AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘી ઘડિયાળ, વિદેશ પ્રવાસ, લગ્ઝરી લાઈફ સ્ટાઈલવાળા સમીર વાનખેડે પાછળ કેમ પડી છે CBI?

એસઆઈટીએ એ પણ શોધી કાઢ્યું હતું કે વાનખેડેએ જાણ કર્યા વિના બે વિદેશ યાત્રાઓ કરી હતી. વાનખેડે અને રેડકરે તે પ્રવાસો પર રૂ. 29.75 લાખ ખર્ચ્યા હતા, જ્યારે તેમની સંયુક્ત આવક રૂ. 45 લાખ હતી.

મોંઘી ઘડિયાળ, વિદેશ પ્રવાસ, લગ્ઝરી લાઈફ સ્ટાઈલવાળા સમીર વાનખેડે પાછળ કેમ પડી છે CBI?
Sameer Wankhede
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 5:46 PM
Share

વિવાદાસ્પદ IRS અધિકારી સમીર વાનખેડે (Sameer Wankhede) પર કથિત રીતે અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરવા બદલ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના દાયરામાં આવ્યા છે. આ જોતાં એવું લાગી રહ્યું છે કે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં આરોપ લગાવ્યો છે કે વાનખેડેએ 2 ઓક્ટોબર 2021ના રોજ અભિનેતા શાહરૂખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી, જેથી આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ફસાવવામાં ન આવે.

સીબીઆઈનો દાવો છે કે આ સોદો આખરે રૂ. 18 કરોડમાં સેટલ થયો હતો. 25 લાખનો પ્રથમ હપ્તો કિરણ ગોસાવીના સહયોગી સાન ડિસોઝાને આપવામાં આવ્યો હતો. તે સમયે વાનખેડે મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર હતા. ડિસેમ્બર 2021માં NCB દ્વારા રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (SIT)ના રિપોર્ટના આધારે CBI ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો: Maharashtra Politics: ‘શિંદે સરકાર નહીં પડે, ભલે 16 MLA…’, અજિત પવારનો ચોંકાવનારો દાવો, ઉદ્ધવ ઠાકરેનું વધશે ટેન્શન

મહારાષ્ટ્રના તત્કાલિન મંત્રી નવાબ મલિકે પણ વાનખેડે પર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના અનેક આક્ષેપો કર્યા હતા. મે 2022માં NCBને સુપરત કરવામાં આવેલા તેના અહેવાલમાં SITએ વાનખેડેની બહુવિધ વિદેશ યાત્રાઓ અને ભેટો તરફ ધ્યાન દોર્યું હતું, તે તારણ કાઢ્યું હતું કે તેણે સેવા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

મિત્ર પાસેથી લીધા પૈસા

SITને જાણવા મળ્યું કે સમીર વાનખેડેએ મુંબઈમાં રહેતા તેના મિત્ર વિરાજ રાજન પાસેથી 5.59 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. વાનખેડેએ સ્વીકાર્યું હતું કે તેણે માલદીવમાં રજાઓ ગાળવા માટે 2019માં લોન લીધી હતી. પાછળથી એ પણ પુષ્ટિ થઈ કે વાનખેડે અને તેમની કલાકાર પત્ની ક્રાંતિ રેડકર માલદીવ ગયા હતા. ત્યારબાદ તે તાજ એક્ઝોટિકા હોટેલમાં રોકાયો હતો. જો કે, વાનખેડેએ NCBને કહ્યું હતું કે તેણે તે મુસાફરીમાં રૂ. 5.59 લાખ નહીં પણ રૂ. 1.25 લાખનો ખર્ચ કર્યો હતો.

