AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG : લોનાવાલા સ્ટેશન પર આ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ! પછી જે થયુ તે જાણીને તમે પણ ચોંકી જશો

ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનના (Indor Express Train)22 ડબ્બામાંથી છેલ્લા બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા નથી. હાલ રેલવે અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

OMG : લોનાવાલા સ્ટેશન પર આ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ! પછી જે થયુ તે જાણીને તમે પણ ચોંકી જશો
Lonawala Station (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 12:38 PM
Share

Maharashtra : મહારાષ્ટ્રના લોનાવાલા સ્ટેશન પર સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. ઈન્દોર એક્સપ્રેસ(Indore Express) ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા અનેક મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.તમને જણાવી દઈએ કે,આ ઘટના સવારે 7:30 વાગ્યાની આસપાસ બની હતી. આ ટ્રેન પુણેથી ઈન્દોર જવા રવાના થઈ હતી. પરંતુ લોનાવાલ સ્ટેશન (Lonawala Railway Station) પર 2 ડબ્બા પાટા પરથી ઉતરી જતા મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

આ અકસ્માતને કારણે અન્ય ઘણી ટ્રેનો પ્રભાવિત 

ઉપરાંત ઘટનાની માહિતી મળતાની સાથે જ રેલવે રિલીફ વાન (Railway Relief Van)ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ માર્ગ પરથી પસાર થતી અન્ય ઘણી ટ્રેનો આ અકસ્માતને કારણે પ્રભાવિત થઈ છે. રેલવે હવે લાઈનના પુન:સ્થાપન કાર્યમાં જોતરાઈ છે.

માત્ર એક મહિનામાં ત્રણથી વધુ ટ્રેનો પાટા પરથી ઉતરી ગઈ !

23 સપ્ટેમ્બરના રોજ આવી જ એક ઘટના હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) બરોગ સ્ટેશન પાસે બની હતી. જેમાં કાલકાથી શિમલા જતી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે, તમામ મુસાફરો આ અકસ્માતમાં સુરક્ષિત રીતે બચી ગયા હતા. ઉપરાંત 21 સપ્ટેમ્બરે કર્ણાટકમાં મૈસુર-મયિલાદુથુરાઇ એક્સપ્રેસ અને એક ટ્રકની ટક્કર થઇ હતી. અકસ્માત (Accident)બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ટ્રકને જોઈને જ ટ્રેનના ડ્રાઈવરે બ્રેક મારી હતી પરંતુ અકસ્માત ટાળી શકાયો ન હતો. જોકે ટ્રેનમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

3 સપ્ટેમ્બરના રોજ યુપીના શાહજહાંપુરમાં બીએસએફની (Border Security Force) એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રેનનો 11 મો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો.

આ પણ વાંચો: Maharashtra: કોર્પોરેશનની ચૂંટણી પહેલા સંજય રાઉતની NCPની ચિમકી, સન્માનનાં ભોગે કોઈ સમજૂતિ નહી

આ પણ વાંચો:  Dombivali Gang Rape: ડોંબીવલી ગેંગરેપ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ, 33 માંથી 32 સકંજામાં

g clip-path="url(#clip0_868_265)">