મુંબઈગરાઓ ચેતી જજો : “નો વેક્સિન, નો એન્ટ્રી”, ઓમિક્રોનના જોખમને પગલે મુંબઈમાં કડક નિયમો લાગુ

|

Dec 06, 2021 | 12:48 PM

મુંબઈમાં કોરોનાની બીજી લહેર(Corona Second Wave)  કાબૂમાં આવતા તંત્ર દ્વારા પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હતા,પરંતુ એમિક્રોન વેરિઅન્ટના જોખમને પગલે તંત્ર દ્વારા ફરીથી નિયમોમાં કડકાઈ કરવામાં આવી છે.

મુંબઈગરાઓ ચેતી જજો : નો વેક્સિન, નો એન્ટ્રી, ઓમિક્રોનના જોખમને પગલે મુંબઈમાં કડક નિયમો લાગુ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Omicron Variant  : કોરોનાની બીજી લહેરના તાંડવ બાદ નવા વેરિઅન્ટ ઓમિક્રોને (Omicron Variant) ચિંતા વધારી છે.ઓમિક્રોનના જોખમને પગલે હાલ મુંબઈ સતર્ક જોવા મળી રહ્યુ છે.હાલ સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.મુંબઈમાં કોરોનાની બીજી લહેર(Corona Second Wave)  કાબૂમાં આવતા તંત્ર દ્વારા પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હતા,પરંતુ એમિક્રોન વેરિઅન્ટના જોખમને પગલે તંત્ર દ્વારા ફરીથી નિયમોમાં કડકાઈ કરી છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં હાલ કોરોના સંક્રમણનો દર 0.02 ટકા છે. સો ટકા લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લઈ લીધો છે. જ્યારે 75 ટકા લોકોને કોરોનાના બંને ડોઝ (Vaccine Dose) આપવામાં આવ્યા છે. છતા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ખતરાથી કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને મુંબઈમાં કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

મુંબઈ લોકલ ટ્રેન બાદ તમામ જાહેર પરિવહનમાં આ નિયમ લાગુ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તમને જણાવી દઈએ કે, હાલમાં જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમને જ મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ જ નિયમ હવે દરેક જગ્યાએ લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે, જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેમને જ મોલ્સ, દુકાનો, ઓફિસો અને જાહેર પરિવહનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને તેમની શાળા, કોલેજ અથવા સંબંધિત સંસ્થાઓ સાથે ફોટો આઈડી સાથે રાખવાનો રહેશે.

મુંબઈમાં વેક્સિનેશન પૂરજોશમાં

હાલમાં મુંબઈમાં 1 કરોડ 65 લાખથી વધુ લોકોનુ રસીકરણ(Vaccination)  કરવામાં આવ્યું છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી 92 લાખ 36 હજાર 500 છે. જેમાં પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા 96 લાખ 6 હજાર 431 છે. બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 69 લાખ 92 હજાર 565 છે.

વેક્સિનના બંને ડોઝ લેનારને જ મળશે પરવાનગી

મુંબઈ લોકલ ટ્રેન બાદ હવે કોઈપણ જાહેર પરિવહનમાં (Public transport)મુસાફરી કરવા માટે રસીના બંને ડોઝની શરત લાગુ કરવામાં આવી છે. જો તમે સંપૂર્ણ રસીકરણ નથી કરેલુ, તો તમે જાહેર પરિવહનમાં મુસાફરી કરી શકશો નહિ.

ઉલ્લેખનીય છે કે, મુંબઈની બેસ્ટની બસોમાં દરરોજ 28 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં, તમામ મુસાફરોને રસી આપવામાં આવી છે કે નહીં તે તપાસવું કંડક્ટર માટે ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. ભીડ દરમિયાન દરેક મુસાફરનું રસીકરણ પ્રમાણપત્ર જોવું અને ચકાસવું સરળ નથી.જેથી તંત્ર દ્વારા આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.હવેથી, અગાઉ જ આ પ્રમાણપત્ર ચકાસવામાં આવશે.

 

આ પણ વાંચો : ઓમીક્રોનનો આતંક, મહારાષ્ટ્રમાં આજે સામે આવ્યા 7 ઓમીક્રોનના દર્દી, દેશમાં અત્યાર સુધી 21 લોકો થઈ ચુક્યા છે સંક્રમિત

આ પણ વાંચો : Maharashtra: EDએ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહનું નોંધ્યું નિવેદન, મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર વસૂલાત સંબંધિત છે મામલો

Next Article