મુંબઈમાં આગામી 2 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ, કર્ફ્યુ જેવા લદાયા પ્રતિબંધો

|

Dec 03, 2022 | 7:17 AM

મુંબઈ પોલીસે આવતીકાલ 4 ડિસેમ્બર 2022થી 2 જાન્યુઆરી 2023 સુધી શહેરમાં કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. આ દરમિયાન શહેરમાં CrPCની કલમ 144 લાગુ રહેશે. એક જગ્યાએ 5 કે તેથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ રહેશે.

મુંબઈમાં આગામી 2 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ, કર્ફ્યુ જેવા લદાયા પ્રતિબંધો
Mumbai police (file photo)
Image Credit source: Social Media

Follow us on

મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં 2 જાન્યુઆરી, 2023 સુધી કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. મુંબઈ પોલીસના આદેશથી CrPCની કલમ 144 અમલમાં આવશે. એટલે કે 2 જાન્યુઆરી સુધી કોઈ એક સ્થળે 5 કે 5 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મુંબઈ શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા અને જાહેર વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન સર્જાય તે માટે મુંબઈ પોલીસે આ આદેશ જાહેર કર્યો છે. આ આદેશ આવતીકાલ 4 ડિસેમ્બર 2022થી 2 જાન્યુઆરી 2023 સુધી લાગુ રહેશે. જાહેર સ્થળોએ ધરણા, સૂત્રોચ્ચાર, દેખાવો અને મોટા અવાજે ગીતો ગાવા-વગાડવા પર પ્રતિબંધ રહેશે.

આ સિવાય ફટાકડા ફોડવા, આતશબાજી કરવા, હથિયાર રાખવા પર પણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત જાહેર સ્થળોએ કોઈપણ પ્રકારના બેન્ડ, ડીજે કે અન્ય સંગીતનાં સાધનો વગાડવા પર તેમજ લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ રહેશે. આદેશનું ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી હાથ ધરવાની ચેતવણી મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવી છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

મુંબઈ પોલીસે આના ઉપર લાદાયો છે પ્રતિબંધ

  1. મુંબઈ પોલીસના આદેશ અનુસાર એક જગ્યાએ પાંચ કે પાંચ વ્યક્તિઓથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ.
  2. જાહેર સ્થળોએ ધરણા, સૂત્રોચ્ચાર, પ્રદર્શન, સભા, સરઘસ પર પ્રતિબંધ.
  3. જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા, ડીજે વગાડવા, બેન્ડ વાજા કે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
  4. જાહેર સ્થળો જેવા કે કોર્ટ, સરકારી કચેરીઓ, સ્થાનિક સંસ્થાઓની આસપાસ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ.
  5. શાળા-કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સભાઓનું આયોજન નહી કરી શકાય.
  6. દુકાનો અને સંસ્થાઓના વ્યવસાયને લગતી તમામ સભાઓ અને મેળાવડા ઉપર પ્રતિબંધ
  7. મોટા અવાજે સંગીત-ગીતો વગાડવા ઉપર પણ પ્રતિબંધ.

કલમ 144 લાગુ કરાતા શુ અસર થાય

CrPC ની કલમ 144 નો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે કોઈ સુરક્ષા ખતરા અથવા શાંતિ અને વ્યવસ્થાના ભંગની શક્યતા હોય. શાંતિ અને વ્યવસ્થા જાળવવાના હેતુથી તેનો અમલ કરવામાં આવે છે. બરોડા રાજ્યમાં સૌ પ્રથમ કલમ 144નો ઉપયોગ 1861માં થયો હતો. જ્યારે કલમ 144 અમલમાં હોય, ત્યારે પાંચ કે પાંચ વ્યક્તિથી વધુ લોકોના એક જગ્યાએ ભેગા થવા પર પ્રતિબંધ અમલમાં હોય છે.

Next Article