સમીર વાનખેડેને આંશિક રાહત, ધરપકડ પહેલા ત્રણ દિવસ અગાઉ વાનખેડેને નોટિસ આપવામાં આવશે
બોમ્બે હાઈકોર્ટ દ્વારા આજે સમીર વાનખેડેની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સમીર વાનખેડેને આંશિક રાહત મળી છે.
Sameer Wankhede Case : સમીર વાનખેડેને બોમ્બે હાઈકોર્ટ દ્વારા આંશિક રાહત મળી છે. મહારાષ્ટ્ર સરકારના વકીલે કોર્ટમાં ખાતરી આપી હતી કે, ધરપકડ પહેલા 3 દિવસ અગાઉ સમીર વાનખેડેને (Sameer Wankhede) નોટિસ આપવામાં આવશે.ન્યાયમૂર્તિ નીતિન જામદાર અને એસવી કોટવાલની ખંડપીઠે પોલીસ દ્વારા આપવામાં આવેલી ખાતરીને આધારે બોમ્બે હાઈકોર્ટ અરજીનો નિકાલ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, હાલ સમીર વાનખેડે બેવડી તપાસમાં ફસાયા છે.
Mumbai | Bombay High Court disposes off NCB Zonal Director Sameer Wankhede’s petition after Maharashtra govt’s lawyer assured the Court that 3 days notice will be given before arrest by Mumbai Police pic.twitter.com/6pUrjVHj6s
— ANI (@ANI) October 28, 2021
સમીર વાનખેડેને બોમ્બે હાઈકોર્ટ રાહત આપી
આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા સમીર વાનખેડે પર લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આ માટે NCB (Narcotics Control Bureau) અને મુંબઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ત્યારે વિવાદોમાં ફસાયેલા સમીર વાનખેડેને બોમ્બે હાઈકોર્ટ આંશિક રાહત આપી છે.વાનખેડેની અરજી પર સુનાવણી કરતા કોર્ટ મહારાષ્ટ્ર સરકારને ધરપકડ પહેલા સમીરને ત્રણ દિવસ અગાઉ નોટિસ આપવા જણાવવામાં આવ્યુ છે.
પ્રભાકરના નિવેદન બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી
સાઈલના સોગંદનામાના આધારે મુંબઈ પોલીસે(Mumbai police) NCB અધિકારી સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, ડેપ્યુટી કમિશનરે સાઈલનું નિવેદન નોંધીને તપાસ તેજ કરી છે.
પોલીસ હવે પ્રભાકરના સાઈલના (Prabhakar Sail) ફોન રેકોર્ડના આધારે તેની ગતિવિધિઓની તપાસ કરશે. સાઇલે પોતાના નિવેદનમાં હાજી અલી પાસેથી પૈસા ભરેલી બે બેગ લાવ્યો હોવાનો દાવો કર્યો છે. આથી પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહી છે. આ તમામ હકીકતો તપાસ્યા બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ પછી સમીર વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: ન્યાય માટે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર મેદાને, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી ન્યાયની માગ કરી
આ પણ વાંચો: સમીર વાનખેડે બેવડી તપાસમાં ફસાયા, જાણો કઈ ફરિયાદના આધારે વાનખેડે પર સકંજો કસાઈ શકે ?