Rajya Sabha Election: રાજ્યસભાની ચૂંટણી વચ્ચે સંજય રાઉતનું ટ્વીટ, ભાજપ પર કર્યા પ્રહાર

સંજય રાઉતે નવાબ મલિક (Nawab Malik) અને અનિલ દેશમુખને વોટનો અધિકાર ન મળવા પર પણ નારાજગી વ્યક્ત કરી છે.

Rajya Sabha Election: રાજ્યસભાની ચૂંટણી વચ્ચે સંજય રાઉતનું ટ્વીટ, ભાજપ પર કર્યા પ્રહાર
Shiv Sena leader Sanjay Raut (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 6:17 PM

રાજ્યસભા ચૂંટણીમાં (Rajya Sabha Election) વોટિંગ વચ્ચે સંજય રાઉતના એક ટ્વિટને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. શિવસેનાએ મહારાષ્ટ્રમાંથી સંજય રાઉત (Sanjay Raut) અને સંજય પવારને મેદાનમાં ઉતાર્યા છે. સંજય રાઉતે આ ટ્વિટમાં ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ભાજપને ખોટી શાનવાળી પાર્ટી અને શિવસેનાને ઉચી ઉડાનવાળી પાર્ટી (BJP vs Shiv Sena) તરીકે ગણાવી છે. રાજ્યસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 6 બેઠકો માટે આજે નિર્ણય થવાનો છે. આ માટે કુલ 7 ઉમેદવારો મેદાનમાં છે.

ભાજપે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સહિત ત્રણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. મહા વિકાસ અઘાડી (એનસીપી, કોંગ્રેસ, શિવસેના)ના ત્રણેય પક્ષોએ મળીને ચાર ઉમેદવારો ઉભા રાખ્યા છે. સંજય રાઉતે આજે (10 જૂન, શુક્રવાર) પત્રકારો સાથેની વાતચીતમાં મહા વિકાસ અઘાડીના ચારેય ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

સંજય રાઉતે પોતાના ટ્વીટમાં શાયરી લખી છે. આ શાયરીમાં ભાજપનું નામ લીધા વગર તેના પર કટાક્ષ કરવામાં આવ્યો છે. આ શાયરી કંઈક આવી છે – ‘ખોટી શાન વાળા પક્ષીઓ જ વધુ ફફડાટ કરે છે…! ગરુડની (બાજ) ઉડાનમાં ક્યારેય અવાજ નથી આવતો…!!” આ પછી સંજય રાઉતે ‘જય મહારાષ્ટ્ર’ લખીને પોતાનો સંદેશ પૂરો કર્યો છે.

‘મલિક અને દેશમુખને મત આપવાનો અધિકાર ન આપીને, સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે’

આ ટ્વીટ સિવાય સંજય રાઉતે જેલમાં બંધ NCP નેતા અને મંત્રી નવાબ મલિક અને પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન ન કરવા દેવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા છે. સંજય રાઉતે કહ્યું, ‘નવાબ મલિક અને અનિલ દેશમુખને બંધારણે વિધાનસભામાં આવીને મતદાન કરવાનો અધિકાર આપ્યો છે. તેઓ હજુ સુધી દોષિત સાબિત થયા નથી. મામલો ચાલી રહ્યો છે. તેમ છતાં, જો તેમને રોકવામાં આવ્યા છે, તો તે સ્પષ્ટપણે દર્શાવે છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ કયા દબાણમાં કામ કરી રહી છે. સંજય રાઉતના આ નિવેદનને ન્યૂઝ એજન્સી ANI દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. સંજય રાઉતે આ ટ્વીટને રીટ્વીટ કર્યું છે.

સંજય રાઉતે આજે આપેલા પોતાના નિવેદનમાં એ સમાચારને પણ પાયાવિહોણા ગણાવ્યા છે કે એનસીપીના ઉમેદવાર પ્રફુલ્લ પટેલની જીત માટે જરૂરી વોટ 42 થી વધીને 44 થવાને કારણે શિવસેનાને મળેલા વોટમાં ઘટાડો થયો છે, જેથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શરદ પવારથી નારાજ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">