અજાન વિવાદને લઈને સંજય રાઉતનું નિવેદન, કેટલા અવાજ સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે તેનો મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ કરી હતી. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે જો લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હિન્દુઓ મસ્જિદોની સામે મોટેથી હનુમાન ચાલીસા વગાડશે.
કર્ણાટકની મસ્જિદોમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકરમાં ધ્વનિ માપન મશીન લગાવવાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. બીજી તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Shiv Sena Sanjay Raut) લાઉડસ્પીકરથી અઝાનના મુદ્દે (Azaan Loudspeaker Issue) કહ્યું કે મહારાષ્ટ્રના (Maharashtra) ગૃહમંત્રીએ પણ નોટિસ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અઝાન કરતી વખતે લાઉડસ્પીકર ડેસિબલનું લેવલ શું હોવું જોઈએ. જણાવી દઈએ કે અગાઉ મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ કરી હતી. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે જો લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હિન્દુઓ મસ્જિદોની સામે મોટેથી હનુમાન ચાલીસા વગાડશે.
રાજ ઠાકરેએ કરી હતી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ
પોલીસે મોકલી છે નોટિસ
કર્ણાટકમાં મસ્જિદોને તેમના લાઉડસ્પીકરનો અવાજ પરમિટ ડેસિબલ સ્તરની અંદર ઉપયોગ કરવા માટે પોલીસ તરફથી નોટિસ મોકલવામાં આવી છે. બેંગલુરુમાં લગભગ 250 મસ્જિદોને આવી નોટિસ મોકલવામાં આવી છે. આ તમામ મસ્જિદોના લાઉડ સ્પીકર નિર્ધારિત ધોરણ કરતા વધુ મોટેથી હોવાનું જણાયું હતું. હવે સત્તાવાળાઓએ મસ્જિદોમાં આવા ઉપકરણો લગાવવાનું શરૂ કર્યું છે જે અવાજને પરમિટ લેવલ સુધી રાખે છે.