શિવસેના ઉદ્ધવ ઠાકરેની કે એકનાથ શિંદેની ? સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

|

Aug 03, 2022 | 8:53 AM

ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેની રાજકીય લડાઈ ઉપરાંત કાનુની લડાઈ સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહી છે. શિંદે જૂથના ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ કરતી ઉદ્ધવ જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

શિવસેના ઉદ્ધવ ઠાકરેની કે એકનાથ શિંદેની ? સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
Eknath Shinde and Uddhav Thackeray (file photo)

Follow us on

મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યા બાદ હવે શિવસેના ઉપર એકનાથ શિંદે (Eknath Shinde ) અને ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray )  દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંનેના પોતપોતાના દાવા શિવસેના અને તેના પ્રતિક ઉપર કર્યાં છે. બંને જૂથની લડાઈ સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહી છે. શિંદે જૂથના ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ કરતી ઉદ્ધવ જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરાશે. શિવસેના ( Shiv Sena) અને શિવસેના વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે તમામ અરજીકર્તાઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આપેલી તારીખ મુજબ આજે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.

આજની સુનાવણીમાં નિર્ણય અપેક્ષિત છે કે શું ધારાસભ્યની ગેરલાયકાતનો કેસ નિર્ણય માટે વિધાનસભાના અધ્યક્ષને મોકલવામાં આવશે અથવા આ બાબતની સુનાવણી ત્રણ સભ્યોની અથવા બંધારણીય બેંચ દ્વારા કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી શિંદેને આ મુદ્દે પુરાવા રજૂ કરવા માટે 8 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે, કે અસલી શિવસેના કોની છે. તેથી, ચૂંટણી પંચ સમક્ષની કાર્યવાહી પર રોક લગાવવાની ઉદ્ધવ ઠાકરે જૂથની માંગ પર કોર્ટ વચગાળાનો આદેશ આપી શકે છે.

આ દરમિયાન 20 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે કેટલાક મહત્વના મુદ્દા ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું, “આ મામલો અત્યંત સંવેદનશીલ છે, કલમ 32 હેઠળ, બંને જૂથોએ અગાઉ હાઈકોર્ટમાં જવું જોઈતું હતું. આ મામલાની સુનાવણી બંધારણીય બેંચ સમક્ષ થવી જોઈએ.” જે બાદ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે સુનાવણી 1 ઓગસ્ટના રોજ થશે. પરંતુ, હવે આ સુનાવણી 3 ઓગસ્ટે એટલે કે આજે થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શું છે સમગ્ર મામલો?

એકનાથ શિંદેએ શિવસેનાના 39 ધારાસભ્યોના સમર્થન સાથે બળવો કર્યો હતો. પહેલા સુરત પછી ગુવાહાટી તેમનું નિવાસસ્થાન બન્યું. ત્યારે શિવસેના દ્વારા શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસ સામે શિંદે ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં રીટ કરી હતો. જ્યારે ઉદ્ધવ જૂથે માંગ કરી છે કે શિવસેનાથી અલગ થયેલા શિંદે જૂથને બંધારણની દસમી સૂચિ અને સત્તામાં આવેલી સરકારની જોગવાઈઓ અનુસાર અન્ય કોઈપણ પક્ષમાં જોડાવા માટે ગેરલાયક ઠેરવવામાં આવે. તેમના સમર્થન સાથે ગેરબંધારણીય જાહેર કરવું જોઈએ. શિવસેનાએ આ મોટી માંગ સહિત અનેક બાબતોને પડકારતી અરજી દાખલ કરી છે.

 

 

Next Article