AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છત્રપતિ શિવાજીના ઈતિહાસને ઉજાગર કરનાર પદ્મ વિભૂષણથી સન્માનિત પુરંદરેનું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

PM મોદીએ પણ શિવ શાહીર બાબાસાહેબ પુરંદરેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, બાબાસાહેબ પુરંદરેના નિધનથી ઇતિહાસ અને સંસ્કૃતિની દુનિયામાં એક વિશાળ શૂન્યાવકાશ સર્જાયો છે.

છત્રપતિ શિવાજીના ઈતિહાસને ઉજાગર કરનાર પદ્મ વિભૂષણથી સન્માનિત પુરંદરેનું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
shivshahir babasaheb purandare passes away
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 12:24 PM
Share

Shivshahir Babasaheb Purandare Death : છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને લોકો સુધી પહોંચાડનારા વરિષ્ઠ મરાઠી સાહિત્યકાર શિવશાહીર બાબાસાહેબ પુરંદરેનું (Shivshahir Babasaheb Purandare)નિધન થયું છે.  બાબાસાહેબની છેલ્લા 3 દિવસથી પુણેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં સોમવારે સવારે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પીએમ મોદીએ પણ શિવ શાહીર બાબાસાહેબ પુરંદરેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) રાજ્ય સન્માન સાથે બાબાસાહેબ પુરંદરેના અંતિમ સંસ્કારની જાહેરાત કરી છે.

બાબાસાહેબ પુરંદરે શિવાજી મહરાજનો ઈતિહાસ ઉજાગર કર્યો હતો

બાબાસાહેબ પુરંદરેનું મૂળ નામ શિવશહર બળવંત મોરેશ્વર પુરંદરે હતું. તેમનો જન્મ 29 જુલાઈ, 1922ના રોજ પુણેના સાસવડમાં થયો હતો. તેમની પત્નીનું નામ નિર્મલા (Nirmala Purandare) હતું, બાબાસાહેબના પત્ની શૈક્ષણિક કાર્ય માટે જાણીતા હતા અને તેમને ‘પુણ્ય ભૂષણ’ એવોર્ડ પણ મળ્યો હતો. તેમજ પ્રખ્યાત શિવશાહીર બાબાસાહેબ પુરંદરેને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

પુરંદરેના નિધનથી ઇતિહાસ અને સંસ્કૃતિની દુનિયામાં એક વિશાળ શૂન્યાવકાશ સર્જાયો : PM મોદી

PM મોદીએ પણ શિવ શાહીર બાબાસાહેબ પુરંદરેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, હું આ સમાચારથી દુ:ખી છું અને મારી પાસે શબ્દો નથી. બાબાસાહેબ પુરંદરેના નિધનથી ઇતિહાસ અને સંસ્કૃતિની દુનિયામાં એક વિશાળ શૂન્યાવકાશ સર્જાયો છે. તેમના કારણે આવનારી પેઢીઓ છત્રપતિ શિવાજી મહારાજ (Shivaji Mahraj) સાથે વધુ જોડાયેલી રહેશે.

કેન્દ્ર સરકારે આ ઈચ્છા પુરી કરી હતી

બાબાસાહેબની પુત્રી માધુરી પુરંદરે ગાયક અને લેખિકા છે. બાબાસાહેબ પુરંદરેની ઈચ્છા દિલ્હીના લાલ કિલ્લા પર શિવાજી નાટકનું મંચન કરવાની હતી. જે કેન્દ્ર સરકારે વર્ષ 2018માં પૂર્ણ કરી હતી. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય દ્વારા 6-10 એપ્રિલની વચ્ચે લાલ કિલ્લા પર તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: કંગના રનૌતના નિવેદનને મળ્યું સમર્થન ! આ મોટા અભિનેતાએ સમર્થન આપતા વિવાદ વકર્યો

આ પણ વાંચો: Shilpa Shetty Fraud Case: છેતરપિંડી કેસમાં ફરિયાદ થઇ હોવાનું જાણીને શિલ્પા ચોંકી ઉઠી, કહી દીધું કંઈક આવું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">