OMG : વેક્સિનનો ત્રિપલ ડોઝ, આરોગ્ય કર્મચારીએ મહિલાને એક સાથે વેક્સિનના ત્રણ ડોઝ આપ્યા  

|

Jun 29, 2021 | 4:08 PM

OMG : મુંબઈના થાણે પાસે આરોગ્ય વિભાગના કર્મચારીની બેદરકારી સામે આવી હતી. વેક્સિન લેવા ગયેલી 28 વર્ષની મહિલાને એક સાથે વેક્સિનના ત્રણ ડોઝ આપવામાં આવ્યા છે.

OMG : વેક્સિનનો ત્રિપલ ડોઝ, આરોગ્ય કર્મચારીએ મહિલાને એક સાથે વેક્સિનના ત્રણ ડોઝ આપ્યા  
Corona Vaccine Latest News: Do you know how India defeated a superpower like USA on vaccine issue? Read these special details

Follow us on

OMG :  ભારતમાં કોરોનાની બીજી લહેરે ભારે પ્રકોપ વરસાવ્યો હતો, અત્યારે દેશમાં તમામ પ્રદેશોમાં કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે અને ત્રીજી લહેરની શક્યતાને જોઈ વેક્સિનેશન કેમ્પ (Vaccination camp)નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મુંબઈ (Mumbai)ના થાણે પાસે  આરોગ્ય વિભાગના કર્મચારીની બેદરકારી સામે આવી હતી. વેક્સિન લેવા ગયેલી 28 વર્ષની મહિલાને એક સાથે વેક્સિનના ત્રણ ડોઝ આપવામાં આવ્યા છે.

મુંબઈ (Mumbai)ના થાણે પાસેથી એક ભયંકર સમાચાર સામે આવ્યા છે, એક મહિલાને એક સાથે ત્રણ વખત વેક્સિન (Vaccine)આપવામાં આવી હતી. આ ચોંકાવનારી ઘટના થાણે મહાનગર પાલિકાના આનંદ નગર રસીકેન્દ્રમાં બની છે, હાલ મહિલાની તબિયત સ્થિર છે. મહિલાને એક ડોક્ટરની દેખરેખમાં રાખવામાં આવી છે.ભાજપે નગરપાલિકાની  હોસ્પિટલના આવા લાપરવાહ કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે, તેમજ પાલિકાના વહીવટી તંત્રે એક સમિતિ બનાવી તપાસ શરૂ કરવા જણાવ્યું છે.

શું છે સમગ્ર મામલો ?

થાણે ના ધોરબંદર રોડ પર આવેલા આનંદનગર સ્વાસ્થ કેન્દ્રમાં 25 જૂનના બોપરના સમયે વેક્સિન લેવા માટે એક મહિલા આવી હતી. સ્વાસ્થય કેન્દ્રમાં હાજર રહેલા કર્મચારીએ મહિલાને એક, બે નહિ પરંતુ ત્રણ ડોઝ આપ્યા હતા. એક સાથે મહિલાને વેક્સિનના (Vaccine)ત્રણ ડોઝ આપતા મહિલા ગભરાઈ પોતાને ઘરે ચાલી ગઈ હતી.ઘરે આવી મહિલાએ સમગ્ર ઘટનાની જાણ તેમના પતિને કરી હતી.  આ વાત જ્યારે સ્થાનિક કોર્પોરેટર સુધી પહોંચી તો કોર્પોરેટરે સ્વાસ્થય કેન્દ્રના અધિકારીઓને સવાલ કર્યો તો સંતોષજનક જવાબ મળ્યો ન હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઘટના બાદ ભાજપે અધિકારીઓ અને ડોક્ટરો પર બેદરકારી રાખવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના ધારાસભ્ય (BJP MLA)નિરંજન ડાવખરે આ ઘટના માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ દરમિયાન મેયર નરેશ મ્હસ્કે કહ્યું કે, સમગ્ર ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી રહી છે. જે દોષી હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. વિપક્ષ પક્ષ રાજકારણ ન કરે, હવે થાણે મ્યુન્સિપિલ કમિશ્નર ( Municipal Commissioner )ડૉ.વિપિન શર્મા આ ઘટના પર શું પગલાં ભરે છે. તેના પર સૌની નજર રહેશે.

ત્યારે કહી શકાય કે, લોકો વેક્સિન (Vaccine)ના એક ડોઝ માટે પણ વલખા મારી રહ્યા છે, ત્યારે મહિલાને એક સાથે ત્રણ ડોઝ આપવામાં આવ્યા છે.

 

Next Article