મહારાષ્ટ્રમાં નૂપુર શર્માનું સમર્થન કરનાર યુવાન પર 15-20 લોકોએ કર્યો હુમલો, હાલત ગંભીર

|

Aug 07, 2022 | 8:09 AM

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માને સમર્થન આપવા બદલ યુવક પર હુમલાનો મામલો સામે આવ્યો છે.

મહારાષ્ટ્રમાં નૂપુર શર્માનું સમર્થન કરનાર યુવાન પર 15-20 લોકોએ કર્યો હુમલો, હાલત ગંભીર
Nupur Sharma (file photo)

Follow us on

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માને (Nupur Sharma)કથિત રીતે સમર્થન આપવા બદલ 15-20 લોકોના ટોળાએ 23 વર્ષના યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ઘટના શુક્રવારે મોડી સાંજે અહમદનગર (Ahmednagar) જિલ્લાના કર્જત શહેરની છે. હુમલામાં પીડિત પ્રતિક પવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હાલમાં તેને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે (Maharashtra Police) ચાર લોકોની ધરપકડ કરી છે.

આ કેસમાં પીડિતના પિતરાઈ ભાઈ પ્રજ્યોત પવારે જણાવ્યું કે પ્રતીક એક સામાજિક કાર્યકર છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ વગેરે લખે છે. તેણે ઉમેશ કોલ્હે અને કનૈયા લાલ વિશે પણ પોસ્ટ કર્યું હતું. દરમિયાન શુક્રવારે તે એકલો હતો ત્યારે 15-20 લોકોના ટોળાએ તેને માર માર્યો હતો. ટોળાએ તેના પર તલવાર અને છરી જેવા તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. તેણે કનૈયા લાલ અને ઉમેશ કોલ્હે વિશે પોસ્ટ કરવા અને નૂપુર શર્માને ટેકો આપવા માટે ધમકીભર્યા ફોન પણ આવ્યા હતા.

હુમલો કરતા કહ્યું- તમે નૂપુર શર્માને સમર્થન આપ્યું

પ્રજ્યોતે આ કેસની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તપાસની માંગ કરી હતી. પ્રજ્યોતે કહ્યું, “પ્રતિક ગંભીર રીતે ઘાયલ છે. અમે બધા ચિંતિત છીએ. અમે ઈચ્છીએ છીએ કે આ તપાસ NIA પાસે જાય.” દરમિયાન, મહારાષ્ટ્ર પોલીસે આ ઘટનાના સંબંધમાં કેસ નોંધ્યો હતો અને ચાર લોકોની ધરપકડ કરી હતી. અહેમદનગરના પોલીસ અધિક્ષક મનોજ પાટીલે જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં આ ઘટનાના સંબંધમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમને પીડિત પક્ષ તરફથી ફરિયાદ મળી છે. તેણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે પ્રતીક પવાર પર હુમલો કરતી વખતે કેટલાક આરોપીઓએ કહ્યું કે તેણે નૂપુર શર્માને ટેકો આપ્યો હતો.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

હુમલાખોર 7 લોકો અજાણ્યા, 8 લોકોની ઓળખ થઈ

એફઆઈઆરમાં, પ્રતિક પવારના મિત્ર એવા ફરિયાદીએ કહ્યું, “અમે 4થી (ઓગસ્ટ)ના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, અચાનક એક ભીડ આવી જેમાં 7-8 લોકો અજાણ્યા હતા અને 8 લોકોની ઓળખ થઈ હતી. તેમાંથી એકે અમારા પર હુમલો કર્યો અને પ્રતિકને કહ્યું, ‘તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો કે તમે નૂપુર શર્મા, કનૈયા લાલને સપોર્ટ કરો છો અને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સ્ટેટસ દ્વારા સંબંધિત માહિતી આપતા રહો છો, આના કારણે અન્ય ઘણા લોકો તેના સમર્થનમાં ઉભા થવા લાગ્યા. અમે તને ઉમેશ કોલ્હે જેવો બનાવીશું અને પછી પ્રતિક પર તલવાર વડે હુમલો કર્યો.

 

Published On - 8:08 am, Sun, 7 August 22

Next Article