Maharashtra : સામના તંત્રી લેખમાં શિવસેનાએ આપી સલાહ, કહ્યુ “જન આશીર્વાદ યાત્રા સામે વિપક્ષીઓની એકતા પુરતી નથી”

|

Aug 23, 2021 | 1:29 PM

સામનાના તંત્રીલેખમાં શિવસેનાએ સલાહ આપી કે,"અમારી પાસે લોકોને વિકલ્પો આપવાની ક્ષમતા છે, આવો વિશ્વાસ તમામ વિપક્ષી દળોએ જનતાને આપવો પડશે, મોદી-શાહની જેમ વિપક્ષોએ પણ કોઈ પ્રયોગ કરવા પડશે.

Maharashtra : સામના તંત્રી લેખમાં શિવસેનાએ આપી સલાહ, કહ્યુ જન આશીર્વાદ યાત્રા સામે વિપક્ષીઓની એકતા પુરતી નથી
Sanjay Raut (File Photo)

Follow us on

Maharashtra : શિવસેનાએ વિપક્ષોને સલાહ આપતા લખ્યુ કે, માત્ર 19 પક્ષો એક થઈને મોદી-શાહને હરાવી શકાતા નથી. ચર્ચા પર માત્ર ચર્ચા પૂરતી નથી, નક્કર કાર્યક્રમ (Program) લાવવો જરૂરી બનશે. ત્યારે જ 2024 માં મોદી લહેરની ઘટતી જતી અસરનો લાભ લઈ શકાય. નહિંતર, જન આશીર્વાદ યાત્રા કાઢીને મોદી-શાહની ટીમ જનતાને ધમરોળીને આગળ વધી જશે.

ઉપરાંત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી દળોની બેઠક બાદ તેની અસર અને તૈયારીઓ વિશે પણ શિવસેનાના મુખપત્ર ‘સામના’ માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. સંજય રાઉત (Sanjay Raut) સામના સંપાદકીયમાં લખે છે કે, “લોકશાહી હશે તો ચર્ચા થશે, પરંતુ માત્ર ‘ચાય પે ચર્ચા’ ની જરૂર નથી પણ દેશ સમક્ષ નક્કર કાર્યક્રમ લેવાની જરૂર છે.

મોદી સરકારે હાલમાં તેના મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) શરૂ કરી છે. તે યાત્રામાં વિપક્ષી પાર્ટીઓને અપશબ્દો કહેવામાં આવી રહ્યા છે. વધુમાં તેણે લખ્યુ કે, આ જન આશીર્વાદ યાત્રામાં મંત્રીઓ તેમના વિચારો અને આચરણથી ઉદ્ધત લાગે છે. જેમાં ખાસ કરીને તે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Narayan Rane) પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. મહારાષ્ટ્ર સહિત દેશભરમાં વિપક્ષે સમજી વિચારીને કદમ ઉઠાવવા પડશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ઠોસ કાર્યક્રમ જરૂરી

શિવસેનાનો સ્પષ્ટ મત છે કે માત્ર વિપક્ષી એકતા દ્વારા મોદી-શાહની (Modi-Shah) જોડીને હરાવવી મુશ્કેલ છે. સંપાદકીયમાં વધુ લખવામાં આવ્યું છે કે, “19 રાજકીય પક્ષોના એકતાથી મોદી સરકાર હચમચી જશે અને ચાલી જાશે, તે ભ્રમણા હેઠળ રહી શકાય નહી, કારણ કે આ 19 રાજકીય પક્ષોમાં ઘણી પાર્ટીઓ છે જે નબળી પડી ગઈ છે.

મમતા અને મહારાષ્ટ્ર તરફથી માર્ગદર્શન 

વધુમાં સામના તંત્રીલેખમાં વિપક્ષને મમતા બેનર્જી અને મહારાષ્ટ્ર (Maharashtra) પાસેથી શીખવાની સલાહ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ બે રાજ્યોએ મોદી-શાહને કેવી રીતે હરાવી શકાય તે માર્ગ બતાવ્યો છે.

સામનામાં લખ્યું છે કે, “મોદી-શાહ હારી શકે છે. મમતા બેનર્જીને પરેશાન કરવા માટે કેન્દ્ર સરકાર હજુ પણ CBI, કોર્ટ અને અન્ય તમામ એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. દરેક વ્યક્તિએ તેની સામે પણ એક થવું જોઈએ. ઉપરાંત લખવામાં આવ્યુ છે કે, મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની (Party) સરકાર સારી કામગીરી કરી રહી છે.

 

આ પણ વાંચો: Mumbai : આ વખતે ‘દહીં હાંડી ઉત્સવ’ ઉજવાશે ? CM ઉદ્ધવ ઠાકરે આજે કરશે નિર્ણય

આ પણ વાંચો:  Corona Third Wave : મહારાષ્ટ્ર માટે સારા સમાચાર ! કોરોનાની ત્રીજી લહેરની શક્યતા ઓછી

Next Article