Maharashtra: વિધાનસભામાંથી 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો મામલો ગરમાયો, સુપ્રીમ કોર્ટે ચુકાદો રાખ્યો અનામત

|

Jan 19, 2022 | 3:08 PM

સુપ્રીમ કોર્ટ ભારતીય જનતા પાર્ટી (BJP) ના 12 ધારાસભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતા જણાવ્યુ કે, ધારાસભ્યને આગામી સત્રમાં હાજરી ન આપવા માટે કોઈક 'મજબૂત' કારણ હોવુ જોઈએ.

Maharashtra: વિધાનસભામાંથી 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો મામલો ગરમાયો, સુપ્રીમ કોર્ટે ચુકાદો રાખ્યો અનામત
Supreme Court (File Photo)

Follow us on

Maharashtra:  મહારાષ્ટ્ર વિધાનસભામાંથી (Maharashtra Assembly) એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા 12 ભાજપના ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) આદેશ અનામત રાખ્યો છે. આ સાથે કોર્ટ તમામ પક્ષકારોને એક સપ્તાહમાં તેમની દલીલો પર લેખિત નોંધ રજૂ કરવા જણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 5 જુલાઈના રોજ વિધાનસભાએ એક ઠરાવ પસાર કર્યો અને આ ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અંગે સુનાવણી કરતા જણાવ્યુ કે,વિધાનસભામાંથી એક વર્ષ માટે સસ્પેન્શન કોઈને કોઈ હેતુ માટે જ હોવું જોઈએ.

સસ્પેન્શન કોઈને કોઈ હેતુ માટે જ હોવું જોઈએ

સુપ્રીમ કોર્ટ ભારતીય જનતા પાર્ટી (BJP) ના 12 ધારાસભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતા જણાવ્યુ કે, ધારાસભ્યને આગામી સત્રમાં પણ હાજરી ન આપવા માટે કોઈક ‘મજબૂત’ કારણ હોવુ જોઈએ.જેમને પ્રિસાઇડિંગ ઓફિસર સાથે કથિત ગેરવર્તણૂક માટે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સસ્પેન્શન હાંકી કાઢવા કરતાં પણ ખરાબ

મંગળવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે મહારાષ્ટ્ર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એ સુંદરમને કહ્યુ હતુ કે, “નિર્ણય માટે કોઈ મજબૂત કારણ હોવું જોઈએ. સભ્યને આગામી સત્રમાં પણ ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ નહીં. આ મુદ્દો તર્કસંગત ચુકાદાના સિદ્ધાંતનો ભાગ છે.”

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સુંદરમે આ મુદ્દે દલીલ કરી હતી

સુંદરમે રાજ્ય વિધાનસભાની કામગીરી પર ન્યાયિક સમીક્ષાના  મુદ્દા પર દલીલ કરી હતી. તેમણે કહ્યું કે ગૃહમાં જે થઈ રહ્યું છે તેની ન્યાયિક સમીક્ષા માત્ર ગંભીર ગેરકાયદેસરતાના કિસ્સામાં જ કરવામાં આવશે, અન્યથા તે સત્તાના વિભાજનના મૂળભૂત તત્વ પર હુમલો કરશે. સુંદરમે વધુમાં કહ્યુ કે,ધારાસભ્યોને હાંકી કાઢવા સહિતની સજા કરી શકે તે વિધાનસભાની સત્તા છે.

બેન્ચે કહ્યુ કે બંધારણીય અને કાયદાકીય ધોરણોમાં મર્યાદાઓ છે.જ્યારે તમે કહો છો કે કાર્યવાહી વાજબી હોવી જોઈએ, ત્યારે સસ્પેન્શનનો કોઈ હેતુ પણ હોવો જરૂરી છે અને વધુ હેતુ સત્રના સંબંધમાં હોવો જોઈએ. તે સત્રથી આગળ વધવું જોઈએ નહીં.ત્યારે હાલ સુપ્રીમ કોર્ટ આ મામલે ચૂકાદો અનામત રાખ્યો છે.

આ પણ વાંચો  : દિગ્ગજોની સત્તા દાવ પર : મહારાષ્ટ્રમાં OBC અનામત વિના યોજાયેલી 106 નગરપાલિકાની ચૂંટણીનુ આજે પરિણામ

Published On - 3:06 pm, Wed, 19 January 22

Next Article