ફરી ખુલશે દિશા સાલિયાન કેસ, તપાસ માટે કરાશે SITની રચના, આદિત્ય ઠાકરેના નાર્કો ટેસ્ટની માંગ
સુશાંત સિંહ રાજપૂતનો આત્મહત્યા કેસ લોકસભામાં ઉઠાવતા રાહુલ શેવાલે કહ્યું કે તેમના મોત પહેલા રિયા ચક્રવર્તીને AU નામથી 44 કોલ્સ આવ્યા હતા. AUનો મતલબ આદિત્ય અને ઉદ્ઘવ છે કે શું?

મહારાષ્ટ્રનો દિશા સાલિયાન કેસ ફરીથી ખુલશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દિશા કેસમાં SIT તપાસના આદેશ આપ્યા છે. એટલું જ નહીં તેમને અપીલ કરી છે કે જો કોઈની પાસે આ કેસથી જોડાયેલા કોઈ પૂરાવા હોય તો તે SITને આપે. આપને જણાવી દઈએ કે ભાજપ અને શિંદે જુથના ધારાસભ્ય આ કેસ મામલે SIT તપાસની માંગ કરી રહ્યા હતા. નિતેશ રાણે, ભરત ગોગાવલે, માધુરી મિસાલ, મનીષા ચૌધરી, ભારતી લવેકરે માંગ કરી કે દિશા સાલિયાનનું મોત કેવી રીતે થયું, તેનો ખુલાસો કરવા માટે SITની રચના કરવામાં આવે અને ફરીથી કેસની તપાસ શરૂ થાય. દેવેન્દ્ર ફડણવીસે SIT રચનાની માંગ સ્વીકારી લીધી છે.
આદિત્ય ઠાકરનો નાર્કે ટેસ્ટ કરાવવાની માંગ
મહારાષ્ટ્રમાં દિશા સાલિયાનના મોતનો કેસ ફરી એકવાર ચર્ચામાં છે. આ પહેલા મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ આ મુદ્દાને ઉઠાવ્યો. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ આ કેસના તપાસની માંગ કરી, તેમને આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરાવવાની પણ માંગ કરી.
રિયા ચક્રવર્તીને 44 વખત AU નામથી કોલ્સ આવ્યા: રાહુલ શેવાલ
સુશાંત સિંહ રાજપૂતનો આત્મહત્યા કેસ લોકસભામાં ઉઠાવતા રાહુલ શેવાલે કહ્યું કે તેમના મોત પહેલા રિયા ચક્રવર્તીને AU નામથી 44 કોલ્સ આવ્યા હતા. AUનો મતલબ આદિત્ય અને ઉદ્ઘવ છે કે શું? લોકસભામાં આ સવાલ ઉઠાવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. રાહુલ શેવાલે લોકસભામાં કહ્યું ‘રિયા ચક્રવર્તીના ફોન કોલ્સની તપાસ કરવામાં આવી? તે મહારાષ્ટ્રના મોટા રાજનેતાઓના સંપર્કમાં હતી, તેમની સાથે તેમની મિત્રતા હતા. આ સાચું છે?’
લોકસભાની બહાર આવીને પત્રકાર પરિષદને સંબોધતા શેવાલે કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે જોડાયેલી હકીકત હજુ સુધી જનતા સુધી પહોંચી નથી. જનતાના મનમાં ઘણા સવાલો છે, તેના જવાબ જનતાને મળવા જોઈએ. રિયા ચક્રવર્તીની એનસીબીએ પુછપરછ કરી હતી. ડ્રગ્સ મામલાને લઈ પુછપરછ થઈ હતી. આ મામલે બિહાર પોલીસ અને પછી સીબીઆઈની પણ તપાસ થઈ. બિહાર પોલીસની તપાસમાં એ વાત સામે આવી કે સુશાંતના મોત પહેલા રિયા ચક્રવર્તીને 44 વખત AU નામથી કોલ્સ આવ્યા હતા.
ઠાકરે જુથે રિયાની જુની ક્લિપ જાહેર કરી
ઠાકરે જૂથ તરફથી સંજના ઘાડી નામની મહિલા નેતાએ રિયા ચક્રવર્તીના એક ઈન્ટરવ્યુની જુની ક્લિપ જાહેર કરી છે. આ ક્લિપમાં દિશા સાલિયાને AU નામનો મતલબ ‘અનાયા ઉદાસ’ જણાવ્યો છે. રિયા ચક્રવર્તી આ ક્લિપમાં કહી રહી છે કે તે આદિત્ય ઠાકરેને ક્યારેય મળી નથી અને ના તેને ઓળખે છે.