મોહાલી ગ્રેનેડ હુમલા સાથે જોડાયેલ આતંકવાદી મહારાષ્ટ્ર ATSની પકડમાં, અનેક આતંકી રહસ્યો ખુલવાની સંભાવના

ચરત સિંહ ઉર્ફે ઈન્દ્રજીત સિંહ કારી સિંહ ઉર્ફે કરજ સિંહ વિરુદ્ધ 8 કેસ નોંધાયેલા છે. માર્ચ 2022થી તે પંજાબની કપૂરથલા જેલમાંથી 2 મહિના માટે પેરોલ પર બહાર આવ્યો હતો.

મોહાલી ગ્રેનેડ હુમલા સાથે જોડાયેલ આતંકવાદી મહારાષ્ટ્ર ATSની પકડમાં, અનેક આતંકી રહસ્યો ખુલવાની સંભાવના
Terrorist arrested by Maharashtra ATS linked to Mohali grenade attack
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 8:28 AM

મહારાષ્ટ્રની (Maharashtra ) એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી કાર્યવાહી કરતા મુંબઈમાંથી એક આતંકવાદી (Terrorist ) ની  ધરપકડ કરી છે. આ આતંકવાદી કેનેડા સ્થિત વોન્ટેડ ગુનેગાર લખબીર સિંહના સંપર્કમાં હતો અને 9 મેના રોજ પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર ગ્રેનેડ હુમલામાં સામેલ હતો. પકડાયેલા આતંકીનું નામ ચરત સિંહ ઉર્ફે ઈન્દ્રજીત સિંહ કારી સિંહ છે. 30 વર્ષનો આ આતંકવાદી મૂળ પંજાબનો છે. આ મહારાષ્ટ્ર એટીએસે બુધવારે મુંબઈમાંથી ધરપકડ કરી હતી. આગળની કાર્યવાહી માટે તેને પંજાબ પોલીસને સોંપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર એટીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચરત સિંહ નામના આ આતંકીના વાયર ઈન્ટરનેશનલ ક્રિમિનલ નેટવર્ક સાથે જોડાયેલા છે. તે કેનેડાના વોન્ટેડ આતંકવાદી લખબીર સિંહના સતત સંપર્કમાં હતો. તેણે રાજ્યભરમાં એક મજબૂત ગુનાખોરીનું નેટવર્ક બનાવ્યું હતું અને તે RPG હુમલાને અંજામ આપનારા સૈનિકોને લોજિસ્ટિક સપોર્ટ અને આશ્રય પૂરો પાડતો હતો. તેણે પાકિસ્તાન ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના સક્રિય સમર્થન સાથે સરહદ પારથી RPG, એક AK-47 અને અન્ય હથિયારો પણ મેળવ્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી, હેડક્વાર્ટર) સુખચૈન સિંહ ગિલે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે ચરત સિંહની ધરપકડ સાથે, પંજાબ પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી, જે કિશોર છે અને હુમલાને અંજામ આપ્યો હતો, જેની દિલ્હી પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી, જેની સાથે ધરપકડની કુલ સંખ્યા નવ પર પહોંચી ગઈ છે.

મોહાલીમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર ગ્રેનેડ હુમલો

મહારાષ્ટ્ર એટીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચરત સિંહ ઉર્ફે ઈન્દ્રજીત સિંહ કારી સિંહ ઉર્ફે કરજ સિંહ વિરુદ્ધ 8 કેસ નોંધાયેલા છે. માર્ચ 2022થી તે પંજાબની કપૂરથલા જેલમાંથી 2 મહિના માટે પેરોલ પર બહાર આવ્યો હતો. તેના પેરોલના સમયગાળા દરમિયાન, તેણે તેના સહયોગીઓ સાથે 9 મે 2022 ના રોજ રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ વડે પંજાબ પોલીસ, ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર, મોહાલી પર હુમલો કર્યો.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">