AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: ગર્લફ્રેન્ડનો નંબર નહીં આપતા પોલીસ અધિકારીએ યુવક સાથે જ કર્યું ગંદુ કામ ! વિડીયો વાયરલ કરવાની આપી ધમકી, ફરિયાદ દાખલ

'મને તમારી ગર્લ ફ્રેન્ડનો નંબર આપ, તેને મારી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે બોલ.' જ્યારે યુવકે સ્પષ્ટ ના પાડી તો દેવકરે પીડિતાને બળજબરીથી તેના રૂમમાં લઈ જઈ યુવક સાથે જ સાથે શારીરિક સંબંધ બાંધ્યો.

Crime: ગર્લફ્રેન્ડનો નંબર નહીં આપતા પોલીસ અધિકારીએ યુવક સાથે જ કર્યું ગંદુ કામ ! વિડીયો વાયરલ કરવાની આપી ધમકી, ફરિયાદ દાખલ
પોલીસનો પ્રતિકાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 3:35 PM
Share

Crime: ગર્લફ્રેન્ડનો નંબર ન આપવા બદલ 21 વર્ષીય યુવક સાથે પોલીસ અધિકારી દ્વારા અભદ્ર કૃત્ય કર્યાના સમાચાર સામે આવ્યા છે. રાત્રે ત્રણ વાગ્યે યુવક તેની પ્રેમિકાને મળીને હોસ્ટેલ જઈ રહ્યો હતો. આરોપી પોલીસકર્મીએ તેને પકડી લીધો. પૂછપરછ દરમિયાન જ્યારે ખબર પડી કે યુવક તેની ગર્લ ફ્રેન્ડને મળવા આવી રહ્યો છે તો પોલીસ ઓફિસરે ગર્લ ફ્રેન્ડનો નંબર માંગ્યો. આટલું જ નહીં, પોલીસકર્મીએ તેની ગર્લફ્રેન્ડને યુવકને સોંપવા દેવાની અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની જીદ પણ કરી. આમ ન કરવા પર તે નરાધમે યુવકને જ પોતાનો શિકાર બનાવ્યો હતો.

ખાખી વર્દીને શરમમાં મૂકતા આ પોલીસકર્મીએ યુવક સાથે અકુદરતી શારીરિક સંબંધ બાંધતા તેનો વીડિયો પણ બનાવ્યો, ફોટા પણ પાડ્યા અને વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી. વીડિયો વાયરલ કરવાનો ડર બતાવીને પોલીસકર્મીએ આ યુવકને ફરીથી અભદ્ર કામ માટે બોલાવ્યો ત્યારે પીડિત યુવકે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્ટ્રના સાંગલીમાં બનેલી આ ઘટનાના આરોપીનું નામ હણમંત દેવકર (ઉંમર 34) છે.

શું છે સમગ્ર મામલો? પીડિત યુવક હાલ કોલેજમાં અભ્યાસ કરે છે. 27 ઓક્ટોબરની રાત્રે, પોલીસ અધિકારી હણમંત દેવકર અને અન્ય પોલીસ કર્મચારીઓને પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યા હતા. સવારે ત્રણ વાગ્યાની આસપાસ પીડિત યુવક શહેરથી થોડે દૂર ગામમાં રહેતા તેના મિત્રને મળીને તેની હોસ્ટેલમાં પરત ફરી રહ્યો હતો. ત્યારબાદ દેવકર અને તેના સહયોગીએ યુવકને રોકીને તેની પૂછપરછ કરી અને તેનો મોબાઈલ નંબર નોંધી લીધો.

નંબર માંગ્યો, પૈસા માંગ્યા, ગર્લફ્રેન્ડ માંગ્યા; જો ના પાડી તો યુવક સાથે જ કર્યું ગંદુ કામ આ પછી, દેવકરે યુવકને ધમકી આપવાનું શરૂ કર્યું કે તે બંનેના માતા-પિતાની સામે આ પ્રેમપ્રકરણનું રહસ્ય જાહેર કરી દેશે. આ ધમકી આપીને તેણે પહેલા પૈસા માંગ્યા. યુવકે તેના મિત્ર પાસે પૈસા માંગ્યા અને ચાર હજાર રૂપિયા ગુગલ પે દ્વારા હણમંત દેવકરને આપ્યા.

આ પછી હણમંત દેવકરે કહેવાનું શરૂ કર્યું કે, ‘મને તમારી ગર્લ ફ્રેન્ડનો નંબર આપ, તેને મારી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે બોલ.’ આ માટે તેણે પીડિત યુવક સાથે વારંવાર જીદ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે યુવકે સ્પષ્ટ ના પાડી તો દેવકરે પીડિતાને બળજબરીથી તેના રૂમમાં લઈ જઈ યુવક સાથે જ સાથે શારીરિક સંબંધ બાંધ્યો.

વીડિયો વાયરલ કરવાની ધમકી, પીડિતાએ કરી ફરિયાદ અને નરાધમની ધરપકડ હણમંત દેવકર નામના શૈતાનએ પીડિત યુવકની તસવીરો પણ લીધી હતી અને વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું અને યુવકને ફરીથી ફોન કર્યો. આ વખતે પીડિત યુવકે ઈસ્લામપુર પોલીસ સ્ટેશન જઈને દેવકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, ઇસ્લામપુર પોલીસ સ્ટેશનની પોલીસ એક્શનમાં આવી અને તરત જ દેવકરની ધરપકડ કરી. તેમની સામે IPCની કલમ 387,377,504,506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ન્યુઝીલેન્ડના બોલરોએ કાનપુરમાં કરી જબરદસ્ત બોલિંગ, શ્રેયસ સહિત અડધી ટીમ ઈન્ડિયા ધરાશાય, ભારત સામે શાનદાર રેકોર્ડ

આ પણ વાંચો: ભારતમાં શ્વેત ક્રાંતિના જનક ડો. વર્ગીસ કુરિયનની 100મી જન્મશતાબ્દી નિમિતે ‘નેશનલ મિલ્ક ડે’ ની ઉજવણી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">