જાણો છો, સંજય રાઉત પાસે કેટલા કરોડ રૂપિયા છે ? એ ક્યો કેસ છે જેના કારણે EDએ પાઠવી છે નોટિસ

Sanjay Raut Net Worth: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શિવસેનાના નેતા સંજય રાઉતને નોટિસ પાઠવી છે. તેમને પ્રવીણ રાઉત અને પાત્રા ચાલ કેસને લઈને નોટિસ આપવામાં આવી છે.

જાણો છો, સંજય રાઉત પાસે કેટલા કરોડ રૂપિયા છે ? એ ક્યો કેસ છે જેના કારણે EDએ પાઠવી છે નોટિસ
Sanjay Raut, Shivsena MP
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jun 27, 2022 | 2:00 PM

મહારાષ્ટ્રના રાજકીય સંઘર્ષ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શિવસેનાના નેતા સંજય રાઉતને (Sanjay Raut) નોટિસ પાઠવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવિણ રાઉત (Praveen Raut) અને પાત્રા ચાલ કેસમાં સંજય રાઉતને નોટિસ પાઠવવામાં આવી છે. EDની નોટિસ મળ્યા બાદ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને હવે સંજય રાઉતના રાજકીય સમીકરણની સાથે તેમની પ્રોપર્ટીની પણ ચર્ચા થઈ રહી છે. લોકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સમગ્ર મામલો શું છે, જેના સંદર્ભમાં EDએ પૂછપરછ માટે નોટિસ જાહેર કરી છે. આવી સ્થિતિમાં જાણો સંજય રાઉત કેટલી સંપત્તિના માલિક છે અને એ કયો મામલો છે જેમાં સંજય રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) નોટિસ ફટકારી છે.

સંજય રાઉતે રાજ્યસભાની ચૂંટણી માટે શિવસેનાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમણે એફિડેવિટમાં પોતાની સંપત્તિ જાહેર કરી હતી. તે દરમિયાન સંજય રાઉત દ્વારા આપવામાં આવેલી પ્રોપર્ટી અનુસાર તેઓ રૂપિયા 21.14 કરોડની પ્રોપર્ટીના માલિક છે. તેમના સોગંદનામા મુજબ, સંજય રાઉત પાસે 1,55,872 રૂપિયા રોકડા છે અને બેંકમાં 1,93,55,809 રૂપિયા છે. જ્યારે, સંજય રાઉતની પત્ની વર્ષા પાસે 39,59,500 રૂપિયાનું 729.30 ગ્રામ સોનું અને 1.30 લાખ રૂપિયાની 1.82 કિલો ચાંદી છે. આ સિવાય સંજય રાઉત પાસે એક કાર અને બે રિવોલ્વર પણ છે.

આ ઉપરાંત સંજય રાઉત પાસે અલીબાગમાં ખેતીની જમીન પણ છે. તેમની પત્નીએ 2014માં પાલઘરમાં 0.73 એકર જમીન ખરીદી હતી અને આજે આ પ્લોટની કિંમત 9 લાખ રૂપિયા છે. રાઉત પાસે 2.20 કરોડના નોન એગ્રીકલ્ચર પ્લોટ છે. રાઉત પાસે દાદર, ભાંડુપ અને આરે મિલ્ક કોલોનીમાં પ્લોટ છે. તેમની પાસે 6.67 કરોડ અને તેમની પત્ની પાસે 5.05 કરોડની વ્યવસાયિક સંપત્તિ છે. આ સિવાય તેમની સામે નાના મોટા કુલ 29 ગુન્હાના કેસ છે.

શું છે પ્રવીણ રાઉત અને પાત્રા ચાલ કેસ?

સંજય રાઉતને જે કેસમાં નોટિસ આપવામાં આવી છે તેની વાત કરીએ તો તે પ્રવીણ રાઉત અને પાત્રા ચાલ જમીનનો મામલો છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, અગાઉ EDએ સંજય રાઉતની પત્નીની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. આ સિવાય તે દરમિયાન પ્રવીણ રાઉતની 9 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી હતી. પાત્ર ચાલ જમીન કૌભાંડ કેસની તપાસ કરી રહેલી EDને ફેબ્રુઆરીમાં ખબર પડી કે પ્રવીણ રાઉતે તેની પત્નીના ખાતામાંથી વર્ષાને 55 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. EDએ એમ પણ કહ્યું હતું કે સંજય રાઉત અને તેના સહયોગીઓની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે હોટેલમાં રહેવાની સગવડ અને ટિકિટ બુક કરવામાં આવી હતી.

અહેવાલો અનુસાર, જો આપણે આ કેસની વાત કરીએ તો, 1,034 કરોડ રૂપિયાનું પાત્રા ચાલ જમીન કૌભાંડ છે. પાત્રા ચાલ મુંબઈના ગોરેગાંવમાં આવેલી છે અને તે મ્હાડાનો પ્લોટ છે. આ કેસમાં આરોપ છે કે પ્રવીણ રાઉતની કંપની ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને આ જમીનનો કેટલોક હિસ્સો ખાનગી બિલ્ડરોને વેચી દીધો હતો. એવો પણ આરોપ છે કે પ્રવીણ રાઉતે પાત્રા ચાલમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી છે.

કહેવાય છે કે જે કંપનીને કામ મળ્યું તેણે 3000 ફ્લેટ બનાવવાના હતા, જેમાંથી 672 ફ્લેટ અહીંના ભાડૂઆતને આપવાના હતા. પરંતુ કામ નિયમાનુસાર થયું ના હતું અને પ્લોટના ઘણા ભાગ અન્ય ખાનગી બિલ્ડરોને આપી દેવાયો હતા. ED દ્વારા અટેચ કરવામાં આવેલી પ્રોપર્ટીમાં પ્રવીણ રાઉત પાસે અલીબાગમાં 8 પ્લોટ અને વર્ષા રાઉતના ફ્લેટ છે. આ કેસમાં પ્રવીણ રાઉતની ધરપકડ થઈ ચૂકી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati