Loudspeaker Row : રાજ ઠાકરેની અપીલ, અજાન સામે લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસા વગાડો, મુંબઈ પોલીસે પાઠવી નોટીસ

|

May 04, 2022 | 6:45 AM

મુંબઈ પોલીસ (Mumbai Police Notice) દ્વારા રાજ ઠાકરેને (Raj Thackeray MNS) નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ CrPC ની કલમ 149 હેઠળ પ્રતિબંધાત્મક પગલાં (Preventive Measures) તરીકે મોકલવામાં આવી છે.

Loudspeaker Row : રાજ ઠાકરેની અપીલ, અજાન સામે લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસા વગાડો, મુંબઈ પોલીસે પાઠવી નોટીસ
Raj Thackeray (file photo)

Follow us on

મુંબઈ પોલીસ દ્વારા મહારાષ્ટ્ર નવનિર્માણના વડા રાજ ઠાકરેને (Raj Thackeray MNS) નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ CrPC ની કલમ 149 હેઠળ પ્રતિબંધાત્મક પગલાંના (Preventive Measures) ભાગરૂપે મોકલવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થામાં ખલેલ ન પડે તે માટે મુંબઈ પોલીસે રાજ ઠાકરેને આ નોટિસ (Mumbai Police Notice)  મોકલી છે. આ નોટિસ હેઠળ, સંબંધિત વ્યક્તિને એવું કોઈ કામ ન કરવા સૂચના આપવામાં આવી છે, જેનાથી કાયદો અને વ્યવસ્થા અને શાંતિમાં ખલેલ પહોંચે, અન્યથા કાર્યવાહી કરવામાં આવશે. રાજ ઠાકરેએ મંગળવારે સાંજે પોતાના અલ્ટીમેટમને વળગી રહેતાં દેશભરના હિંદુઓને અપીલ કરી હતી કે 4 મે, બુધવારથી જ્યાં પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકરમાં અજાન સંભળાય, ત્યાં હનુમાન ચાલીસા લાઉડસ્પીકરમાં (Loudspeaker) મોટા અવાજે વગાડો.

રાજ ઠાકરેએ 1 મેના રોજ ઔરંગાબાદની રેલીમાં અલ્ટીમેટમ આપ્યું હતું કે જો 3 મે પછી પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો MNS કાર્યકર્તાઓ મસ્જિદોની સામે જગ્યાએ મોટેથી હનુમાન ચાલીસાના પાઠ કરશે. આ પછી, 3 મેના રોજ સાંજે, રાજ ઠાકરેએ જાહેરાત કરી કે આવતીકાલથી (બુધવારથી) મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા જ્યાં પણ અજાન સંભળાય ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ મોટા અવાજે વગાડવામાં આવશે. આ પછી, મુંબઈ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ, CrPC ની કલમ 149 હેઠળ, રાજ ઠાકરે પર પ્રતિબંધાત્મક પગલાં લીધા અને નોટિસ પાઠવી. એટલે કે આજે 4 મેના રોજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો રાજ ઠાકરે સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રાજ ઠાકરે પીછેહઠ કરવા તૈયાર નથી

રાજ ઠાકરેએ તમામ હિંદુઓને પત્ર લખીને MNS કાર્યકર્તાઓ અને જનતાને લાઉડસ્પીકરમાં પોકારાતી અજાન વિરુદ્ધ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની અપીલ કરી છે. તેમણે પત્ર લખીને કહ્યું છે કે જ્યાં અનધિકૃત લાઉડસ્પીકર દેખાય ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ મોટા અવાજે લાઉડસ્પીકરમાં વગાડો. તેમને પણ ખ્યાલ આવે કે મુશ્કેલી કેવી અને શું હોય છે. રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે લાઉડસ્પીકર પરથી અજાન સંભળાય કે તરત જ પોલીસને ફોન કરો અને ફરિયાદ કરો.

Next Article