પુણે પોલીસે કાશ્મીરી પંડિતોને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ફિલ્મના કાર્યક્રમમાં ભાગ લેતા અટકાવ્યા, જાણો શું છે મામલો ?

|

Apr 08, 2022 | 9:20 AM

કાશ્મીર ફાઇલ્સ' (Kashmir Files) એ 1990ના દાયકાના કાશ્મીરી પંડિતોના હિજરત પર આધારિત ફિલ્મ છે. 200 કરોડના બિઝનેસ ક્લબમાં પ્રવેશી ચૂકેલી આ ફિલ્મ આ મહિનાની શરૂઆતમાં રિલીઝ (Release) થઈ ત્યારથી જ ચર્ચામાં રહી છે.

પુણે પોલીસે કાશ્મીરી પંડિતોને  ધ કાશ્મીર ફાઇલ્સફિલ્મના કાર્યક્રમમાં ભાગ લેતા અટકાવ્યા, જાણો શું છે મામલો ?
Pune Police (File Photo)

Follow us on

પુણેમાં (Pune) કાશ્મીરી પંડિત સમુદાયના બે સભ્યોને પોલીસે ગુરુવારે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના (The Kashmir Files) કાર્યક્રમમાં ભાગ લેવાથી કથિત રીતે અટકાવ્યા હતા. India4Kashmir ના રાષ્ટ્રીય સંયોજક રોહિત કાચરુએ જણાવ્યું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ-એક અર્ધ સત્ય’ કાર્યક્રમનું આયોજન પુણે સ્થિત સંગઠન યુવા ક્રાંતિ દળ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તવ્ય ઈતિહાસકાર અશોકકુમાર પાંડે પણ હાજરી આપવાના હતા. વધુમાં રોહિત કાચરુએ જણાવ્યું હતું કે કાશ્મીરી પંડિત સમુદાયના સભ્યો કાશ્મીરી પંડિત (Kashmiri Pandit) મુદ્દાઓ સાથે સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછવા કાર્યક્રમમાં હાજરી આપવા માગતા હતા.

કાચરુના જણાવ્યા અનુસાર ઈવેન્ટનુ શીર્ષક ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અર્ધસત્ય હતુ. વધુમાં કાચરૂએ કહ્યું હતુ કે, અમે ઇવેન્ટમાં હાજરી આપવા માટે પરવાનગી મેળવવા માટે કોથરુડ પોલીસ સ્ટેશનનો (Pune Police) સંપર્ક કર્યો હતો જેથી અમને ઇવેન્ટમાં ઘુસણખોરો કહેવામાં ન આવે. પરંતુ તેઓએ અમને કાર્યક્રમમાં આવવા ન દીધા.

પોલીસે આ દલીલ કરી હતી

બીજી તરફ પુણે પોલીસે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને રોકવા માટે સભ્યોને કાર્યક્રમમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કોથરુડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક મહેન્દ્ર જગતાપે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ટાળવા માટ અમે તેમને કાર્યક્રમમાં ન આવવા કહ્યું અને આ માટે રોહિત કાચરુને નોટિસ પણ આપી હતી. અમારો ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થાની કોઈ સ્થિતિ ન થવા દેવાનો હતો. અમે તેમને ઈવેન્ટ પહેલા આયોજકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ પણ કર્યો. જો કે, કાશ્મીરી પંડિત પ્રતિનિધિ અને કાર્યક્રમના આયોજક વચ્ચે બેઠક થઈ શકી નહોતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અગાઉ કાર્યક્રમ રોકવાની માંગ કરવામાં આવી હતી

અગાઉ ગુરુવારે કાશ્મીરી પંડિત સમુદાયના સભ્યોએ અન્ય સહાયક સ્થાનિક સંગઠનો સાથે કોથરુડ પોલીસ સ્ટેશનને પત્ર લખીને આ કાર્યક્રમને રદ કરવા જણાવ્યું હતું, અને કહ્યું હતું કે આ ઘટના ખોટી હકીકતો ફેલાવવાની શંકા છે. તેમણે કહ્યું કે આ ઘટના લાગણીઓને ઠેસ પહોંચાડશે, જેના પરિણામે વિરોધ અથવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સર્જાશે. ‘કાશ્મીર ફાઇલ્સ’ એ 1990ના દાયકાના કાશ્મીરી પંડિતોના હિજરત પર આધારિત ફિલ્મ છે. 200 કરોડના બિઝનેસ ક્લબમાં પ્રવેશી ચૂકેલી આ ફિલ્મ આ મહિનાની શરૂઆતમાં રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં રહી છે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

આ પણ વાંચો : મહારાષ્ટ્ર યુદ્ધ માટે તૈયાર છે, તમારે અમારી સામે ઘૂંટણ ટેકવવા પડશેઃ EDની કાર્યવાહી પર સંજય રાઉત

Published On - 9:16 am, Fri, 8 April 22

Next Article