પુણેમાં Zika virusનો પ્રથમ કેસ સામે આવ્યો, દર્દી નાસિકથી 6 નવેમ્બરે આવ્યો હતો શહેર

|

Dec 03, 2022 | 1:31 PM

મહારાષ્ટ્રના પુણેમાં ઝિકા વાયરસનો એક કેસ નોંધાયો છે. ભવિષ્યમાં આ રોગ પ્રસરે નહી તે માટે પુણે શહેરમાં ઝીકા વાઇરસનો એન્ટોમોલોજિકલ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.

પુણેમાં Zika virusનો પ્રથમ કેસ સામે આવ્યો, દર્દી નાસિકથી 6 નવેમ્બરે આવ્યો હતો શહેર
Zika Virus

Follow us on

પુણેના બાવધન વિસ્તારમાં એક 67 વર્ષીય વ્યક્તિ ઝિકા વાયરસથી સંક્રમિત મળી આવ્યો છે. આરોગ્ય વિભાગે શુક્રવારે આ માહિતી આપી હતી. આ વ્યક્તિ નાશિકનો રહેવાસી છે અને 6 નવેમ્બરે પુણે આવ્યો હતો. 16 નવેમ્બરના રોજ તે તાવ, ઉધરસ, સાંધામાં દુખાવો અને થાક સાથે જહાંગીર હોસ્પિટલમાં આવ્યો હતો અને 18 નવેમ્બરે તેને ખાનગી લેબમાં ઝિકા હોવાનું નિદાન થયું હતું.

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો એક કેસ નોંધાયો છે. બાવધન પુણે શહેરમાં 67 વર્ષીય પુરુષ દર્દીમાં ઝિકા વાયરસ જોવા મળ્યો હતો. તે મૂળ નાસિકનો છે અને 6 નવેમ્બરે પુણે આવ્યો હતો. અગાઉ 22 ઓક્ટોબરે તેઓ સુરત ગયા હતા. 30 નવેમ્બરના રોજ, NIV એ પુષ્ટિ કરી હતી કે તેમને ઝિકા વાયરસનો ચેપ લાગ્યો છે. હાલમાં, દર્દી તબીબી રીતે સ્થિર છે અને તેને કોઈ જટિલતાઓ નથી.”

રિપોર્ટ પછી સાવચેતીનાં પગલાં

બાદમાં તેના સેમ્પલ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાઈરોલોજી પુણેમાં મોકલવામાં આવ્યા હતા અને 30મી નવેમ્બરે તેનો રિપોર્ટ ઝીકા માટે પોઝિટિવ આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ ઓફિસર ડૉ. પ્રદીપ અવતેએ જણાવ્યું હતું કે, “અમે આ વિસ્તારમાં તમામ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. અમને આ પ્રકારનો અન્ય કોઈ શંકાસ્પદ કેસ મળ્યો નથી. અમને એડીસ ઇજિપ્તી મચ્છરોની બ્રીડિંગ પણ મળી નથી.”

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ભવિષ્યમાં આ રોગની ઘટનાઓને ઘટાડવા માટે પુણે શહેરમાં ઝીકા વાઇરસનો એન્ટોમોલોજિકલ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. વધુ તપાસ ચાલુ છે. બ્રાઝિલમાં 2016માં ફાટી નીકળ્યા બાદ ઝીકા વાયરસને મહત્વના રોગોમાંના એક તરીકે ઓળખવામાં આવે છે.

બે વર્ષમાં ત્રણ કેસ પ્રકાશમાં આવ્યા

તેમણે કહ્યું કે આસપાસ ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઝિકા વાયરસનો આ ત્રીજો કેસ નોંધાયો છે. તમને જણાવી દઈએ કે પહેલો કેસ ગયા વર્ષે પુણેના ગ્રામીણ વિસ્તારમાંથી સામે આવ્યો હતો અને આ વર્ષે બીજો કેસ પાલઘરથી સામે આવ્યો છે. અને હવે બાવધન વિસ્તારમાં ત્રીજો કેસ દેખાયો છે.

Next Article