સુપર સ્પ્રેડર બની કેરળની સ્કૂલ, શાળાઓ ખુલતા જ માત્ર 2 સ્કૂલમાં 190 વિદ્યાર્થી કોરોના સંક્રમિત

સુપર સ્પ્રેડર બની કેરળની સ્કૂલ, શાળાઓ ખુલતા જ માત્ર 2 સ્કૂલમાં 190 વિદ્યાર્થી કોરોના સંક્રમિત
પ્રતિકાત્મક તસ્વીર

શાળાઓ ખુલતાની સાથે જ કોરોનાએ માથું ઊંચક્યું છે. કેરળની બે સરકારી શાળાઓમાં આશરે 190 વિદ્યાર્થીઓ અને 70 શિક્ષકો કોવિડ-19થી સંક્રમિત થયા છે.

Gautam Prajapati

| Edited By: Bhavesh Bhatti

Feb 09, 2021 | 11:29 AM

કોરોનાની મહામારી હજુ પણ ઘર કરીને બેઠી છે. મહામારી શરુ થયાના એક વર્ષ બાદ થોડા ઘણા પ્રમાણમાં જનજીવન રાબેતા મુજબ થતું જોવા મળે છે. કોરોનાની અસર ઘણા બિઝનેસ પર તો પડી જ હતી. સાથે સાથે મોટું નુકશાન શિક્ષણ ક્ષેત્રે પણ થયું હતું. આખરે એક વર્ષ બાદ શાળાઓ ખૂલી રહી છે. ત્યારે સામે આવતી અમુક ઘટનાઓ માનસ મનમાં ડર ઉત્તપન કરે એવી છે. કેરળમાં શાળાઓ ખુલ્યા બાદ બે શાળામાં 190 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કોવિડ પોઝીટીવ મળી આવ્યા હતા.

શાળાઓમાં કોવિડનો કબજો

મલાપ્પુરમની બે સરકારી શાળાઓમાં આશરે 190 વિદ્યાર્થીઓ અને 70 શિક્ષકો કોવિડ-19થી સંક્રમિત થયા છે. જેના પગલે આરોગ્ય અધિકારીઓએ જિલ્લાની શાળાઓને વધુ સાવચેતી રાખવા અને કોવિડ-19 પ્રોટોકોલનું કડક પાલન કરવાનું જણાવ્યું છે.

કોરોના પોઝીટીવ વિદ્યાર્થીથી ફેલાયો ફોરોના

જિલ્લાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે મોનચેરી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આશરે 150 વિદ્યાર્થીઓ અને 34 શિક્ષકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. ગયા અઠવાડિયે વિદ્યાર્થીમાં વાયરસની પુષ્ટિ થયા બાદ શાળાના 600 થી વધુ વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટમાં જે વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો તેમાં મુખ્યત્વે દસમાં વર્ગના વિદ્યાર્થીઓ છે. આ ક્લાસમાં જ પહેલાને વિદ્યાર્થીને ચેપ લાગ્યો હતો. અન્ય એક કિસ્સામાં પોન્નાની વાનેરી ઉચ્ચતર માધ્યમિક શાળામાં 39 વિદ્યાર્થીઓ અને 36 શિક્ષકો કોરોના પોઝીટીવ જોવા મળ્યા હતા.

આ શાળાઓમાં કોરોના વાયરસના ઝડપથી ફેલાતો જોવા મળ્યો હતો. ત્યારે વહીવટીતંત્રે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને એક બીજાથી અંતર રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ અન્ય નિયમોનું કડક પાલન કરવાની સૂચના આપી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati