Maharashtra Political Crisis : સુપ્રીમ કોર્ટમાં 16 ધારાસભ્યોના નિર્ણય પર ભાજપની નજર, જાણો શું થઈ શકે છે ?

|

Jun 27, 2022 | 11:57 AM

મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયે શનિવારે 16 બળવાખોર ધારાસભ્યોને 'સમન્સ' પાઠવીને 27 જૂનની સાંજ સુધીમાં આ બળવાખોર ધારાસભ્યોને કેમ ગેરલાયક ના ઠેરવવા તે અંગે લેખિત જવાબ માંગ્યો હતો.

Maharashtra Political Crisis : સુપ્રીમ કોર્ટમાં 16 ધારાસભ્યોના નિર્ણય પર ભાજપની નજર, જાણો શું થઈ શકે છે ?
Uddhav Thackeray and Eknath Shinde

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra ) શિવસેનાના (Shiv Sena) બળવાખોર મંત્રી એકનાથ શિંદેના (Eknath Shinde) જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં શિંદે ઉપરાંત અન્ય 15 બળવાખોર ધારાસભ્યોને વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા મોકલવામાં આવેલી ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની નોટિસને પડકારવામાં આવી છે. અરજીમાં શિંદે વતી આ કાર્યવાહીને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવીને રોકવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેબી પારડીવાલાની વેકેશન બેન્ચ આ અરજીની સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી શું બદલાઈ શકે છે ? આવી છે શક્યતાઓ

એકનાથ શિંદે જૂથે વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જીરવાલની નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષે 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નોટિસ મોકલી છે. આ નોટિસનો જવાબ આપવા માટે શિંદે જૂથને આજે સોમવાર સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બે શક્યતાઓ ઊભી થઈ શકે છે. પહેલી શક્યતા એ છે કે સુપ્રીમ કોર્ટ વિધાનસભાના ઉપાધ્યક્ષના આદેશ પર સ્ટે આપે અને ધારાસભ્યોને જવાબ આપવા માટે વધુ સમય આપે. આવી સ્થિતિમાં, શિંદે જૂથના ધારાસભ્યોને તેમના વિચારો વ્યક્ત કરવા માટે વધુ સમય મળી શકે છે. આ ઉપરાંત શિંદે જૂથની માંગને પગલે સુપ્રીમ કોર્ટ વિધાનસભાના ઉપાધ્યક્ષને ગેરલાયક ઠેરવવા માટેની આગળની કાર્યવાહી પર રોક લગાવે તેવી પણ શક્યતા છે.

એવી પણ સ્થિતિ છે કે સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને મુંબઈ જઈને વિધાનસભાના ઉપાધ્યક્ષ સમક્ષ હાજર થવા અને તેમના સમર્થનમાં આવેલા ધારાસભ્યોને પરેડ કરાવવાનું પણ કહી શકે છે. આવી સ્થિતિમાં, જો શિંદે જૂથ પાસે પૂરતી સંખ્યામાં ધારાસભ્યો છે, તો તેને અલગ જૂથની માન્યતા મળી શકે છે. હાલમાં શિવસેનાના કુલ 55 ધારાસભ્યો છે અને બે તૃતિયાંશ ધારાસભ્યો હોવાને કારણે તેને અલગ જૂથની માન્યતા મળશે. એટલે કે 37 ધારાસભ્યો હોય તો શિંદે જૂથને માન્યતા મળી શકે છે. શિંદે કેમ્પનો દાવો છે કે તેમની પાસે શિવસેનાના 40 ધારાસભ્યોનું સમર્થન છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

27 સુધી લેખિત જવાબ માંગવામાં આવ્યો હતો

મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયે શનિવારે 16 બળવાખોર ધારાસભ્યોને ‘સમન્સ’ પાઠવીને 27 જૂનની સાંજ સુધીમાં આ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગણી સાથે લેખિત જવાબ માંગ્યો હતો. એવી અપેક્ષા હતી કે 27 જૂને આ મામલે સ્થિતિ સ્પષ્ટ થશે. જોકે, રવિવારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ ગેરલાયકાતની નોટિસ સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી ત્યારે મામલો વધુ પેચીદો બન્યો હતો.

Next Article