લિજ્જતની લિજ્જત પ્રસરાવનાર મહિલાએ, 80 રૂપિયાની ઉધારીથી પાપડ બનાવવાનુ શરુ કર્યુ હતું. આજે 1000 કરોડે પહોચ્યુ ટર્નઓવર
આપણી થાળીમાં સૌથી મહત્વનું સ્થાન હોય તો તે છે પાપડ. એમાં પણ લિજ્જત પાપડ (Lijjat papad) હોય તો સુને પે સુહાગા થઇ જાય. લિજ્જત પાપડએ (Lijjat papad) દુનિયાભરમાં અનેરું નામ પ્રાપ્ત થયું છે. લિજ્જત પાપડના પ્રણેતા જસવંતી જમનાદાસનું નામ તો સાંભળ્યું જ હશે.

આપણી થાળીમાં સૌથી મહત્વનું સ્થાન હોય તો તે છે પાપડ. એમાં પણ લિજ્જત પાપડ (Lijjat papad) હોય તો સુને પે સુહાગા થઇ જાય. લિજ્જત પાપડએ (Lijjat papad) દુનિયાભરમાં અનેરું નામ પ્રાપ્ત થયું છે. લિજ્જત પાપડના પ્રણેતા જસવંતી જમનાદાસનું નામ તો સાંભળ્યું જ હશે. 1959માં સાતે મહિલાઓએ 15 માર્ચના દિવસે નિશ્વય કર્યો હતો. જસવંતી બહેને તેની 6 સહેલીઓ સાથે પાપડનું ચાલુ કર્યું હતું. આવો જાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસએ જસવંતી બહેન પોપટના સંઘર્ષની કહાની
જસવંતી બહેને 80 રૂપિયાની ઉધાર લઈને પાપડના ધંધાની શરૂઆત હતી હતી. થોડો અડદનો લોટ, હિંગ અને મરી લઇ આવીને અડદનો લોટ બાંધ્યો હતો. આ લોટમાંથી બાદ 80 પાપડ બન્યા હતા. આ બાદ નજીકના એક દુકાનદારને વેચ્યા હતા. પંદર દિવસના ટૂંકાગાળામાં સાતે મહિલાઓએ ઉધાર લીધેલા 80 રૂપિયા પાછા આપવા જેટલો વકરો પણ રળી લીધો.
800 રૂપિયાની લોન લઇને મહિલાઓએ પાપડ બનાવવા માટે એક મશીન ખરીદ્યું હતું અને પાપડ બનાવવા માટે જરૂરી ચીજો પણ ખરીદી હતી. શરૂઆતમાં મહિલાઓએ પાપડના ચાર પેકેટ બનાવ્યા અને વેપારીને વેચી દીધા. આ પછી વેપારીએ મહિલાઓ પાસેથી વધુ પાપડની માંગ કરી હતી. આ પછી મહિલાઓએ રાત-દિવસ કામ કરવાનું શરૂ કર્યું અને વેચાણમાં બમણો વધારો થયો.
આ પછી વેપારીએ પાપડની ગુણવત્તા સુધારવા કહ્યું. આ ઉપરાંત, તેમણે આ મહિલાઓને એકાઉન્ટ્સ, માર્કેટિંગ વગેરે વિશે તાલીમ આપવામાં પણ મદદ કરી. આ સાત મહિલાઓનું આ જૂથ એક સહકારી સિસ્ટમ બન્યું. તેમાં 18 વર્ષથી વધુની જરૂરિયાતમંદ મહિલાઓ ઉમેરવામાં આવી હતી. લિજ્જત પાપડના ધંધાએ તેમને તે સમયે વાર્ષિક આવક 6196 આપી હતી અને ટૂંક સમયમાં હજારો મહિલાઓ જોડાઇ હતી.
વર્ષ 1962 માં, મહિલાઓના આ જૂથનું નામ ‘શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ’ હતું. લિજ્જત એક ગુજરાતી શબ્દ છે, જેનો અર્થ સ્વાદિષ્ટ છે. 1962-63માં આ જૂથની વાર્ષિક આવક 1 લાખ 82 હજાર પર પહોંચી હતી. ચાર વર્ષ પછી વર્ષ 1966 માં લિજ્જત સોસાયટીઝ નોંધણી અધિનિયમ 1860 હેઠળ રજીસ્ટર કરવામાં આવી હતી. આ જૂથ કે જે સતત ધંધાની ઊંચાઈના શિખરોને સર કર્યા છે પાપડ ઉપરાંત, તેણે ખાખરા, મસાલા અને બેકરી ઉત્પાદનો પણ બનાવવાનું શરૂ કર્યું છે. ફક્ત ચાર પેકેટ વેચીને ધંધાનો આરંભ કરનાર લિજ્જત પાપડ વર્ષ 2002 માં 10 કરોડ પર પહોંચી ગયો છે. હાલમાં આ ગ્રુપની ભારતમાં 60 થી વધુ શાખાઓ છે, જેમાં 45 હજારથી વધુ મહિલાઓ કાર્યરત છે. ગિરગામ મુંબઈમાં તેમની હેડ ક્વાર્ટર છે. લિજ્જત પાપડ આજે ભારતના 17 રાજ્યોમાં 82 બ્રાન્ડ ધરાવે છે. માત્ર ભારતમાં જ લિજ્જતના લિજ્જતદાર પાપડની માંગ છે તેવું નથી. વિદેશમાં પણ લિજ્જતનું 80 કરોડનું નિકાસ બજાર છે. ગત 25મી જાન્યુઆરીએ તેમને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે.