પૌત્રીના ભણતર માટે રિક્ષાચાલક દાદાએ વેચ્યું હતું ઘર, લોકોએ ભંડોળ એકઠું કરીને આપ્યા 24 લાખ રૂપિયા

|

Feb 25, 2021 | 2:54 PM

આ કહાની એક 74 વર્ષના દાદાની છે. જેમણે પુત્રોના મૃત્યુ બાદ પોતાની પૌત્રીને ભણાવવા વેચી કાઢ્યું પોતાનું ઘર. જાણો સોશિયલ મીડિયા કેવી રીતે આવ્યું તેમની મદદે.

પૌત્રીના ભણતર માટે રિક્ષાચાલક દાદાએ વેચ્યું હતું ઘર, લોકોએ ભંડોળ એકઠું કરીને આપ્યા 24 લાખ રૂપિયા
રિક્ષાચાલક દેશરાજ

Follow us on

કેટલાક લોકો એવા હોય છે કે ઘર પરિવાર અને બાળકોના સપનાઓ માટે બધું ન્યોછાવર કરી દેતા હોય છે. મુંબઈના રિક્ષાચાલક દેશમુખે પણ આવું જ કંઈક કર્યું છે. તેઓએ તેમના ઘર ને વેચી કાઢ્યું કેમ કે તેઓ તેમની પૌત્રીનું શિક્ષક બનવાનું સ્વપ્ન પુરુ કરવા માંગતા હતા. મુંબઈના એક વૃદ્ધ રિક્ષા ચાલકની એની પૌત્રીને ભણાવવા માટેના સંઘર્ષ કહાની સૌનું ધ્યાન ખેચી રહી છે. અનેક મુસીબાતો સાથે લડીને પૌત્રી માટે રાત દિવસ એક કરનાર આ વૃદ્ધની સ્ટોરી સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે. વૃદ્ધ દાદાના બંને પુત્રોનું મૃત્યુ થઇ ચૂક્યું છે. અને એમના બાળકોની જવાબદારી 74 વર્ષના આ વૃદ્ધના ખભે છે. જણાવી દઈએ કે આ વડીલે પૌત્રીના ભણતર માટે પોતાનું ઘર વેચી કાઢ્યું, કેમ કે તેઓ પૌત્રીનું શિક્ષક બનવાનું સવ્પ્ન પૂરું કરવા માંગતા હતા.

તે જ સમયે પૌત્રી માટે દાદાના પ્રેમને જોઈને ઘણા લોકો આ વડીલની મદદ માટે આગળ આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, ક્રાઉડફંડિંગ દ્વારા 24 લાખ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા છે. આ રૂપિયાની રકમનો ચેક ઓટો ચાલકને સોંપવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પૌત્રીના શિક્ષણ માટે વૃદ્ધે ઘર વેચ્યું

‘હ્યુમ્ન્સ ઓફ બોમ્બે’ પેજ પર વૃદ્ધ દેશરાજની સ્ટોરી પોસ્ટ થઇ હતી. જે બાદમાં જન જન સુધી પહુચી. વૃદ્ધએ પોસ્ટમાં કહ્યું કે તેણે તેની પૌત્રીના શિક્ષણ માટે પોતાનું ઘર વેચી દીધું, આ કારણોસર તેણે ઓટોમાં જ રહેવું પડે છે. આ પોસ્ટ જોઇને અનેક લોકો ભાવુક બની ગયા અને એમની સહાય માટે ભંડોળ ભેગું કર્યું.

વૃદ્ધ દેશરાજ સાત સભ્યોના પરિવારનું પાલન કરે છે

વૃદ્ધ દેશરાજના બે પુત્રો મૃત્યુ પામ્યા છે અને તેઓ તેમની પત્ની અને બાળકોનું ભરણપોષણ કરી રહ્યા છે. કોઈક રીતે ઓટો ચલાવીને તેઓ ઘર ચલાવી રહ્યા છે. તેમના પરિવારમાં સાત સભ્યો છે. તેઓ આખો દિવસ મુંબઇમાં ઓટો ચલાવે છે, અને મહિને 10 હજાર રૂપિયા કમાય છે. પરંતુ બધી મુશ્કેલીઓ છતાં તે હસતાં હસતાં તેઓ પૌત્રીનું શિક્ષિકા બનવાનું સપનું પૂરું કરવા માટે મહેનત કરી રહ્યા છે. આ બાબતે ઘણા લોકોનું હર્દય સ્પર્શ્યું છે.

ફંડમાંથી 24 લાખ એકત્રિત કરાયા

વૃદ્ધને મદદ કરવા માટે 20 લાખ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય હતું. પરંતુ લોકોએ વૃદ્ધને સહાયતા માટે ઉદારતાથી દાન આપ્યું અને આમ કરીને 24 લાખ રૂપિયા એકઠા થઇ ગયા. હવે 24 લાખનો ચેક દેશરાજને સોંપવામાં આવ્યો છે જેથી તે ઘર ખરીદી શકે.

 

 

પાવરી સ્ટાઈલમાં પોસ્ટ કર્યો વિડીયો

હ્યુમન્સ ઓફ બોમ્બેનું પેજ જેણે ડ્રાઇવરના સંઘર્ષ અને બલિદાન તરફ લોકોનું ધ્યાન દોર્યું હતું, તેના ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા હતા. એમને જણાવ્યું હતું કે દેશરાજ માટે 24 લાખ એકત્ર કરવામાં આવ્યા છે. હ્યુમન્સ ઓફ બોમ્બેએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરેલી રીલ વીડિયોમાં વૃદ્ધ ડ્રાઇવર કહી રહ્યા છે કે, “યે હૂં છું, દેશરાજ, આ મારી ઓટો છે અને અમારી પાર્ટી થઈ રહી છે.” સાથે વિડીયોમાં દેશરાજ ચેક સાથે જોવા મળી રહ્યા છે.

હ્યુમન્સ ઓફ બોમ્બેએ તેના પેજ પર લખ્યું, “દેશરાજને જે સમર્થન મળ્યું છે તે અપાર છે! કારણ કે તમે બધા તેની મદદ માટે આગળ આવ્યા છો, હવે તેના માથા ઉપર છત છે, અને તે તેની પૌત્રીને શિક્ષિત કરવામાં સક્ષમ હશે! ખુબ ખુબ આભાર.”

Published On - 2:49 pm, Thu, 25 February 21

Next Article