Maharashtra Political Crisis: મમતા બેનર્જીની તીખી ઓફર – બળવાખોર ધારાસભ્યોને આસામને બદલે બંગાળ મોકલો, અમે તેમનું સારી રીતે સ્વાગત કરીશું

|

Jun 23, 2022 | 7:20 PM

ભાજપ પર પ્રહાર કરતા મમતા બેનર્જીએ ( Mamta Banerjee) કહ્યું કે મહારાષ્ટ્ર (Maharashtra) બાદ તેઓ અન્ય સરકારોને પણ પાડી દેશે. ટીએમસી લોકો માટે અને બંધારણ માટે ન્યાય ઈચ્છે છે.

Maharashtra Political Crisis: મમતા બેનર્જીની તીખી ઓફર - બળવાખોર ધારાસભ્યોને આસામને બદલે બંગાળ મોકલો, અમે તેમનું સારી રીતે સ્વાગત કરીશું
Mamata Banerjee

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra Political Crisis) ચાલી રહેલી રાજકીય ઘટનાક્રમ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું ‘અમે ઉદ્ધવ ઠાકરે અને દરેક માટે ન્યાય ઈચ્છીએ છીએ. સીએમ બેનર્જીએ કહ્યું કે આજે ભાજપ સત્તામાં છે. તે વધુ પૈસા, બાહુબળ, માફિયા પાવરનો ઉપયોગ કરી રહી છે. મમતા બેનર્જીએ કહ્યું કે એક દિવસ તમારે પણ જવું પડશે. સીએમ મમતાએ ટોણો મારતા કહ્યું કે કોઈ તમારી પાર્ટીને પણ તોડી શકે છે.

મમતા બેનર્જીએ કહ્યું, ટીએમસી દરેક લોકો માટે ન્યાય ઈચ્છે છે

મહારાષ્ટ્રમાં ધારાસભ્યોના બળવા પર મમતા બેનર્જીએ કહ્યું કે આ ખોટું છે. તેઓ આ ઘટનાનું સમર્થન કરતા નથી. તેમણે કહ્યું કે આસામને બદલે બળવાખોર ધારાસભ્યોને બંગાળમાં મોકલો, અમે તેમને સારું આતિથ્ય આપીશું. ભાજપ પર પ્રહાર કરતા મમતા બેનર્જીએ કહ્યું કે મહારાષ્ટ્ર બાદ તેઓ અન્ય સરકારોને પણ પાડી દેશે. ટીએમસી લોકો માટે અને બંધારણ માટે ન્યાય ઈચ્છે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે, શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદે બળવાખોર બન્યા છે. તેમણે શિવસેના સામે 2 શરતો મુકી છે, જેમાં પહેલી એ છે કે શિવસેનાએ મહાવિકાસ અઘાડી સરકારમાંથી બહાર આવી જવું જોઈએ અને બીજી શરત એ કે ભાજપ સાથે સરકાર બનાવવામાં આવે. જો કે આ તરફ શિવસેના નેતા સંજય રાઉત તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે શિવસેના મહા વિકાસ અઘાડીમાંથી બહાર આવવા તૈયાર છે.

શરત એવી છે કે શિંદે જૂથના તમામ ધારાસભ્યો આગામી 24 કલાકમાં મુંબઈ પાછા ફરે અને સત્તાવાર રીતે સીએમ ઉદ્ધવ ઠાકરેની સામે બેસીને વાત કરે. શિવસેનાના 55 ધારાસભ્યોમાંથી 42 ધારાસભ્યોએ થોડા સમય પહેલા ગુવાહાટીમાં પ્રદર્શન કર્યું હતું અને ‘એકનાથ શિંદે આગળ વધો, અમે તમારી સાથે છીએ’ના નારા લગાવ્યા હતા. આવી સ્થિતિમાં શિવસેનાના અસ્તિત્વને બચાવવા માટે સંજય રાઉતે મહા વિકાસ અઘાડીમાંથી બહાર આવવાનો સંકેત આપ્યો છે.

આ દરમિયાન સૂત્રોના હવાલાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે જૂથે પણ તેનો જવાબ સંજય રાઉતને મોકલી દીધો છે. શિંદે જૂથનું કહેવું છે કે પહેલા શિવસેના મહા વિકાસ આઘાડીમાંથી બહાર આવે, પછી અમને મુંબઈ બોલાવે.

Published On - 7:19 pm, Thu, 23 June 22

Next Article