વિશ્વના 25 દેશો મેડ ઈન ઈન્ડિયા Corona વેક્સિનની રાહ જોઈ રહ્યા છે: વિદેશપ્રધાન એસ.જયશંકર

વિશ્વના 25 દેશો મેડ ઈન ઈન્ડિયા Corona વેક્સિનની રાહ જોઈ રહ્યા છે: વિદેશપ્રધાન એસ.જયશંકર
File Photo

વિદેશપ્રધાન એસ. જયશંકરે શનિવારે કહ્યું હતું કે ભારતે અત્યાર સુધી 15 દેશોને Coronaની વેક્સિન પૂરી પાડી છે અને અન્ય 25 દેશો ભારતમાં બનેલી Coronaની રસીની રાહ જોઈ રહ્યા છે.

Chandrakant Kanoja

| Edited By: Kunjan Shukal

Feb 06, 2021 | 10:23 PM

વિદેશપ્રધાન એસ. જયશંકરે શનિવારે કહ્યું હતું કે ભારતે અત્યાર સુધી 15 દેશોને Coronaની વેક્સિન પૂરી પાડી છે અને અન્ય 25 દેશો ભારતમાં બનેલી Coronaની રસીની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું ત્રણ શ્રેણીના દેશો ભારતમાંથી રસી મેળવવા માટે ઉત્સુક છે. જેમાં ગરીબ અને કિંમત માટે સંવેદનશીલ દેશો અને અન્ય દેશો જે કે  સીધા ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે જોડાણ કરવા માંગે છે.

વિદેશ પ્રધાન એસ.જયશંકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી અત્યારે 15 દેશોમાં Corona રસી સપ્લાય કરી ચૂક્યા છે. જ્યારે 25 દેશો રસીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આજે મહત્વની વાત એ છે કે આ મામલે ભારત વિશ્વના નકશા પર ઉભરી આવ્યું છે.

વિદેશ પ્રધાને કહ્યું કે કેટલાક ગરીબ દેશોને સબસિડીના આધારે Corona રસી આપવામાં આવી રહી છે, જ્યારે કેટલાક દેશો રસી એ ભાવે માંગે છે, જે ભારત સરકારને રસી ઉત્પાદકો આપે છે. જયશંકરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને ‘વિશ્વની ફાર્મસી’ તરીકે સ્થાપિત કરવા માગે છે.

આ પણ વાંચો: PM Modi 16 દિવસમાં બીજી વખત અસમ અને બંગાળના પ્રવાસે, ટ્વીટ કરીને જણાવ્યું શું ભેટ આપશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati