PM મોદીના નેતૃત્વમાં ભાજપ કેવી રીતે જીતે છે ચૂંટણી, જોવા આવી રહ્યા છે 9 મોટા દેશોના 20 નેતાઓ

|

Apr 27, 2024 | 6:59 AM

ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વની સૌથી મોટી પાર્ટી. આ જ કારણ છે કે ભારતની લોકસભા ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે. PM Modiના નેતૃત્વમાં ભાજપ કેવા પ્રકારની તૈયારીઓ કરે છે, તે તૈયારીઓને ધ્યાનમાં રાખીને બૂથ મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા માટે વિશ્વના 9 દેશોના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ભારત આવી રહ્યા છે.

PM મોદીના નેતૃત્વમાં ભાજપ કેવી રીતે જીતે છે ચૂંટણી, જોવા આવી રહ્યા છે 9 મોટા દેશોના 20 નેતાઓ
pm narendra modi and bjp election strategy

Follow us on

PM Modi અને ભાજપની ઉપલબ્ધિઓએ દુનિયાને ચોંકાવી દીધી છે. ઘણા દેશોના રાજકીય પક્ષોને પ્રભાવિત કર્યા છે. ભાજપ સતત બે ટર્મથી કેન્દ્રમાં સત્તા પર છે અને ત્રીજી વખત સરકાર બનાવવા માટે પૂરા ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ 400ને પાર કરવાનો નારા લગાવ્યો છે.

ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, બિહાર અને મહારાષ્ટ્ર જેવા દેશના મોટા રાજ્યો સહિત 17 રાજ્યોમાં ભાજપ અને તેના સાથી પક્ષો સત્તામાં છે. એવા ઘણા રાજ્યો છે જ્યાં ભાજપની સત્તાને પડકારવાનું મુશ્કેલ બની ગયું છે.

ભાજપની રણનીતિ જાણવા ભારત આવશે વિદેશી નેતાઓ

ભાજપની સતત જીતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, વિયેતનામ, મોરેશિયસ, યુગાન્ડા, તાન્ઝાનિયાના પ્રતિનિધિઓ 2024ની લોકસભા ચૂંટણી નિહાળવા અને ભાજપની રણનીતિ જાણવા ભારત આવી રહ્યા છે. આ દેશોની રાજકીય પાર્ટીઓ હવે પીએમ મોદીના જાદુની પરીક્ષા કરવા માંગે છે. ભાજપની રણનીતિ કૌશલ્યની બારીકાઈઓને નજીકથી સમજવા માંગે છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

1 મેના રોજ 9 દેશોના 20 નેતાઓ આવી રહ્યા છે

ઓસ્ટ્રેલિયા સહિત આ 9 દેશોના લગભગ 20 નેતાઓ 1 મેના રોજ ભારત આવવાના છે. આ નેતાઓ જાણવા માગે છે કે ભાજપમાં એવું શું છે જેણે ભારતને ગઠબંધન સરકારોના યુગમાંથી બહાર કાઢ્યું છે. ભાજપે 2014 થી બે વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર આપી છે અને હેટ્રિક કરવાની તૈયારી કરી રહી છે.

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પહેલીવાર બનવા જઈ રહ્યું છે જ્યારે વિદેશી નેતાઓ અહીંની સામાન્ય ચૂંટણીઓ નિહાળશે. તેઓ કોઈપણ એક પક્ષની કાર્યક્ષમતાને બારીકાઈથી જોશે.

જેપી નડ્ડા અને જયશંકરને મળશે

ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, વિયેતનામ, મોરેશિયસ, યુગાન્ડા, તાન્ઝાનિયા જેવા દેશોના કુલ દોઢ ડઝન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દિલ્હી પહોંચશે. પહેલા આ વિદેશી નેતાઓની રાજધાનીમાં પાર્ટીના ટોપ નેતાઓ સાથે બેઠક થશે. ખાસ કરીને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે આ વિદેશી રાજકીય પક્ષોના રાજકારણીઓની બેઠક થશે. તેઓ તમામ ટોપના નેતાઓ પાસેથી પાર્ટી વિશે માહિતી લેશે. આ પછી વિવિધ સંસદીય મતવિસ્તારોમાં બૂથ સ્તર સુધી માઇક્રો મેનેજમેન્ટ જોવાના છે.

ભાજપના બૂથ લેવલનું મેનેજમેન્ટ પણ જોશે

મળતી માહિતી અનુસાર વિદેશી પ્રતિનિધિમંડળને ત્રણ ટીમોમાં વહેંચવામાં આવશે અને ચૂંટણી મેનેજમેન્ટ વ્યવસ્થા જોવા માટે દેશના વિવિધ ભાગોમાં લઈ જવામાં આવશે. આ વિદેશી રાજકારણીઓનું એક જૂથ મધ્યપ્રદેશમાં રાજકીય પ્રચાર અને વાતાવરણ જોવા માટે ભોપાલ મોકલવામાં આવશે.

બીજી ટીમ છત્તીસગઢ માટે રાયપુર જશે અને ત્રીજી ટીમ ગુજરાતના પ્રવાસે અમદાવાદ આવવાની છે. આ તમામ રાજનેતાઓ MP, ગુજરાત અને છત્તીસગઢમાં પોત-પોતાની ટીમ સાથે 3/4 દિવસ રાજકીય પ્રવાસ પર રહેશે.

ડો.વિજય ચૌથાઈવાલેએ ખાસ ઝુંબેશ હાથ ધરી છે

એવી પણ માહિતી છે કે આ 9 દેશોના રાજકીય પક્ષો બાદ હવે ટૂંક સમયમાં અન્ય 6/7 દેશોના નેતાઓ પણ ચૂંટણી જોવા ભારત આવશે. આ સમગ્ર અભિયાનનું સંકલન ભાજપના વિદેશ સેલના પ્રભારી ડો.વિજય ચૌથાઈવાલે કરશે. ચૌથાઈવાલે વ્યવસાયે વૈજ્ઞાનિક (મોલેક્યુલર બાયોલોજીસ્ટ) છે અને વિદેશમાં રહેતા ભારતીયોને ભાજપ સાથે જોડવાની પ્રવૃત્તિઓ ચલાવે છે. હાઉડી મોદી જેવી ઘણી સફળ ઈવેન્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ભાજપના નેતાઓ કેવી રીતે કરે છે કામ?

TV9 સાથેની ખાસ વાતચીતમાં ડૉ.વિજય ચૌથાઈવાલેએ જણાવ્યું હતું કે, ભાજપની ચૂંટણીમાં મળેલી સફળતાએ વિશ્વના અન્ય રાજકીય પક્ષોમાં ઉત્સુકતા વધારી છે. અગાઉની વિધાનસભાની ચૂંટણી વખતે અમે ઘણા દેશોના રાજદૂતોને હિમાચલ પ્રદેશની મુલાકાત કરાવી હતી. આ વખતે 9 દેશોના રાજકીય પક્ષોની ઉત્સુકતાને ધ્યાનમાં રાખીને તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ રાજકીય પક્ષો અહીં આવશે અને જોશે કે કેવી રીતે ભાજપના કાર્યકરો જમીન પર સખત મહેનત કરે છે અને મતદારોના દિલ જીતે છે.

Next Article