AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanjay Raut: આવતીકાલે ઉદ્ધવની મહારેલી, આજે સંજય રાઉતે અજિત પવારને ભાવિ મુખ્યમંત્રી બનવા બદલ પાઠવ્યા અભિનંદન

Uddhav Thackeray Jalgaon Rally: આવતીકાલે,ઉદ્ધવ ઠાકરેની જલગાંવ જિલ્લાના પચોરામાં સામાન્ય સભા છે, આજે સંજય રાઉતે, ત્યાં રેલીની તૈયારીઓનો હિસાબ લેતા, અજિત પવારને ભાવિ સીએમ કહેવા બદલ અભિનંદન આપ્યા છે.

Sanjay Raut: આવતીકાલે ઉદ્ધવની મહારેલી, આજે સંજય રાઉતે અજિત પવારને ભાવિ મુખ્યમંત્રી બનવા બદલ પાઠવ્યા અભિનંદન
Tomorrow Uddhav's rally, today Sanjay Raut congratulates Ajit Pawar for being the future CM
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 4:06 PM
Share

આવતીકાલે (23 એપ્રિલ, રવિવાર) જલગાંવ જિલ્લાના પચોરામાં ઉદ્ધવ ઠાકરેની એક મોટી જાહેર સભા યોજાવા જઈ રહી છે. આ માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ તૈયારીઓની સમીક્ષા કરવા માટે સંજય રાઉત જલગાંવ પહોંચી ગયા છે. આજે (22 એપ્રિલ, શનિવાર) તેમણે આવતીકાલે યોજાનારી રેલીની તૈયારીઓને લઈને અહીં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. મીડિયા સાથેની આ વાતચીતમાં અજિત પવારને ભાવિ મુખ્યમંત્રી ગણાવવાના સવાલ પર તેમણે કહ્યું, ‘અજિત પવારમાં મુખ્યમંત્રી બનવાની ક્ષમતા છે, હું તેમને શુભેચ્છા પાઠવું છું.’

સંજય રાઉતે દાવો કર્યો હતો કે આ રેલીમાં ભારે ભીડ એકઠી થશે અને 2024માં મહાવિકાસ અઘાડીની સરકાર આવશે. જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે 2024માં મુખ્યમંત્રી કોણ હશે? અજિત પવારે ગઈકાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હવે નાયબ મુખ્યપ્રધાન પદમાં કોઈ રસ નથી, તો શું આ વખતે અજિત પવાર મુખ્યપ્રધાન બનવાના ચાન્સ છે? તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે, ‘અજિત પવારમાં સીએમ બનવાની ક્ષમતા છે. અમારી શુભેચ્છાઓ તેની સાથે છે. પરંતુ આ સમયે મુખ્યમંત્રી પદનો મુદ્દો નથી. અમે અત્યારે વિપક્ષમાં છીએ.

‘અમે જલગાંવમાં પ્રવેશ્યા છીએ, ગઈકાલે હું તપાસ કરી રહ્યો હતો કે ઉંદરો પ્રવેશ્યા છે કે નહીં’

જણાવી દઈએ કે જ્યારે સીએમ એકનાથ શિંદેએ બળવો કર્યો ત્યારે જલગાંવ જિલ્લાના પાંચેય ધારાસભ્યો શિંદે જૂથમાં ગયા હતા. હાલમાં એકનાથ શિંદેની શિવસેનાના નેતા ગુલાબ રાવ પાટીલ અહીંના પાલક મંત્રી છે. શિવસેનાના આ ગઢમાં ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો હતો.આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે શિંદે જૂથ પર જોરદાર પ્રહાર કરે તે સ્વાભાવિક છે.

આ પણ વાંચો :Maharashtra Politics : અજિત પવારના સમર્થનમાં પુણેમાં લાગ્યા પોસ્ટરો, લોકોએ કહ્યું જનતાના મુખ્યમંત્રી..

