Mumbai Rain: મુંબઈમાં શરૂ થયો વરસાદ, IMDએ જાહેર કર્યું યલો એલર્ટ, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે મૂશળધાર વરસાદની આગાહી સાથે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ પછી ભારે ઠંડી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

Mumbai Rain: મુંબઈમાં શરૂ થયો વરસાદ, IMDએ જાહેર કર્યું યલો એલર્ટ, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી
Heavy rains in Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 6:43 PM

કમોસમી વરસાદે ફરી એકવાર લોકોને છત્રી બહાર કાઢવાની ફરજ પાડી છે. મુંબઈમાં (Mumbai) આજે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ, થાણે, પાલઘર જિલ્લામાં રાતથી જ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે (IMD) આજે ​​(બુધવાર, 1 ડિસેમ્બર) મુંબઈ શહેરમાં ભારે વરસાદની (heavy rains) આગાહી કરી છે. હવામાન વિભાગે વરસાદ માટે યલો એલર્ટ (yellow alert) જાહેર કર્યું છે.

આ વર્ષે નવેમ્બર મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા 10 વર્ષમાં બીજી વખત નવેમ્બરમાં આટલો વરસાદ નોંધાયો છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં લગભગ 30.1 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને માલદીવ, લક્ષદ્વીપના વિસ્તારમાં ચક્રવાતની રચનાને કારણે વરસાદ પડી રહ્યો છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

પૂર્વોત્તર અરબી સમુદ્ર અને તેની નજીકના ગુજરાત પ્રદેશમાં બનેલા નીચા દબાણના વિસ્તાર ચક્રવાતી હવાઓના ક્ષેત્રો સાથે ઈન્ટરેક્ટ કરી રહ્યા છે. આ સાથે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં પણ લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠે નીચા સ્તરે ટ્રફ રેખા પણ ચાલી રહી છે.

મુંબઈથી દહાણુ સુધી, કોંકણથી જલગાંવ, ધુલે, નંદુરબાર સુધી મુશળધાર વરસાદની આગાહી

આ કારણે હવામાન વિભાગે મુંબઈથી દહાણુ અને રત્નાગિરી સહિત કોંકણના દરિયાકાંઠે વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં આગામી 24 કલાક સુધી ભારે વરસાદની સંભાવના છે. કોંકણ વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે. આ સિવાય જલગાંવ, ધુલે, નંદુરબાર અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે.

માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ 

મુશળધાર વરસાદની સંભાવનાને કારણે હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી મહારાષ્ટ્ર અને ગોવાના દરિયામાં માછીમારી ન કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત પાંચ દિવસ સુધી દરિયામાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ કારણોસર ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આજે મુશળધાર વરસાદ, આગામી ત્રણ દિવસ સુધી કમોસમી ઝરમર ચાલુ રહેશે, ત્યારબાદ તીવ્ર ઠંડી પડશે

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે મૂશળધાર વરસાદની આગાહી સાથે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ પછી ભારે ઠંડી પડશે. હવામાન વિભાગે આ સ્પષ્ટતા કરી છે.

આ પણ વાંચો :  Crime News: પત્નીના રંગરેલીયા જોવા કરતા ડોક્ટર પતિએ કર્યું મોતને વ્હાલુ, સાસુ પણ આપતી હતી દીકરીને સાથ

g clip-path="url(#clip0_868_265)">