Covid 19 : ધર્મશાળાના ગયાતો મઠમાં 154 બૌદ્ધ ભિક્ષુઓ કોરોના સંક્રમિત

|

Mar 02, 2021 | 4:08 PM

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળામાં Covid-19 સંક્રમણનો મોટો વિસ્ફોટ થયો છે. અહીંયા સિધ્ધવાડી સ્થિતિ ગયાતો બૌદ્ધ મઠમાં સોમવારે એક સાથે 98 Covid-19 સંક્રમણના મામલા સામે આવ્યા છે. કાંગડા જિલ્લામાં સોમવારે કુલ 108 મામલા સામે આવ્યા હતા.

Covid 19 : ધર્મશાળાના ગયાતો મઠમાં 154 બૌદ્ધ ભિક્ષુઓ કોરોના સંક્રમિત

Follow us on

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળામાં Covid-19 સંક્રમણનો મોટો વિસ્ફોટ થયો છે. અહીંયા સિધ્ધવાડી સ્થિતિ ગયાતો બૌદ્ધ મઠમાં સોમવારે એક સાથે 98 કોરોના સંક્રમણના મામલા સામે આવ્યા છે. કાંગડા જિલ્લામાં સોમવારે કુલ 108 મામલા સામે આવ્યા હતા. ગયાતો મઠમાં બૌદ્ધ ભિક્ષુઓમાં કોરોના સંક્રમણ રોકાવાનું નામ જ નથી લઇ રહ્યું. મઠમાં 25 ફેબ્રુઆરીથી કોરોના સંક્રમણના મામલા સામે આવી રહ્યા છે.

મોટી વાત એ છે કે મઠમાં રહેનારા ભિક્ષુઓનો રિપોર્ટ હજી આવ્યો નથી. મઠમાં લગભગ 350 ભિક્ષુ અને સ્ટાફના સભ્યો રહે છે. જિલ્લામાં એક જ દિવસમાં 100 થી વધારે લોકો લાંબા સમય બાદ સંક્રમિત થયા છે. કાંગડાના મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ ગુરુદર્શન ગુપ્તાએ કહ્યુ કે હજી સુધી આરોગ્ય વિભાગના 330 બૌદ્ધ ભિક્ષુઓના સેમ્પલ લેવાયા છે. જેમાંથી 154 લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સંક્રમિત લોકોમાં એક મામલો ગંભીર હતો. જેમને ટાંડા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સીએમઓએ કહ્યુ કે મોનેસ્ટ્રીના જેટલા પણ લોકો છે તેમને મઠની અંદર જ રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દરેક સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. એમણે કહ્યું કે ગયાતો મઠમાં વધી રહેલા મામલાને કારણે પ્રશાસન દ્વારા કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

Next Article