ભાજપના વિરોધ બાદ ઉદ્ધવ સરકારનું મોટું પગલું, 60 હજાર સોસાયટીઓને મોકલવામાં આવેલી નોન-એગ્રીકલ્ચરલ ટેક્સ નોટિસ પાછી ખેંચી

|

Mar 22, 2022 | 11:34 PM

મુંબઈ ઉપનગરની લગભગ 60 હજાર રહેણાંક સોસાયટીઓને સરકારના મહેસૂલ વિભાગ દ્વારા બિનખેતી કરની નોટિસ મોકલવામાં આવી હતી. જ્યારે બિલ્ડરે ઉપનગરમાં ચાલ કે બિલ્ડીંગ બાંધતી વખતે આ વેરો પહેલેથી જ ભરી દીધો હતો.

ભાજપના વિરોધ બાદ ઉદ્ધવ સરકારનું મોટું પગલું, 60 હજાર સોસાયટીઓને મોકલવામાં આવેલી નોન-એગ્રીકલ્ચરલ ટેક્સ નોટિસ પાછી ખેંચી
CM Uddhav Thackeray

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) મહેસૂલ પ્રધાન બાલાસાહેબ થોરાટે મંગળવારે ગૃહમાં મુંબઈ ઉપનગરોમાં રહેણાંક સોસાયટીઓને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી બિન-કૃષિ કરની નોટિસને આજે સ્થગિત કરી દીધી હતી. મંત્રી થોરાટે આ મામલે કમિટી બનાવવાનો આદેશ પણ આપ્યો છે. કમિટીને આ વિષય પર વધુ કવાયત કરીને નિયમોમાં કેવી રીતે ફેરફાર કરી શકાય તે અંગેનો અહેવાલ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. ભાજપના ધારાસભ્ય આશિષ શેલારે ગૃહમાં આ વિષય પર ધ્યાન દોરવા માટે દરખાસ્ત રજૂ કરી હતી. મુંબઈ ઉપનગરની લગભગ 60 હજાર રહેણાંક સોસાયટીઓને સરકારના મહેસૂલ વિભાગ દ્વારા બિનખેતી કરની નોટિસ મોકલવામાં આવી હતી. જ્યારે બિલ્ડરે ઉપનગરમાં ચાલ કે બિલ્ડીંગ બાંધતી વખતે આ વેરો પહેલેથી જ ભરી દીધો હતો.

ગૃહમાં બોલતા આશિષ શેલારે સરકારને એક જ સવાલ કર્યો હતો કે અધિકારીઓ આ ટેક્સની વારંવાર નોટિસો કેમ મોકલે છે? આ નોટિસ દ્વારા લગાવવામાં આવેલો ટેક્સ 1500 ટકાથી વધુનો દર છે જે અપરાધ છે. એક તરફ જ્યાં કોવિડે લોકોની કમર તોડી નાખી છે, ત્યાં આટલા 1500 ટકાથી વધુ દરે ટેક્સ વસૂલવો એ કયો ન્યાય છે?

તમામ નોટિસો પાછી ખેંચી લેવાનો આદેશ

શેલારની આ દરખાસ્તને સમર્થન આપતાં તમામ પક્ષોના ધારાસભ્યોએ સરકાર પાસે માંગણી કરી હતી કે આ ટેક્સ નોટિસ પાછી ખેંચી લેવામાં આવે અને આ પ્રકારનો ટેક્સ હંમેશ માટે બંધ કરવામાં આવે. શેલારે ગૃહમાં એવો પ્રશ્ન પણ પૂછ્યો હતો કે જો મુંબઈ શહેરમાં રહેણાંક સોસાયટીએ આવો કોઈ ટેક્સ ભરવો પડતો નથી તો મુંબઈ ઉપનગરના લોકો પર આ ટેક્સ શા માટે લાદવામાં આવ્યો? શું આ અન્યાય નથી?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મહેસૂલ મંત્રીએ તેના જવાબમાં આ તમામ નોટિસો તાત્કાલિક પરત લેવાનો આદેશ આપ્યો છે. આ સાથે એક કમિટીની રચના કરીને નિયમોમાં ફેરફાર કરવા માટે રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગૃહે મહાવિકાસ અઘાડીના આ નિર્ણયનું જોરદાર સ્વાગત કર્યું છે.

સંજય રાઉતને પડકાર

ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરે શિવસેના સાંસદ સંજય રાઉત પર નિશાન સાધ્યું છે. સંજય રાઉત હાલમાં મહારાષ્ટ્રમાં ફરતા લોકો અને ખેડૂતોને મળી રહ્યા છે. આ અંગે પડલકરે પડકાર ફેંક્યો છે કે તેઓ કોઈપણ સુરક્ષા વિના જઈને ખેડૂતોને મળે, પછી ખબર પડશે કે લોકોમાં મહા વિકાસ અઘાડી સરકાર સામે કેટલો ગુસ્સો છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના સાળા પર EDની કાર્યવાહી, 6.45 કરોડની સંપત્તિ જપ્ત, 11 ફ્લેટ સીલ

Next Article