બાંદ્રા ટર્મિનસ-બાડમેર સ્પેશિયલ ટ્રેનથી ગુજરાતના આ શહેરોના મુસાફરોને થશે ફાયદો

|

Dec 28, 2021 | 8:37 PM

Western Railway : 31મી ડિસેમ્બર 2021થી ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ એલએચબી રેક સાથે ચાલશે

બાંદ્રા ટર્મિનસ-બાડમેર સ્પેશિયલ ટ્રેનથી ગુજરાતના આ શહેરોના મુસાફરોને થશે ફાયદો
Western Railway to run special trains on special fares between Bandra Terminus and Barmer

Follow us on

AHMEDABAD : મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને સંતોષવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને બાડમેર વચ્ચે 31મી ડિસેમ્બર, 2021થી વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09037/09038 બાંદ્રા ટર્મિનસ – બાડમેર સ્પેશિયલ [16 ટ્રિપ્સ]

ટ્રેન નંબર 09037 બાંદ્રા ટર્મિનસ – બાડમેર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર શુક્રવારે 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.45 કલાકે બાડમેર પહોંચશે. આ ટ્રેન 31 ડિસેમ્બર, 2021 થી 18 ફેબ્રુઆરી, 2022 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09038 બાડમેર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર શનિવારે બાડમેરથી 21.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 1 જાન્યુઆરીથી 19 ફેબ્રુઆરી 2022 સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાનીવારા, મારવાડ ભીનમાલ, મોડરન, જાલોર, મોકલસર, સમદરી, બલોત્રા અને બાયતુ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર અને સ્લીપર ક્લાસ કોચ છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ટ્રેન નંબર 09037 માટે બુકિંગ 29મી ડિસેમ્બર,2021થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

ટ્રેનના સ્ટોપેજ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને SOPsનું પાલન કરવા વિનંતી કરી છે.

31મી ડિસેમ્બર 2021થી ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ એલએચબી રેક સાથે ચાલશે

પશ્ચિમ રેલવેએ મુસાફરોની વધુ સુવિધા અને આરામદાયક મુસાફરી માટે ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનને LHB રેક સાથે ચલાવવાનો નિર્ણય કર્યો છે. જે આ પ્રમાણે છે:-

31મી ડિસેમ્બર 2021થી ટ્રેન નંબર 12993 ગાંધીધામ-પુરી અને 3જી જાન્યુઆરી 2022થી  ટ્રેન નંબર 12994 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન એલએચબી રેક સાથે દોડશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર-રાજકોટ વિભાગમાં રેલવેના ડબલ ટ્રેકની કામગીરીના લીધે 4 ટ્રેન રદ્દ, 9 ટ્રેનોને અસર, જાણો કઈ ટ્રેન રદ્દ થઇ

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, નવા 394 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1420 થયા, ઓમિક્રોનના નવા 5 કેસ

Next Article