Narayan Rane : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને શિવસેના વચ્ચે થયેલી રાજકીય ધમાસાણ બાદ રત્નાગિરીના ગાર્ડિયન પ્રધાન અનિલ પરબની (Anil Parab) એક વિડીયો ક્લિપ સામે આવી છે, જેમાં તે પોલીસ અધિકારીઓને વિલંબ કર્યા વગર રાણેની ધરપકડ કરવાનો આદેશ આપે છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે એક પત્રકાર પરિષદ (Press Conference) દરમિયાન સામે આવેલી આ વીડિયો ક્લિપમાં ગાર્ડિયન મંત્રી પરબ પોલીસ સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે.
તમે રાણેની અટકાયત કરી છે કે નહીં ?
વીડિયોમાં તે વાતચીત કરતા જણાવી રહ્યા છે કે, તમે લોકો શું કરી રહ્યા છો ? તમારે તે કરવાની જરૂર છે…. તમે તેની અટકાયત કરી છે કે નહીં ?… તેઓ કયા આદેશની માગ કરી રહ્યા છે ? …હાઇકોર્ટ અને સેશન્સ કોર્ટે (Sessions Court) તેની જામીન અરજી નામંજૂર કરી છે, જેથી હવે પોલીસ બળનો ઉપયોગ કરો, તેવી વાતચીત કરતા જોવા મળી રહ્યા છે.
ઉપરાંત પરબની બાજુમાં બેઠેલા શિવસેનાના ધારાસભ્ય ભાસ્કર જાધવ (Bhaskar Jadhav) પણ એમ કહેતા સાંભળવા મળે છે કે, પોલીસે હજુ સુધી રાણેની અટકાયત કરી નથી. ત્યારે પરબ તે ધારાસભ્યને જણાવે છે કે, “તે પોલીસ દ્વારા ઘેરાયેલો છે, પોલીસ તેને હવે બહાર લાવશે.”
જો કે બાદમાં મીડિયાકર્મીઓએ અનિલ પરબને (Anil Parab) રાણેની ધરપકડ અંગે પૂછ્યું, ત્યારે પરબે જણાવ્યુ કે તેમની પાસે સંપૂર્ણ માહિતી નથી અને તેઓ કંઈ પણ કહી શકતા નથી.હાલ નારાયણ રાણે અને શિવસેનાના રાજકીય ધમાસાણ વચ્ચે આ વીડિયો સામે આવતા રાજકારણ ગરમાયુ છે.
આ પણ વાંચો: Narayan Rane : નિતેશ રાણેએ ફિલ્મી અંદાજમાં શિવસેનાને આપી ચેતવણી !
Published On - 2:12 pm, Wed, 25 August 21