‘ગુલાબો ગેંગનું પત્તુ કપાશે, જલગાંવ અમારું છે, 2024માં અમારી પાસે હશે

જલગાંવના સંરક્ષક મંત્રી ગુલાબરાવ પાટીલને ગુલાબો કહીને કટાક્ષ કરતા સંજય રાઉતે કહ્યું, ‘ગુલાબો ગેંગ નામની એક ફિલ્મ આવી હતી. જાણો છો ને? તેમણે કહ્યુ કે હિંમત હોય તો ઘુસો, અમે તો અહિં જ છીએ’ધારાસભ્ય કિશોર પાટીલે ગઈકાલની રેલી વિશે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે દરેક સભામાં એક જ વાતનું પુનરાવર્તન કરે છે કે એકનાથ શિંદેએ તેમના પિતાને ચોરી લીધા, તેમની પાર્ટીની ચોરી કરી. જે પોતાના પિતાને નથી સંભાળી શક્યો તે મહારાષ્ટ્રને કેવી રીતે સંભાળશે? જ્યારે આ મુદ્દે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યારે સંજય રાઉતે કહ્યું, ‘તેને માત્ર ટાઇટ રહીને બાઇટ આપતા જ આવડે છે’

‘શિંદે જૂથે અવાજ ઉઠાવીને સત્તા કબજે કરી, હવે પાછા જવાનો વારો’

ત્યારે સમગ્ર શિંદે જૂથ પર પ્રહાર કરતા સંજય રાઉતે કહ્યું કે કેટલાક લોકોએ અવાજ ઉઠાવીને સત્તા હડપ કરી છે. લાયકાત ન હોવા છતાં મુખ્યમંત્રીની ખુરશી મેળવી. પરંતુ 2024 બહુ દૂર નથી.સમય નજીક આવી ગયો છે. તેની હાર નિશ્ચિત છે.

‘અમે પાંજરામાં બંધાયેલા પોપટ નથી, જંગલમાં ફરતા વાઘ છીએ, આવતીકાલે દરેક વ્યક્તિ અવાજ સાંભળશે’

સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે ગયા રવિવારે શિંદે સરકાર દ્વારા આયોજિત મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ કાર્યક્રમમાં હીટ સ્ટ્રોકથી માત્ર 14 લોકોના જ મોત નથી થયા, પરંતુ ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોના સંબંધીઓને પૈસા આપીને ચૂપ કરવામાં આવી રહ્યા છે.

સંજય રાઉતે કહ્યું હતું કે શિંદે સરકારે પોતાની શક્તિનું પ્રદર્શન કરવું હતું, તેથી ભીડના ડ્રોન શોટને કારણે આકરા તડકામાં પણ શેડ્સ લગાવવામાં આવ્યા ન હતા. આ કારણથી હીટ સ્ટ્રોકમાં અનેક લોકોના જીવ ગયા હતા.ઉદ્ધવ ઠાકરેએ શિંદે સરકારના રાજીનામાની માગ કરી અને અકસ્માત માટે જવાબદાર લોકો સામે દોષી હત્યાનો કેસ નોંધવાની માંગ કરી.

આના જવાબમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે જો અકસ્માત પર રાજનીતિ કરવી હોય તો ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન કોવિડથી મૃત્યુ પામેલા લોકોને હત્યાની જેમ જોઇ કેસ નોંધી શકાય. આ પછી સંજય રાઉતે ગઈકાલે રાજ ઠાકરેને ભાજપનો પોપટ કહ્યા હતા. આજે ફરી તે મુદ્દે એક પત્રકારના પ્રશ્નના જવાબમાં સંજય રાઉતે કહ્યું, ‘અમે જે બોલીએ છીએ તે સાચું અને સચોટ છે અમે ડેટાના આધારે બોલીએ છીએ. ભાજપના પોપટ છે, અમે જંગલમાં ફરતા વાઘ છીએ.’

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">