Mumbai : પેટમાં ગોલ્ડ કેપ્સ્યુલ સંતાડીને દુબઈથી મુંબઈ આવેલાનું કરાયુ અપહરણ, પોલીસે બેની કરી ધરપકડ

|

Jul 27, 2022 | 12:32 PM

પોલીસે જણાવ્યું હતું કે એક વ્યક્તિ દુબઈથી પોતાના શહેરમાં ઉતર્યા પછી તરત જ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, કારણ કે તેઓ દુબઈમાં ધરપકડ કરાયેલ વ્યક્તિના સાથીદારો દ્વારા તેના પેટની અંદર છુપાવેલી 'બે કેમિકલ કોટેડ ગોલ્ડ ગોળીઓ' કાઢી શક્યા ન હતા.

Mumbai : પેટમાં ગોલ્ડ કેપ્સ્યુલ સંતાડીને દુબઈથી મુંબઈ આવેલાનું કરાયુ અપહરણ, પોલીસે બેની કરી ધરપકડ
Two arrested for kidnapping man trying to extract gold tablets from stomach
Image Credit source: symbolic photo

Follow us on

Mumbai: બે વ્યક્તિઓ કે, જેઓ કથિત રીતે આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરીનો ભાગ હતા, તેમની મુંબઈના 47 વર્ષીય વ્યક્તિનું અપહરણ (Kidnapping) કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે (Police)જણાવ્યું હતું કે, તે વ્યક્તિ દુબઈથી પોતાના શહેર પરત ફરી રહ્યો હતો તે દરમિયાન તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, કારણ કે, તેઓ દુબઈમાં વ્યક્તિના સાથીદારો દ્વારા તેના પેટમાં છુપાવેલી ‘બે કેમિકલ-કોટેડ ગોલ્ડ ગોળીઓ ( chemical-coated gold tablets)‘ કાઢી શક્યા ન હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત શંકર હનમૈયા મથમલ્લા તેલંગાણાના જગતિયાલ જિલ્લાના નંદગીરીનો રહેવાસી છે.

ધરપકડ કરાયેલા લોકોથી પીડિત પરિચિત હતો

પીડિત ધરપકડ કરાયેલા લોકોથી પરિચિત હતો. જ્યારે તસ્કરોને ખબર પડી કે મથમલ્લા ભારત જઈ રહ્યો છે, ત્યારે તેઓએ કથિત રીતે તેને બે કેમિકલ કોટેડ ગોલ્ડ ટેબ્લેટ ખાવા માટે દબાણ કર્યું, દરેકનું વજન 160 ગ્રામ હતું,આ સમગ્ર માહિતી સાયન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સંતોષ શેવાળેએ જણાવ્યું હતું.તે 22 જૂને મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો હતો. ધરપકડ કરાયેલા 2 લોકોની ઓળખ અબ્બુ ઉર્ફે ઔરંગઝેબ અકબર (38) અને વિજય વાસુદેવન (25) તરીકે થઈ હતી.આ બંન્ને તેને પકડી અને નજીકના શૌચાલયમાં લઈ ગયા હતા.

છોડવા માટે 15 લાખ રૂપિયાની માંગણી કરી

એક અધિકારીએ કહ્યું કે, જ્યારે બંનેને માત્ર એક જ સોનાની ગોળી મળી હતી, ત્યારે તેઓએ તેનું અપહરણ કરવાનું નક્કી કર્યું,તેમની સાથે હઝા કમલુદ્દીન અબ્દુલ મજીદ તરીકે અન્ય વ્યક્તિ પણ હતો. તેઓ તેને ફ્લાઈટમાં ચેન્નાઈ લઈ ગયા અને તેમને વધારાનું ભોજન કરાવ્યું જેથી તેઓ બીજી ગોલ્ડ ટેબ્લેટ મેળવી શકે.આ દરમિયાન પીડિતા ગુમ હોવાથી, તેનો પુત્ર અને સંબંધી તેલંગાણાથી મુંબઈ આવ્યા હતા અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 26 જૂને પુત્રને અપહરણકર્તાઓ તરફથી ખંડણીનો ફોન આવ્યા બાદ ગુમ થયેલી ફરિયાદ અપહરણના કેસમાં ફેરવાઈ હતી.એક અધિકારીએ જણાવ્યું હતુ કે,“અપહરણકારોને બીજી સોનાની ગોળી ન મળી હોવાથી, તેઓએ તેના પરિવાર પાસેથી પૈસા લેવાનું નક્કી કર્યું. તેઓએ તેને છોડવા માટે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ત્રણેય અપહરણકર્તા પીડિતાને પુડુચેરી લઈ ગયા હતા. પકડાઈ જવાનો ડર હોવાથી અપહરણકારોએ સ્થાનિક પોલીસને જાણ કરી અને નાસી છૂટ્યા હતા. પોલીસે ગુનેગારને શોધવાની પ્રક્રિયા શરૂ કરી અને જાણવા મળ્યું કે, અકબર તમિલનાડુના તિરુવલ્લુરમાં રહે છે. શુક્રવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.પૂછપરછ દરમિયાન તેણે તેના બે સાથીદારોના નામ જાહેર કર્યા હતા અને ત્યારે જ વાસુદેવનને પણ શોધી કાઢવામાં આવ્યો અને ધરપકડ કરી હતી. અધિકારીએ કહ્યું કે, અમે ત્રીજા આરોપીને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ,

Published On - 12:21 pm, Wed, 27 July 22

Next Article