પૂણે શહેરમાંથી અમેરિકાને ભેટ આપવામાં આવેલા શિવાજી મહારાજના સ્ટેચ્યુની ચોરી, NCP નેતા રોહિત પવારે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ

|

Feb 08, 2023 | 7:11 PM

અમેરિકાના કેલિફોર્નિયાના સૈન જોસ સિટીના ગાર્ડનમાં આ સ્ટેચ્યુ લાગેલુ હતું. આ સીટીને પૂણેની સિસ્ટર સિટી કહેવામાં આવે છે. અહીંથી શિવાજી મહારાજનું સ્ટેચ્યુ ગાયબ થઈ ગયુ છે. આ સ્ટેચ્યુ કાપીને ચોરી કરી લેવામાં આવ્યું છે.

પૂણે શહેરમાંથી અમેરિકાને ભેટ આપવામાં આવેલા શિવાજી મહારાજના સ્ટેચ્યુની ચોરી, NCP નેતા રોહિત પવારે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ
shivaji maharaj statue
Image Credit source: File Image

Follow us on

છત્રપતિ શિવાજી મહારાજનું અમેરિકામાં એક જ સ્ટેચ્યુ હતું. જે ઉત્તર અમેરિકાના કેલિફોર્નિયાના સૈન જોસ સિટીના ગાર્ડનમાં આ સ્ટેચ્યુ લાગેલુ હતું. આ સીટીને પૂણેની સિસ્ટર સિટી કહેવામાં આવે છે. અહીંથી શિવાજી મહારાજનું સ્ટેચ્યુ ગાયબ થઈ ગયુ છે. આ સ્ટેચ્યુ કાપીને ચોરી કરી લેવામાં આવ્યું છે. સેન જોસ પાર્ક વિભાગે આ વિશે ટ્વીટ કરી જાણકારી આપી છે. ટ્વીટમાં આ વાતને લઈ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે શિવાજી મહારાજનું આ સ્ટેચ્યુ ક્યારે ચોરી થયું, તેની જાણકારી મળી નથી. પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી ચૂકી છે. પોલીસ ચોરને શોધી રહી છે. આ મામલાને લઈ મહારાષ્ટ્રમાં પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. અમેરિકાની સૈન જોસ સિટીને મહારાજનું આ સ્ટેચ્યુ પૂણે તરફથી ભેટ આપવામાં આવ્યું હતું.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

સૈન જોસ પાર્કના ગુઆડેલ્યૂપ રિવર પાર્કના ટ્વીટમાં આ લખ્યું

સૈન જોસ પાર્કના ગુઆડેલ્યૂપ રિવર પાર્ક તરફથી જાહેર કરેલી સાર્વજનિક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે ‘અમને જણાવતા દુ:ખ થાય છે કે ગુઆડેલ્યૂપ રિવર પાર્કમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ગુમ થઈ ગઈ છે. જો તમારી પાસે આ સ્ચેચ્યુને લઈ કોઈ પણ જાણકારી છે તો કૃપા કરીને SJPD નંબર પર જણાવો- 4082778900’

NCP નેતા રોહિત પવારે મહારાષ્ટ્ર સરકારને તત્પરતા બતાવવાની કરી માંગ

આ સમાચારને લઈ મહારાષ્ટ્રમાં પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. NCP કોંગ્રેસ નેતા રોહિત પવારે આ વિશે ટ્વીટ કરી કહ્યું કે ‘સિસ્ટર સિટી અભિયાન હેઠળ પૂણે શહેરે શિવાજી મહારાજની આ પ્રતિમા અમેરિકાના સેન જોસ શહેરને આપી હતી.

આ પ્રતિમા સેન જોસ શહેરના પાર્કમાં સ્થાપિત કરવામાં આવી હતી પણ તેની ચોરી થવી ખુબ જ દુ:ખની વાત છે. આ અમારા અને ત્યાં રહેતી મરાઠી જનતાની ભાવનાનો મુદ્દો છે. તેના માટે જલ્દી જ તપાસ પુરી કરવા અને ગુનેગારો પર કાર્યવાહી કરવા માટે મહારાષ્ટ્રની રાજ્ય સરકાર તત્પરતા દેખાડે અને ભારતના વિદેશ વિભાગ તેના માટે યોગ્ય પ્રયત્ન કરે.’

Next Article