શું વાત છે અદ્ભૂત! પાલખીમાં બેસાડીને અને દુધથી અભિષેક કરી માતાઓનું કરાયુ સમ્માન

શું વાત છે અદ્ભૂત! પાલખીમાં બેસાડીને અને દુધથી અભિષેક કરી માતાઓનું કરાયુ સમ્માન

કળયુગમાં કયો પુત્ર-તેની માતાને પાલખીમાં બેસાડીને દૂધથી પગ ધોઈને તેમનું સન્માન કરે છે. ભાગ્યે જ કોઈ કરતું હશે

Neeru Zinzuwadia Adesara

| Edited By: Kunjan Shukal

Feb 05, 2021 | 11:50 PM

કળયુગમાં કયો પુત્ર-તેની માતાને પાલખીમાં બેસાડીને દૂધથી પગ ધોઈને તેમનું સન્માન કરે છે. ભાગ્યે જ કોઈ કરતું હશે. ઉલટાનું આજકાલ ઘણા પુત્રો અને પુત્રવધૂ તેમના વડીલ માતા-પિતાને એક ભાર ગણે છે. લોકો ભૂલી જાય છે કે માતાના ખોળામાં એક સંપૂર્ણ બ્રહ્માંડ છે. મુંબઈના જુદા-જુદા ક્ષેત્રોથી આવેલા માતાઓના સમ્માનમાં એક અનોખો સ્ટાર સમ્માન કાર્યક્રમ યોજાયો.

What a wonderful thing! Respect for mothers by sitting on a palanquin and being anointed with milk

આ કાર્યક્રમમાં લિજ્જત પાપડના ફાઉન્ડર, જસવંતીબેન જમનાદાસ પોપટનું પણ સમ્માન કરાયું. તેમણે પાલખીમાં બેસાડીને તેમનું સ્વાગત કરાયું અને ત્યારબાદ દૂધથી તેમના ચરણ ધોઈ તેમનું સમ્માન કરાયુ. મુંબઈના જુહૂ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં 105 વર્ષના માતાનું સમ્માન કરાયુ જેમણે કોરોનાને માત આપી છે.

આમ અહીં આવા કુલ 15 માતાઓનું સમ્માન કરાયું, જે પોતાના જીવનમાં સંધર્ષ કરી પોતાનું નામ બનાવ્યું છે અને સમાજમાં દરેકને પ્રોત્સાહન કરવા એક દાખલો રજુ કર્યો છે. મુંબઈના અગ્રણી સમાજસેવી હાર્દિક હુંડિયા છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરે છે અને સમ્માનના પાત્ર માતાઓનું અનોખા અંદાજમાં સ્વાગત કરે છે.

આ પણ વાંચો: ખિચડીના જેડી મજેઠીયાએ આ રીતે કરી જન્મદિવસની ઉજવણી, રિટર્ન ગિફ્ટ જોઈને ચોંકી જશો!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati