સામાજિક કાર્યકર અન્ના હજારેની સ્થિતિમાં સુધારો, હોસ્પિટલમાંથી અપાઈ રજા

|

Nov 26, 2021 | 7:37 PM

હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું છે કે અણ્ણા હજારેને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત હવે સ્થિર છે. તપાસ દરમિયાન એક નાનું બ્લોકેજ પણ મળી આવ્યું હતું.

સામાજિક કાર્યકર અન્ના હજારેની સ્થિતિમાં સુધારો, હોસ્પિટલમાંથી અપાઈ રજા
Social activist Anna Hazare - File photo

Follow us on

પૂણેની હોસ્પિટલમાં દાખલ સામાજિક કાર્યકર અન્ના હજારેને (Anna Hazare) શુક્રવારે રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે કે અન્ના હજારેને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ રૂબી હોલ ક્લિનિકમાં (Ruby Hall Clinic) દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત હવે સ્થિર છે.  તપાસ દરમિયાન એક નાનું બ્લોકેજ (small blockage) પણ મળી આવ્યું હતું.

 

હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યુ કે, હાલત હવે સ્થિર

રૂબી હોલ ક્લિનિકના કાર્ડિયોલોજિસ્ટ (cardiologist) ડૉ. પરવેઝ ગ્રાન્ટનું કહેવું છે કે તેમને એન્જીયોપ્લાસ્ટી (angioplasty) કે અન્ય કોઈ સર્જરીની જરૂર નથી. અણ્ણા હજારેને તબીબોએ આરામ કરવાની સલાહ આપી છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે નિષ્ણાતોની ટીમે સંપૂર્ણ તપાસ કરી અને ECG ટેસ્ટ પણ કરવામાં આવ્યો. તેમના હૃદયમાં રક્ત પરિભ્રમણમાં મામૂલી અવરોધ હોવાનું જણાયું હતું. હૃદય નિષ્ણાતોની ટીમે હજારેની એન્જિયોગ્રાફી કરી હતી.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

 

હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ગ્રાન્ટે જણાવ્યું હતું કે એન્જીયોગ્રામ દ્વારા અન્નાની કોરોનરી ધમનીમાં નજીવો અવરોધ હોવાનું બહાર આવ્યું છે. અવરોધ દૂર કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. અણ્ણાની તબિયત નાદુરસ્ત હોવાની માહિતી મળતાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Maharashtra CM Uddhav Thackeray) તેમની તબિયત વિશે પૂછપરછ કરી અને કહ્યું કે હું તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.

 

ગુરુવારે અચાનક તબિયત ખરાબ થઈ હતી.

ગુરુવારે સામાજિક કાર્યકર અન્ના હજારેની તબિયત અચાનક બગડી હતી. છાતીમાં દુ:ખાવો થતાં તેમને પૂણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

 

અન્ના હજારેને દિલ્હી આંદોલનથી મળી હતી સૌથી વધુ ઓળખ 

પૂણેના 84 વર્ષના અન્ના હજારે દેશમાં અનેક મોટા આંદોલનોનું નેતૃત્વ કરવા માટે જાણીતા છે. તેમણે માહિતી અધિકાર માટે કામ કર્યું. 2011માં જનલોકપાલની રજૂઆતની માંગ કરવા માટે તેમના ઉપવાસ માટે તેઓ સૌથી વધુ ઓળખાયા હતા. દિલ્હીનું આ આંદોલન વિશ્વભરમાં અન્ના આંદોલનના નામથી જાણીતું હતું. જેના કારણે તેમને ભારત બહાર પણ ઓળખ મળી. અન્ના હજારેને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તેમને તેમના કામ માટે ઘણા એવોર્ડ પણ મળ્યા છે.

 

આ પણ વાંચો :  Crime: ગર્લફ્રેન્ડનો નંબર નહીં આપતા પોલીસ અધિકારીએ યુવક સાથે જ કર્યું ગંદુ કામ ! વિડીયો વાયરલ કરવાની આપી ધમકી, ફરિયાદ દાખલ

 

Next Article