જ્યારે વિરલ રાજને એસઆઈટીને કહ્યું હતું કે વાનખેડેએ લોનની રકમ ચૂકવી દીધી છે, પરંતુ નવાબ મલિકના આરોપો સામે આવ્યા પછી જ SIT એ પણ તારણ કાઢ્યું હતું કે વાનખેડેએ તેના ઉપરી અધિકારીઓથી તેની વિદેશ યાત્રાની માહિતી છુપાવીને સેવા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

ઘડિયાળનો વેપારી

તે દરમિયાન એસઆઈટીએ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે સમીર વાનખેડેએ કેટલાક અજાણ્યા કારણોસર વિરાજ રાજનને ચાર મોંઘી ઘડિયાળો ઓછી કિંમતે વેચી હતી. એસઆઈટીએ તે ઘડિયાળોનું લિસ્ટ આ પ્રમાણે છે:

  • કાર્ટિયર: મૂળ કિંમત રૂ. 10.60 લાખ; 6.40 લાખમાં વેચવામાં આવી હતી.
  • ટેગ હ્યુઅર: મૂળ કિંમત રૂ. 1.68 લાખ; 40,000માં વેચી.
  • ટેગ હ્યુઅર: મૂળ કિંમત રૂ. 1.10 લાખ; 30,000માં વેચી
  • ઓમેગા: મૂળ કિંમત રૂ. 1 લાખ; 30,000માં વેચી
  • વિરાજ રાજને એસઆઈટીને એમ પણ જણાવ્યું કે તેણે આ રકમ ક્રાંતિ રેડકરના નામે ચેક દ્વારા ચૂકવી હતી.

તપાસમાં શું છે અંતર?

SITને તપાસમાં જાણવા મળ્યું કે સમીર વાનખેડેએ 2018માં 17.40 લાખ રૂપિયામાં રોલેક્સ ઘડિયાળ ખરીદી હતી. જ્યારે તેણે દાવો કર્યો હતો કે રેડકરે તેને ઘડિયાળ ભેટમાં આપી હતી. જ્યારે SITએ રેડકરના ત્રણ વર્ષના આવકવેરા રિટર્નની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ સમયગાળા દરમિયાન તેમની ચોખ્ખી આવક 21 લાખ રૂપિયા હતી.

એસઆઈટીએ એ પણ શોધી કાઢ્યું હતું કે વાનખેડેએ જાણ કર્યા વિના બે વિદેશ યાત્રાઓ કરી હતી. વાનખેડે અને રેડકરે તે પ્રવાસો પર રૂ. 29.75 લાખ ખર્ચ્યા હતા, જ્યારે તેમની સંયુક્ત આવક રૂ. 45 લાખ હતી.

શું લાંચના આરોપો સાબિત થશે?

જોકે, મુંબઈ પોલીસના એક સૂત્રના જણાવ્યા અનુસાર સીબીઆઈને કોર્ટમાં સમીર વાનખેડે સામે લાંચનો આરોપ સાબિત કરવામાં મુશ્કેલી પડી શકે છે, કારણ કે આ આરોપ ગોસિપ પર આધારિત છે. સાક્ષી કિરણ ગોસાવીએ કથિત રીતે શાહરૂખ ખાનની સેક્રેટરી પૂજા દદલાનીને કહ્યું હતું કે આર્યનને છોડાવવા માટે વાનખેડે 25 કરોડ રૂપિયાની લાંચ માંગી રહ્યો હતો. જ્યારે વાનખેડેની આ માગણી કે IRS અધિકારી અને દદલાની વચ્ચેની વાતચીતના કોઈ નક્કર પુરાવા નથી.

સેમ ડિસોઝાના જણાવ્યા અનુસાર, 4 ઓક્ટોબર, 2021ના રોજ દદલાનીએ તેમને લાંચના પ્રથમ હપ્તા તરીકે 25 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ડિસોઝાએ અગમ્ય કારણોસર તરત જ પૈસા પરત કર્યા. બીજી તરફ મુંબઈ પોલીસના એક સૂત્રનું કહેવું છે કે દદલાની સામે જાહેર સેવકને લાંચ આપવાનો કોઈ કેસ નથી, વાસ્તવમાં આ હકીકત વાનખેડેની તરફેણમાં જઈ શકે છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">