પુણે-બેંગલુરુ હાઈવે પર ટેન્કરની બ્રેક ફેઈલ થતા 48 વાહનોનો કચ્ચરઘાણ વાળ્યો, ઘટનામાં 30 ઘાયલ, અકસ્માત બાદ રોડ પર ઓઈલ ઢોળાતા તંત્ર મુશ્કેલીમાં

નાવેલ બ્રિજ છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતનું (Accident)સ્થળ બની રહ્યો છે. શુક્રવારે આઉટર રિંગ રોડ પર નાવેલ બ્રિજ પાસે સ્પીડમાં આવતી કારે ટક્કર મારતાં એક મહિલાનું મોત થયું હતું.

પુણે-બેંગલુરુ હાઈવે પર ટેન્કરની બ્રેક ફેઈલ થતા 48 વાહનોનો કચ્ચરઘાણ વાળ્યો, ઘટનામાં 30 ઘાયલ, અકસ્માત બાદ રોડ પર ઓઈલ ઢોળાતા તંત્ર મુશ્કેલીમાં
Navel Bridge has become a place of accidents for the last few days.
TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Nov 21, 2022 | 7:05 AM

મહારાષ્ટ્રના પુણેમાં નાવેલ બ્રિજ પર એક મોટી દુર્ઘટના ઘટી. અહીં એક ટેન્કર અનેક વાહનો સાથે અથડાતાં ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. પુણે ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતને કારણે 48 વાહનોને નુકસાન થયું છે. પુણે-બેંગલુરુ હાઈવે પર નાવેલ પુલ પર મોટો માર્ગ અકસ્માત થયો હતો, જેમાં લગભગ 48 વાહનોને નુકસાન થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ પછી, પુણે ફાયર બ્રિગેડ અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (PMRDA) ની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, નાવેલ બ્રિજ પર એક ટેન્કરની બ્રેક ફેલ થઈ ગઈ હતી, ત્યારબાદ તે અનેક વાહનો સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના રવિવારે રાત્રે 9 વાગે જણાવવામાં આવી રહી છે. આ અકસ્માતમાં ટેન્કરમાંથી ઓઈલ રોડ પર ફેલાઈ ગયું હતું, જેના કારણે માર્ગ વધારે લપસણો થઈ ગયો હતો, અકસ્માતને કારણે, સતારાથી મુંબઈ જતા રસ્તા પર 2 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ થયો હોવાનું જાણવા મળ્યું છે.

નાવેલ બ્રિજ અકસ્માતનું સ્થળ બની ગયો છે

વાસ્તવમાં નાવેલ બ્રિજ છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતનું સ્થળ બની રહ્યો છે. શુક્રવારે આઉટર રિંગ રોડ પર નાવેલ બ્રિજ પાસે સ્પીડમાં આવતી કારે ટક્કર મારતાં એક મહિલાનું મોત થયું હતું. બીજી તરફ, રવિવારે પણ અકસ્માતમાં પુણે ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે 48 વાહનોને નુકસાન થયું છે.

રાહત બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી

પુણે-બેંગલુરુ હાઈવે પર નાવેલ બ્રિજ પર થયેલા માર્ગ અકસ્માતને પગલે પુણે ફાયર બ્રિગેડ અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (PMRDA) ની બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બચાવ કરવામાં આવી રહ્યો છે અને ઘાયલોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati