Pune Cyclist: પૂણેની આ 45 વર્ષની મહિલા 55 કલાકમાં સાઈકલ દ્વારા લેહથી મનાલી પહોંચી, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

|

Jun 28, 2022 | 11:46 PM

પ્રીતિએ કહ્યું કે ઊંચાઈવાળા વિસ્તારમાં સતત અને નોન-સ્ટોપ સાયકલ ચલાવવાને કારણે ઊંઘની કમીને મેનેજ કરવી એ એક મોટો પડકાર હતો. પ્રવાસ દરમિયાન પ્રીતિને બે વખત ઓક્સિજન (oxygen) પણ લેવો પડ્યો હતો.

Pune Cyclist: પૂણેની આ 45 વર્ષની મહિલા 55 કલાકમાં સાઈકલ દ્વારા લેહથી મનાલી પહોંચી, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Preeti Maske (File Image)

Follow us on

પૂણેની (Pune) સાઈકલ સવાર પ્રીતિ મસ્કે (Cyclist Preeti Maske) સાઈકલ ચલાવીને માત્ર 55 કલાક 13 મિનિટમાં લેહથી મનાલી પહોંચનારી પ્રથમ મહિલા બની છે અને આ સાથે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. પ્રીતિ મસ્કેની આ સિદ્ધિ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાશે અને ટૂંક સમયમાં તેને પ્રમાણપત્ર મળવાની આશા છે. બે બાળકોની માતા પ્રીતિએ લેહ-મનાલી હાઈવે દ્વારા 428 કિમીનું અંતર કાપ્યું હતું, જેની કુલ ઊંચાઈ 26,000 ફૂટથી વધુ હતી.

45 વર્ષીય પ્રીતિએ 17,582 ફૂટ ઊંચા તગલંગલા પાસ પર સાઈકલ ચલાવી હતી, જે તે હાઈવે પરનો સૌથી ઊંચો પાસ છે. તેમણે કહ્યું કે, “ઊંચાઈવાળા વિસ્તારોમાં સતત અને નોન-સ્ટોપ સાયકલ ચલાવવાને કારણે ઊંઘની કમીનું સંચાલન કરવું એ એક મોટો પડકાર હતો. હાઈ પાસ પર શ્વાસ લેવામાં તકલીફને કારણે મારે મારી સફર દરમિયાન બે વાર ઓક્સિજન લેવો પડ્યો હતો.” અગાઉ, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના ચીફ એન્જિનિયર બ્રિગેડિયર ગૌરવ કાર્કીએ 22 જૂને સવારે 6 વાગ્યે પ્રીતિને ફ્લેગ ઑફ કરી હતી અને 24 જૂને બપોરે 1.13 વાગ્યે મનાલીમાં BROના 38 બોર્ડર રોડ ટાસ્ક ફોર્સના કમાન્ડર કર્નલ શબરિશ વાચલીએ તેમનું સ્વાગત કર્યું હતું.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

લાંબા અંતરની સાયકલિંગમાં પ્રીતિના ઘણા રેકોર્ડ

લેહ-મનાલી હાઈવે પર સેંકડો વળાંકો અને ઘણા ઊંચા પર્વતીય પાસ છે, જેમાંથી પસાર થવું સરળ નહોતું. તે જ સમયે, પ્રીતિએ બરાલાચા પાસ સહિત કેટલાક સ્થળોએ હિમવર્ષા વચ્ચે પણ સાયકલ ચલાવવાનું ચાલુ રાખ્યું. તેના ક્રૂ મેમ્બરમાંથી એક આનંદ કંસલે કહ્યું કે પ્રીતિને ઊંચાઈ વાળા પહાડી પાસ પર કઠોર અને બદલાતી હવામાન પરિસ્થિતિઓમાં સાયકલ ચલાવવી પડી. તેને ભારે પવન, હિમવર્ષા, સૂર્ય, ધૂળ અને ઠંડા તાપમાનનો સામનો કરવો પડ્યો. તેમણે કહ્યું કે આ સિદ્ધિ BROની મદદ વિના શક્ય ન બની હોત. તેમની બાજુથી એક સેટેલાઈટ ફોન અને તબીબી સહાય સાથે બે સહાયક વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે લાંબા અંતરની સાઈકલિંગમાં પ્રીતિના નામે ઘણા રેકોર્ડ છે.

Next Article