Raj Kundraની મુશ્કેલીઓ યથાવત, મહારાષ્ટ્ર સાયબર પોલીસ દ્વારા દાખલ કરાયેલા જુના એક કેસમાં આગોતરા જામીન નહી
કોર્ટે મંગળવારે મહારાષ્ટ્ર સાયબર પોલીસ દ્વારા પાછલા નવેમ્બરમાં ઓટીટી પર કથિત રૂપે અશ્લિલ સામગ્રી પીરસવાને લઈ તેના આગોતરા જામીનને ફગાવી દીધા હતા.
Raj Kundra Case: એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની પરેશાનીઓ ઓછુ થવાનું નામ નથી લઈ રહી. જેલની હવા ખાઈ રહેલા રાજ કુંદ્રા માટે ચારે તરફથી એવા સમાચાર આવી રહ્યા છે કે જેને લઈ તેમને ઝટકો લાગી રહ્યો છે. એક કોર્ટે મંગળવારે મહારાષ્ટ્ર સાયબર પોલીસ (Maharashtra Cyber Police) દ્વારા પાછલા નવેમ્બરમાં ઓટીટી પર કથિત રૂપે અશ્લિલ સામગ્રી પીરસવાને લઈ તેના આગોતરા જામીનને ફગાવી દીધા હતા.
સ્થાનિક સમાચાર એજન્સીનાં જણાવ્યા પ્રમાણે રાજ કુંદ્રાનાં વકીલ સુનીલ શર્મા અને વિનાયક તારે એ કોર્ટમાં તર્ક દર્શાવ્યો હતો કે હોટશોટ્સ પર પહેલેથીજ અશ્લિલ સામગ્રી પીરસવાને લઈ કેસ દાખલ છે એટલે એક જ પ્રકારનાં કેસ માટે ફરી ધરપકડ ન કરી શકાય
જાણો શું છે મામલો
જોકે કોર્ટે તેમની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી. મહારાષ્ટ્ર સાયબર પોલીસ તરફથી હાજર થયેલા સરકારી વકીલ શંકર ઈરાંડેએ આના પર વિરોધ દર્શાવ્યો હતો. 2020ની સાલમાં મહારાષ્ટ્ર સાયબર પોલીસે અશ્લિલ સામગ્રી બતાવવા બદલ અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ અને વેબસાઈટનાં માલિકો વિરૂદ્ધમાં કેસ દાખલ કર્યો હતો. આ સમયે જ ઘણા મોટા લોકોના નામ બહાર આવ્યા હતા. એ સમયે કોઈ સેવા નિવૃત અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. આ જ કેસમાં શર્લિન ચોપડાએ પણ પોતાનું નિવેદન નોંધાવ્યુ હતું.
ક્રાઈમ બ્રાંચનાં એક કેસમાં રાજ કુંદ્રાની જામીન અરજી સંબંધિત એક મામલામાં કે જેમાં તે વર્તમાનમાં જેલમાં છે તેની સુનાવણી 20 ઓગસ્ટનાં રોજ થશે. હવે રાજ કુંદ્રાએ આર્થર રોડ જેલમાં 20 તારીખ સુધી જેલમાં રેહવું પડશે.