Prophet Row: નૂપુર શર્મા છેલ્લા ચાર દિવસથી ગુમ, મુંબઈ પોલીસનો દાવો!

|

Jun 17, 2022 | 8:56 PM

નુપુર શર્માને (Nupur Sharma) નોટિસ આપવા માટે મોકલવામાં આવેલી ટીમ છેલ્લા ચાર દિવસથી તેને શોધી શકી નથી. 11 જૂને નુપુર શર્માને મુંબઈના પાયધોની પોલીસ સ્ટેશને 25 જૂને પોલીસ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું.

Prophet Row: નૂપુર શર્મા છેલ્લા ચાર દિવસથી ગુમ, મુંબઈ પોલીસનો દાવો!
Nupur Sharma
Image Credit source: File Photo

Follow us on

મહારાષ્ટ્રની (Maharashtra) મુંબઈ પોલીસે કહ્યું છે કે, ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માને નોટિસ પાઠવવા માટે મોકલવામાં આવેલી ટીમ છેલ્લા ચાર દિવસથી તેમને શોધી શકી નથી. 11 જૂને નુપુર શર્માને (Nupur Sharma) મુંબઈના પાયધોની પોલીસ સ્ટેશને 25 જૂને પોલીસ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. ‘ધ હિન્દુસ્તાન ટાઈમ્સ’ના સમાચાર મુજબ મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે નુપુર શર્મા ચાર દિવસથી ગુમ છે. ટીવી ડિબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના સંબંધમાં નુપુર શર્માએ પાયધોની પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધવું પડ્યું હતું.

મુંબઈ પોલીસનો દાવો છે કે નુપુરને નોટિસ આપવા પહોંચેલી ટીમ છેલ્લા ચાર દિવસથી તેને શોધી શકી નથી. મુંબઈની પાયધોની પોલીસે રઝા એકેડમીની મુંબઈ વિંગના જોઈન્ટ સેક્રેટરી ઈરફાન શેખની ફરિયાદ બાદ 29 મેના રોજ નૂપુર શર્મા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા સામે ધાર્મિક લાગણી દુભાવવા બદલ, દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને જાહેર દુષ્ટતા ફેલાવવા બદલ FIR નોંધવામાં આવી હતી.

નુપુર શર્મા ચાર દિવસથી ‘ગુમ’ – પોલીસ

નુપુર શર્માના નિવેદન પછી ઘણી જગ્યાએ હીંસા ફાટી નિકળી હતી. ઝારખંડની રાજધાની રાંચીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન બે લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા હતા. હિંસા દરમિયાન અનેક વાહનોને પણ નુકસાન થયું હતું. મહારાષ્ટ્રમાં પણ નુપુર શર્મા વિરુદ્ધ ઘણા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી, મુંબઈ પોલીસે તેમને નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું હતું. મુંબઈ પોલીસનો દાવો છે કે પોલીસની ટીમ નોટિસ આપવા માટે છેલ્લા ચાર દિવસથી નુપુરને શોધી રહી છે, પરંતુ તેમને કંઈ ખબર નથી. પોલીસનો દાવો છે કે નુપુર શર્મા ચાર દિવસથી ગુમ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

નૂપુરે વાંધાજનક ટિપ્પણી કરી હતી

નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી બદલ ભાજપે તેમને અને દિલ્હીના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. પાંચ દિવસ પછી, દેશના ઘણા ભાગોમાં હિંસક વિરોધ શરૂ થયો. દરેક વ્યક્તિ નુપુર શર્માને સખત સજાની માગ કરી રહી હતી. ટૂંક સમયમાં વિરોધ હિંસક બની ગયો. ઘણા રાજ્યોમાં હિંસા અને આગચંપી પણ થઈ હતી. દેશના ઘણા રાજ્યોમાં નુપુર શર્માનો વિરોધ થઈ રહ્યો છે.

Next Article