AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉદ્ધવ ઠાકરેના ભત્રીજાએ પણ સીએમ શિંદે સાથે હાથ મિલાવ્યા, પુષ્પગુચ્છ સાથે મળવા પહોંચ્યા

સ્વાભાવિક છે કે ધારાસભ્યો, સાંસદો અને પરીવારના પણ અમુક સભ્યો પછી હવે એકનાથ શિંદેને (CM Eknath Shinde) સમર્થન જાહેર કરનારા નિહાર ઠાકરે શિવસેના પર એકનાથ શિંદેનો દાવો મજબૂત કરવા જઈ રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરેના ભત્રીજાએ પણ સીએમ શિંદે સાથે હાથ મિલાવ્યા, પુષ્પગુચ્છ સાથે મળવા પહોંચ્યા
Nihar Thackeray & Eknath Shinde
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 7:55 AM
Share

બે દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) ભાઈ જયદેવ ઠાકરેના પત્ની મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં સીએમ એકનાથ શિંદેને (CM Eknath Shinde) મળ્યા હતા. ફૂલોનો ગુલદસ્તો આપ્યો. શિવસેના (Shiv Sena) માટે તેમના યોગદાનની પ્રશંસા કરી. બે દિવસ પછી, ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ બિંદુ માધવ ઠાકરેના પુત્ર નિહાર ઠાકરે શુક્રવારે (29 જુલાઈ) ના રોજ સીએમ શિંદેને મળ્યા અને તેમને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કરી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સીએમ શિંદે તેમના દાદા બાળાસાહેબ ઠાકરેના વિચારોને વધુ સારી રીતે આગળ લઈ જઈ રહ્યા છે.

નિહાર ઠાકરે માત્ર બાળાસાહેબ ઠાકરેના પૌત્ર જ નથી પરંતુ ભાજપના નેતા અને 1995 થી 2009 સુધી મંત્રી રહી ચુકેલા હર્ષવર્ધન પાટીલના જમાઈ પણ છે. થોડા સમય પહેલા જ તેમના લગ્ન હર્ષવર્ધન પાટીલની પુત્રી અંકિતા પાટીલ સાથે થયા છે. શુક્રવારે સીએમ શિંદે સાથેની તેમની મુલાકાતને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. ઠાકરે પરિવારના એક પછી એક સભ્યોની સીએમ શિંદે સાથેની મુલાકાત ઉદ્ધવ ઠાકરે માટે ચિંતા વધારી રહી છે.

ઠાકરે પરિવારના વધુ એક સભ્યનો રાજકારણમાં પ્રવેશ, ઉદ્ધવ માટે ખતરાની ઘંટડી

સ્વાભાવિક છે કે ધારાસભ્યો, સાંસદો અને પરીવારના પણ અમુક સભ્યો પછી હવે એકનાથ શિંદેને સમર્થન જાહેર કરનારા નિહાર ઠાકરે શિવસેના પર એકનાથ શિંદેનો દાવો મજબૂત કરવા જઈ રહ્યા છે. હવે તે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે ઠાકરે પરિવારના કેટલાક સભ્યો આગામી ભવિષ્યમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય થશે.

રાજકીય ખેંચતાણ વચ્ચે શિવસેના પર અધિકાર કોનો ?

ઉલ્લેખનીય છે કે, શિવસેનામાં આંતરિક બળવા પછી એકનાથ શિંદે સતત દાવો કરી રહ્યા છે અને કહી રહ્યા છે તેઓ જ અસલી શિવસેના છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે કહી રહ્યા છે કે, આ ભાજપનુ શિવસેનાને ખતમ કરવાનું ષડયંત્ર છે. આ અંગે ચૂંટણીપંચે બંનેને 8 ઓગસ્ટ સુધીમાં દસ્તાવેજ રજુ કરવા કહ્યુ હતુ. જેના પર ઉદ્ધવ ઠાકરેની આગેવાની વાળા જુથે વાંધો ઉઠાવ્યો હતો અને મામલો કોર્ટમાં પહોચ્યો છે. જેના પર આગામી 1 ઓગસ્ટે સુનાવણી થાય તેવી સંભાવના છે. ત્યારે મહારાષ્ટ્રમાં આગામી સમય રાજકીય ડ્રામાથી ભરપુર હશે. તેમજ કોનો દાવો સાચો પુરવાર થાય છે તેના પર સૌ કોઈની નજર છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">