મહારાષ્ટ્રમાં આકાશી આફત! રત્નાગીરી-રાયગઢ સહીતના વિસ્તારો ભારે વરસાદને પગલે થયાં જળમગ્ન, CM ઠાકરેએ બોલાવી તાત્કાલિક મીટીંગ
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા આપાતકાલીન મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં છેલ્લા 24 કલાકમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રત્નાગિરિ, રાયગઢ અને સિંધુદુર્ગ જિલ્લામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર (Maharashtra)માં ભારે વરસાદના પગલે ઘણા શહેરો અને વિસ્તારોમાં પાણી ભરાયા અને પૂર (flood)ની સ્થિતિ સર્જાઈ છે. ત્યારબાદ ગુરુવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)એ કોંકણ વિસ્તારમાં આવેલા પૂરનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાના અધિકારીઓ સાથે વાત પણ કરી તેમજ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા વધારાની બોટ અને હેલિકોપ્ટરની મદદ લેવાનું પણ કહ્યું હતું.
સતત વરસાદને કારણે રત્નાગીરી જિલ્લાના કેટલાક ભાગો આંશિક રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીં બચાવ કાર્ય માટે એનડીઆરએફની વધુ બે ટીમો તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફ દ્વારા જણાવવાંમાં આવ્યું હતું કે એક ટીમ ખેડ, રત્નાગિરિ અને બીજી ટીમ પુનાથી મહાડ, રાયગઢમાં તૈનાત કરવામાં આવશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા આપાતકાલીન મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં છેલ્લા 24 કલાકમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રત્નાગિરિ, રાયગઢ અને સિંધુદુર્ગ જિલ્લામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો.
Maharashtra | Parts of Ratnagiri district partially submerged in water due to heavy rainfall.
(Video source: District Information Office, Ratnagiri) pic.twitter.com/R6meFWaPs0
— ANI (@ANI) July 22, 2021
મુખ્યમંત્રીએ જિલ્લા અધિકારી અને ડીવીઝનલ કમિશનર સાથે વાત કરી હતી. આ ઉપરાંત ત્રણેય જિલ્લાઓના ગાર્ડીયન મંત્રીઓ સાથે વાત કરી હતી તેમજ ઈમરજન્સી વિભાગને શક્ય તમામ મદદ પૂરી પાડવા આદેશ પણ આપ્યો હતો.
મુખ્ય પ્રધાને પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે વધારાની બોટ અને હેલિકોપ્ટરની મદદ લેવાનું કહ્યું છે. સીએમઓ(CMO)ના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટ્સ અને સંબંધિત તમામ વિભાગોને સતર્ક રહેવા અને બચાવ કાર્ય શરૂ કરવા નિર્દેશ આપ્યો છે.
ભારતમાં ચોમાસાના આગમનની સાથે જ કુદરતી આફતોનું પણ પૂર આવે છે. ચોમાસાની સાથે સાથે આવેલી પૂરની આફતથી અનેક રાજ્યોમાં તબાહી સર્જાય છે. દર વર્ષે લાખો લોકો બેઘર બને છે, હજારો મકાનો નાશ પામે છે, અનેક હજાર હેક્ટરમાં પાકને નુક્સાન થાય છે. મોટી સંખ્યામાં જાન-હાની પણ થાય છે. સાથે જ આર્થિક નુક્સાનનો આંકડો પણ મોટો હોય છે.
ગુજરાતના બનાસકાંઠાંમાં ભારે વરસાદને કારણે મકાનો ધરાશાયી થવાની અને પુરની ઘટના પણ થોડા સમય પહેલા સામે આવી હતી. પાણીના જોર સામે લોખંડ અને કોંકરેટથી બનેલો પુલ તણખલાંની જેમ તુટી પડ્યો હતો. દેશના મોટાભાગના ભાગોમાં વરસાદ ચાલુ છે, જ્યારે ઘણા રાજ્યો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે યુપી-બિહાર અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં સતત થઈ રહેલા વરસાદને પગલે રાજ્યોના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાણી છે.
આ પણ વાંચો : ખેડૂતોમાં ખુશીનો માહોલ, રાજ્યમાં આગામી 5 દિવસ યથાવત રહેશે મેઘરાજાની મેઘમહેર