Maharashtra : નીતિન ગડકરીના કાફલાની કાર ટ્રક સાથે અથડાઈ, કેન્દ્રીય મંત્રી સહિતના તમામ લોકો સુરક્ષિત

|

Aug 29, 2021 | 1:23 PM

જ્યારે કાર ટ્રક (Truck)સાથે ટકરાઈ ત્યારે જોરદાર ધમાકો થયો હતો, ગડકરીના સુરક્ષાકર્મીઓ પણ નીતિન ગડકરીની કાર તરફ દોડ્યા હતા,જો કે સદનસીબે ક્રેશ (Crash)થયેલી કારમાં નીતિન ગડકરી સહિતના અન્ય વ્યક્તિઓને કોઈ ઈજા થઈ નહોતી.

Maharashtra : નીતિન ગડકરીના કાફલાની કાર ટ્રક સાથે અથડાઈ, કેન્દ્રીય મંત્રી સહિતના તમામ લોકો સુરક્ષિત
nitin gadkaris convoys car collided with a truck in nagpur

Follow us on

Maharashtra :  નાગપુરમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના(Nitin Gadkari) કાફલાની કાર ટ્રક સાથે અથડાઈ હતી. જો કે સદનસીબે નીતિન ગડકરી સહિત તેમના કાફલામાં સામેલ તમામ લોકો સુરક્ષિત છે. જ્યારે ગડકરી તેમના નિવાસસ્થાને જઈ રહ્યા હતા, ત્યારે નાગપુરના છત્રપતિ ચોક પાસે આ અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, સોનેગાંવ તળાવના ભૂમિપૂજનના કાર્યક્રમમાં (Program)ભાગ લેવા માટે નીતિન ગડકરી સોનેગાંવ ગયા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ ગડકરીની કારનો કાફલો રાત્રિ દરમિયાન તેમના નિવાસસ્થાન તરફ આગળ વધી રહ્યો હતો. ત્યારે છત્રપતિ ચોકના સિગ્નલ પર  ટ્રક ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી દીધી. જેને કારણે કાફલાની એક કાર (MH-01 CP 2435)ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે વાહનનો આગળનો ભાગ તૂટી ગયો હતો. પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કારમાં બેઠેલા તમામ લોકો સુરક્ષિત રીતે બચી ગયા હતા.

જોરદાર ધમાકાના કારણે ગભરાટ ફેલાયો, પરંતુ સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની  નહી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જ્યારે કાર ટ્રક સાથે ટકરાઈ ત્યારે જોરદાર ધમાકો થયો હતો, બહારથી લોકો અને ગડકરીના સુરક્ષાકર્મીઓ પણ કાર તરફ દોડ્યા હતા. પરંતુ સદ્ભાગ્યે ક્રેશ થયેલી કારમાં રહેલા દરેક વ્યક્તિ સુરક્ષિત (Safe)મળી આવ્યા હતા. બાદમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પોતાના ઘરે જવા રવાના થયા હતા. ઘટનાની માહિતી મળતા જ પ્રતાપનગર અને ધનતોલી પોલીસનો કાફલો(Police) છત્રપતિ ચોક પહોંચી હતી અને અકસ્માત બાદની કાર્યવાહી હાથ ધરી હતી.

અગાઉ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના કાફલાના ત્રણ વાહનો પણ ટકરાયા હતા

આ દરમિયાન, તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ (Governor) ભગતસિંહ કોશ્યારીના કાફલાના ત્રણ વાહનો પણ ક્રેશ થઈ ગયા હતા. રાજ્યપાલ કોશ્યારી હિંગોલી જિલ્લાના પ્રવાસે હતા. અને નરસિંહ નામદેવ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલાના ત્રણ વાહનો અથડાયા હતા. આ અકસ્માતમાં (Accident) પણ વાહનોને નુકસાન થયું હતું, પરંતુ તેમાં પણ રાજ્યપાલ સહિતના તમામ લોકો સુરક્ષિત હતા.

 

આ પણ વાંચો: Maharashtra : ભાજપે અનિલ દેશમુખ વિરુધ્ધ વસૂલી કેસ અંગે ઉઠાવ્યા સવાલ, કહ્યુ “CBIને કોઈ પુરાવા નથી મળ્યા, તો FIR કેમ નોંધવામાં આવી”

આ પણ વાંચો: Maharashtra : ત્રીજી લહેર પહેલા તંત્ર એકશનમાં, વિદેશી પ્રવાસીઓ માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો

Published On - 1:22 pm, Sun, 29 August 21

Next Article