્તાકદિવસ પર દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો.

  • 26 Jan 2023 12:43 PM (IST)

    Video : હરિયાણાની ઝાંખી ભગવદ ગીતા પર આધારિત

    હરિયાણાની ઝાંખી ભગવદ ગીતા પર આધારિત હતી. જેમાં ભગવાન કૃષ્ણને અર્જુનના સારથિ તરીકે અને તેમને ગીતાનું જ્ઞાન આપતા દર્શાવવામાં આવ્યા છે.

  • 26 Jan 2023 12:34 PM (IST)

    Republic Day parade : ઉત્તર પ્રદેશની ઝાંખીમાં અયોધ્યા દીપોત્સવનું પ્રદર્શન

    પ્રજાસત્તાક દિવસ પરેડમાં ઉત્તર પ્રદેશની ઝાંખીમાં 2017 થી આયોજિત અયોધ્યા દીપોત્સવનું પ્રદર્શન જોવા મળ્યુ.

  • 26 Jan 2023 12:26 PM (IST)

    Republic Day 2023 : પરેડમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુની રંગીન ઝાંખી

    પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુની રંગીન ઝાંખી જોવા મળી

  • 26 Jan 2023 12:14 PM (IST)

    Uttarakhand Tableau : ઉત્તરાખંડની ઝાંખીમાં જોવા મળે છે જાગેશ્વર ધામ

    ઉત્તરાખંડના ટેબ્લોમાં કોર્બેટ નેશનલ પાર્ક અને અલ્મોડાના જાગેશ્વર ધામને દર્શાવવામાં આવ્યા હતા.

  • 26 Jan 2023 12:08 PM (IST)

    Republic Day 2023 : કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની ઝાંખીમાં ‘નારી શક્તિ’

    74 મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની ‘નારી શક્તિ’ની ઝાંખી જોવા મળી

  • 26 Jan 2023 11:40 AM (IST)

    Republic Day 2023 : ‘ક્લીન-ગ્રીન એનર્જી એફિશિયન્ટ ગુજરાત’ થીમ પર આધારિત ગુજરાતની ઝાંખી

    પ્રજાસત્તાક દિવસે ગુજરાતની ઝાંખી ‘ક્લીન-ગ્રીન એનર્જી એફિશિયન્ટ ગુજરાત’ થીમ પર આધારિત હતી. આ ઝાંખી ઊર્જાના નવીનીકરણીય સ્ત્રોતો દર્શાવે છે.

  • 26 Jan 2023 11:20 AM (IST)

    VIDEO : કરજણમાં ધ્વજવંદન પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનો ડ્ર્ગ્સની બદીને નાબુદ કરવા હુંકાર

    વડોદરાના કરજણમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં ધ્વજવંદન પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનો ડ્ર્ગ્સની બદીને નાબુદ કરવા હુંકાર, કહ્યું ‘આ લડતને કોઈ અટકાવી નહી શકે’

  • 26 Jan 2023 10:40 AM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી

    CM ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી. ટ્વિટ કરીને લખ્યું કે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓ દ્વારા દર્શાવેલા માર્ગ પર ચાલીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નું નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ.

  • 26 Jan 2023 10:35 AM (IST)

    Republic Day 2023 : કર્તવ્ય પથ પર સેનાના જવાનોની પરેડ

    74 માં ગણતંત્ર દિવસ નિમિતે દેશ ભક્તિના રંગમાં સમગ્ર દેશ રંગાયો છે, કર્તવ્ય પથ પર જવાનોની પરેડમાં સેનાની તાકાત જોવા મળી.

  • 26 Jan 2023 10:20 AM (IST)

    Republic Day 2023 : PM મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, CDS અને ત્રણેય સેના પ્રમુખો પણ હાજર હતા.

  • 26 Jan 2023 09:43 AM (IST)

    Republic Day 2023 Celebration Update : રાહુલ ગાંધીએ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘એકતા, સમરસતા, સમાનતા અને સાર્વભૌમત્વ આપણા બંધારણના સ્તંભો અને આપણા પ્રજાસત્તાકની આત્મા છે. મારા તમામ પ્રિય સાથી ભારતીયોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ.

  • 26 Jan 2023 09:41 AM (IST)

    Republic Day 2023 : બોટાદમાં રાજ્યકક્ષાની પ્રજાસતાક પર્વની ઉજવણી

    બોટાદમાં રાજ્યકક્ષાની પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું. આ દરમિયાન રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ હાજર રહ્યા હતા.

  • 26 Jan 2023 09:25 AM (IST)

    Republic Day 2023 : ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ ઇજિપ્તના રાષ્ટ્રપતિ

    ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબલ્ડ ફતાહ અલ-સીસી ગુરુવારે ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેઓ ત્રણ દિવસની મુલાકાતે મંગળવારે જ નવી દિલ્હી પહોંચ્યા હતા. આ પછી તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

  • 26 Jan 2023 09:22 AM (IST)

    VIDEO : ઇઝરાયેલી દૂતાવાસે એક અદ્ભુત વિડીયો શેર કર્યો

    ભારતમાં ઇઝરાયેલી દૂતાવાસ દ્વારા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે એમ્બેસી દ્વારા એક અદ્ભુત વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો. અમે પ્રાદેશિક ભાષાઓમાં અમારા પ્રિય ભારતીય મિત્રોને શુભેચ્છા પાઠવીને ભારતના સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણીમાં જોડાઈએ છીએ, એમ એમ્બેસીએ જણાવ્યું હતુ.

