મહારાષ્ટ્રને મળ્યુ નવુ IIM, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના હાથે થયું નાગપુર કેમ્પસનું ઉદ્ઘાટન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ram Nath Kovind) આજે (8 મે, રવિવાર) મહારાષ્ટ્રની ઉપ-રાજધાની નાગપુરમાં નવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM Nagpur) નું ઉદ્ઘાટન કર્યું.

મહારાષ્ટ્રને મળ્યુ નવુ IIM, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના હાથે થયું નાગપુર કેમ્પસનું ઉદ્ઘાટન
President Ramnath Kovind Image Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 1:53 PM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ram Nath Kovind) આજે (8 મે, રવિવાર) મહારાષ્ટ્રની ઉપ રાજધાની નાગપુરમાં નવા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કેમ્પસ (IIM Nagpur) નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં તેમની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ધર્મેન્દ્ર પ્રધાન, મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉત અને ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન પછીના તેમના સંબોધનમાં, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કહ્યું, “મને ખાતરી છે કે IIM-નાગપુરનું વાતાવરણ અહીંના વિદ્યાર્થીઓને જોબ સીકર્સના બદલે જોબ ક્રિએટર્સ બનવા માટે પ્રેરણા આપશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ પ્રવાસના સંદર્ભમાં તેઓ આજે નાગપુર પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તેમનું સ્વાગત કર્યું હતું.

નાગપુરના આ IIM કેમ્પસમાં 600 વિદ્યાર્થીઓની ક્ષમતા છે. કેમ્પસ 132-એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ કેમ્પસ નાગપુરના દહેગાંવ મૌઝા નજીક MIHA વિસ્તાર પાસે આવેલું છે. આ કેમ્પસનું સમગ્ર આર્કિટેક્ચર અત્યંત આધુનિક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આમાં વર્ગખંડની અંદર અને બહાર શિક્ષણનું સારું વાતાવરણ ઊભું કરવાની કાળજી લેવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ સૂચના આપવામાં આવી

રાષ્ટ્રપતિ ભવને શનિવારે જ આની જાણકારી આપી હતી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ નાગપુરના દહેગાંવ મૌજા, MIHA ખાતે IIM કેમ્પસનું ઉદ્ઘાટન કરવા માટે રવિવારે મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ માહિતી IIM નાગપુર દ્વારા પણ ટ્વીટ કરવામાં આવી હતી. IIM નાગપુરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે IIM નાગપુરના નવા કેમ્પસનું ઉદ્ઘાટન રવિવાર 8 મે 2022 ના રોજ સવારે 10.00 વાગ્યે રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવશે.

IIM નાગપુર કેમ્પસ 600 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે 132 એકરમાં ફેલાયેલું છે

નાગપુરનું આ IIM કેમ્પસ ઘણા મોટા વિસ્તારમાં ફેલાયેલું છે. આ કેમ્પસ 132 એકરમાં ફેલાયેલું છે. અહીં એક સાથે 600 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે. છોકરાઓ અને છોકરીઓ માટે અદ્યતન હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત રિફ્રેશમેન્ટ રૂમ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ અને કલ્ચરલ ક્લબ અને વિશાળ ઓડિટોરિયમની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે આઈઆઈએમનું નાગપુર કેમ્પસ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટના સ્ટાન્ડર્ડ લેવલને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">