Maharashtra: મુંબઈમાં વરસાદથી પડતા ખાડા પુરવા માટે મહાપાલિકા લાવશે આ ટેકનોલોજી

|

Jan 05, 2023 | 11:35 PM

Maharashtra: મુંબઈમાં વરસાદથી પડતા ખાડાઓને પુરવા માટે મુંબઈ મહાનગરપાલિકા અત્યાધુનિક ટેકનોલોજી લાવવાની છે. ખાડાઓને પુરવા માટે આ નવી ટેકનોલોજીને મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે મંજૂરી આપી છે.

Maharashtra: મુંબઈમાં વરસાદથી પડતા ખાડા પુરવા માટે મહાપાલિકા લાવશે આ ટેકનોલોજી
મુંંબઈ
Image Credit source: File Photo

Follow us on

મુંબઈમાં વરસાદી સીઝનમાં પાણી ભરાવાની સમસ્યાની સાથે રોડ પર પડતા ખાડાની સમસ્યા પણ માથાના દુ:ખાવા સમાન બની છે. આ ખાડાઓ બુરવા માટે મુંબઈ મહાનગરપાલિકા નવી ટેકનોલોજી લાવી રહી છે. જેને મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહે મંજૂરી આપી છે. ખાડા બુઝાવવા માટે રિએક્ટિવ આસ્ફાલ્ટ ટેકનોલોજી વાપરવામાં આવશે. દર ચોમાસાએ વરસાદી ખાડા પુરવા માટે જૂદી જૂદી ટેકનોલોજીનો ઉપયોગ કરવા છતા રસ્તા પર ખાડા જેમના તેમ જ રહે છે. આથી આ સમસ્યા મુંબઈગરો અને મહાપાલિકા માટે માથાના દુ:ખાવા સમાન બન્યો છે. એના વિકલ્પ તરીકે હવે રિએક્ટિવ આસ્ફાલ્ટ ટેકનોલોજી વાપરવામાં આવશે. આ ટેકનોલોજીથી રોડ પર પડેલા ખાડાને બુરવામાં આવશે.

રોડ પરના ખાડા બુરવા માટે અત્યાધુનિક ટેકનોલોજી કોલ્ડમિક્સનો ઉપયોગ શરૂ કર્યો છે. જો કે એની અસરકારક્તા ઓછી થવાથી ખાડાની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. રિએક્ટિવ આસ્ફાલ્ટ ટેકનોલોજી એ સેમી સોલિડ આસ્ફાલ્ટ સાથે બિટુમિન કેમિકલ મિક્સર છે. જે ખાડાઓને પુરવા માટે વપરાય છે. દર વરસાદી સિઝનમાં મુંબઈના રસ્તાઓ પર ખાડાગ્રસ્ત બને છે. જેના પર વિપક્ષ પણ સતત હમલાવર રહે છે. બીએમસી દર વર્ષે ખાડા બુરવા માટે નવી નવી ટેકનોલોજી લાવવાના દાવા કરે છે પરંતુ તે ટેક્સપેયરના પૈસાના આંધણથી વિશેષ કંઈ સાબિત નથી કરી શક્તી અને ખાડાની સમસ્યાનું કોઈ કાયમી તોડ આજસુધી બીએમસીને મળ્યો નથી.

મહાનગરપાલિકાએ ખાડા પુરવા માટે નવા વિકલ્પ તરીકે ટેસ્ટમાં રિએક્ટિવ આસ્ફાલ્ટ ટેકનોલોજી યોગ્ય હોવાનુ જણાવ્યુ છે. જેના માટે ટેન્ડર મગાવવામાં આવ્યા હતા. એમા એક કંપનીની પસંદગી કરવામાં આવી છે. જેના માટે 2 કરોડ, 68 લાખ 27 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવશે. મહાપાલિકાએ આપેલા કામ અનુસાર કોન્ટ્રાક્ટરે મુંબઈ શહેરના તમામ ખાડા પુરવાના રહેશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

રિએક્ટિવ આસ્ફાલ્ટ ટેકનોલોજીની વિશેષતા

રિએક્ટિવ આસ્ફાલ્ટ ટેકનોલોજીમાં રસાયણો અને ડામરનો ઉપયોગ કરવામાં આવશે. જે લગાવ્યા પછી બે મિનિટના ગાળામાં પણ વાહન પસાર થશે તો પણ વાહનોને ડામર ચોંટશે નહી. તેમજ ચાલુ વરસાદે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાશે. ડામરના રસ્તાઓ માટે આ ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવે છે.

Published On - 11:32 pm, Thu, 5 January 23

Next Article