  • 26 Jan 2023 08:49 AM (IST)

    ભારતના તમામ બંધારણ નિર્માતાઓ અને સ્વતંત્રતા સેનાનીઓને વંદન – રાજનાથ સિંહ

    દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને લખ્યું કે, ‘સર્વ દેશવાસીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આ દિવસ તમામ ભારતીયો માટે દેશની બંધારણીય પરંપરાઓને મજબૂત કરવા અને નવા ભારતના નિર્માણના સંકલ્પ માટે પોતાને સમર્પિત કરવાની તક છે. ભારતના તમામ બંધારણ નિર્માતાઓ અને સ્વતંત્રતા સેનાનીઓને વંદન.

  • 26 Jan 2023 08:43 AM (IST)

    ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગણતંત્ર દિવસની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

    ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડાએ 74મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને દેશની પ્રગતિશીલ અને પરિપક્વ લોકશાહી દરેક ભારતીયના હૃદયમાં ફરજ, તક અને સમાનતાની ભાવના પેદા કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી. સમગ્ર દેશ આજે 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે.

  • 26 Jan 2023 08:34 AM (IST)

    Republic Day Celebration : 479 કલાકારો ગણતંત્ર દિવસની પરેડમાં રંગ જમાવશે

    દેશવ્યાપી વંદે ભારતમ નૃત્ય સ્પર્ધા દ્વારા પસંદ કરાયેલા 479 કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન પ્રજાસત્તાક દિવસની પરેડમાં રંગ ઉમેરશે. સાંસ્કૃતિક કાર્યક્રમની થીમ ‘નારી શક્તિ’ 326 મહિલા નર્તકો દ્વારા રજૂ કરવામાં આવશે. આ સિવાય 153 પુરુષ ડાન્સર હશે, જેમની ઉંમર 17-30 વર્ષની હશે.

  • 26 Jan 2023 08:24 AM (IST)

    Republic Day 2023 Live Updates : વડાપ્રધાન મોદીએ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. ટ્વિટ કરીને લખ્યુ, ‘પ્રજાસત્તાક દિવસની ઘણી શુભેચ્છાઓ. આ વખતે આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આપણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન તેની ઉજવણી કરી રહ્યા છીએ. દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા આપણે એક થઈને આગળ વધીએ, એ જ ઈચ્છા છે.

  • 26 Jan 2023 07:51 AM (IST)

    Republic Day 2023 Live Updates : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કર્તવ્ય પથ પર ફરકાવશે રાષ્ટ્રધ્વજ

    દિલ્હીના કર્તવ્ય પથ પર 74માં પ્રજાસત્તાક દિવસ નિમિતે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કર્તવ્ય પથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તો કર્તવ્ય પથ પર લશ્કરી તાકાત જોવા મળશે. પરેડ સમારોહ પૂર્વે PM મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે.

  • 26 Jan 2023 07:47 AM (IST)

    Republic Day Celebration 2023 : દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણી પહેલા આ વસ્તુઓ પર પ્રતિબંધ

    દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને પેરાગ્લાઈડર્સ, પેરામોટર્સ, હેંગ ગ્લાઈડર્સ, માનવરહિત એરિયલ વ્હીકલ્સ (યુએવી), માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ્સ (યુએએસ), માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, રિમોટલી-પાયલોટ એરક્રાફ્ટ, હોટ એર બલૂન, નાના પાયે સંચાલિત એરક્રાફ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  • 26 Jan 2023 07:25 AM (IST)

    Republic Day 2023 Live Updates : પરેડ સ્થળની આસપાસ સાત હજાર જવાનો તૈનાત રહેશે

    દિલ્હી પોલીસના લગભગ સાત હજાર જવાનો પરેડ સ્થળની આસપાસ તૈનાત રહેશે. આ સિવાય NSG કમાન્ડો, અર્ધલશ્કરી દળો અને અન્ય એકમોની તૈયારી રહેશે. સ્થળ અને આસપાસના વિસ્તારને એન્ટી ડ્રોન સિસ્ટમથી સજ્જ કરવામાં આવી રહી છે. જેની કમાન DRDO ના હાથમાં રહેશે. પરેડ સ્થળના ચેક પોઇન્ટ પર પાસ અને ટિકિટ પર હાજર QR કોડ સ્કેન કર્યા પછી જ પ્રવેશ મળશે. સુરક્ષાના દૃષ્ટિકોણથી આવુ પ્રથમ વખત કરવામા આવી રહ્યુ છે. નવી દિલ્હીના ડીસીપી પ્રણવ તયાલે કહ્યું કે QR કોડ સ્કેન થતા જ મુલાકાતીની સંપૂર્ણ વિગતો સુરક્ષા કર્મચારીઓની સામે હશે. પરેડ જોવા માટે માત્ર પાસ અને ટિકિટ ધારકોને જ એન્ટ્રી આપવામાં આવશે.

  • 26 Jan 2023 07:17 AM (IST)

    Republic Day 2023 : પરેડમાં છ અગ્નિવીર પણ ભાગ લેશે

    74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન દેશભક્તિના ઉત્સાહ વચ્ચે, છ ‘અગ્નિવીર’ કર્તવ્ય પથ પર પરેડ કરવા માટે નૌકાદળની માર્ચ ટુકડીનો ભાગ બનશે. સમારોહની પૂર્વ સંધ્યાએ સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે પરેડ દરમિયાન જે સૈન્ય સંપત્તિ પ્રદર્શિત કરવામાં આવશે, તેમાં ભારતમાં બનેલા ઉપકરણોનો સમાવેશ થાય છે,જે આત્મનિર્ભર ભારતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જુન, નાગ મિસાઈલ સિસ્ટમ (NAMIS) અને K-9 વજ્ર પણ પ્રદર્શિત કરવામાં આવશે.

Published On - Jan 26,2023 7:11 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">