PUNE: કચરો પ્રોસેસ કરતાં પ્લાન્ટમાં ભીષણ આગ લાગી, સિરમ ઈન્સ્ટિટ્યૂટ બાદ આગની બીજી મોટી ઘટના

|

Jan 23, 2021 | 11:56 PM

મહારાષ્ટ્રના પૂણેમાં હડસપર વિસ્તારમાં રામટેકરી કચરા પ્રોસેસિંગ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. આગને પગલે ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ છે.

PUNE: કચરો પ્રોસેસ કરતાં પ્લાન્ટમાં ભીષણ આગ લાગી, સિરમ ઈન્સ્ટિટ્યૂટ બાદ આગની બીજી મોટી ઘટના

Follow us on

મહારાષ્ટ્રના પૂણેમાં હડસપર વિસ્તારમાં રામટેકરી કચરા પ્રોસેસિંગ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. આગને પગલે ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ છે. આગ લાગતાં જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ. આગની આ ઘટનામાં હજી સુધી કોઈને ઈજા થયાના સમાચાર નથી. પ્લાન્ટમાં આગ કયા કારણથી લાગી એ જાણી શકાયું નથી.

 

 

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

મહારાષ્ટ્રના પૂણેમાં એક જ અઠવાડિયામાં આગની આ બીજી મોટી ઘટના છે. આ પહેલા પૂણેમાં આ જ અઠવાડિયામાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક પ્લાન્ટમાં આગ લાગી હતી. આ આગમાં એક મહિલા સહિત પાંચ શ્રમિકોના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 22 જાન્યુઆરી શુક્રવારે નાસિક મહાનગરપાલિકાના મુખ્ય બિલ્ડિંગ રાજીવ ગાંધી ભવનમાં આગ લાગી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ફાયર વિભાગની 10 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આમ એક જ અઠવાડિયામાં મહારાષ્ટ્રના બે મહાનગરોમાં આગની ત્રણ ઘટનાઓ સામે આવી છે.

 

આ પણ વાંચો: Subhash Chandra Bose Jayanti: PM મોદીના સંબોધનની 10 મહત્વની વાતો

Published On - 11:48 pm, Sat, 23 January 21

Next Article